મોરબી બ્રિજ દૂર્ઘટનામાં યુદ્ધના ધોરણે બચાવ કામગીરી માટે સેનાની 3 પાંખના જવાન જોડાશે

Morbi cable bridge collapse : મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ એકાએક તૂટ પડતા મોટી દૂર્ઘટના સર્જાઇ છે, નદીમાં ડુબી જવાથી ઘણા લોકોના મોત થયાની આશંકા, યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલુ

Written by Ajay Saroya
Updated : October 31, 2022 00:41 IST
મોરબી બ્રિજ દૂર્ઘટનામાં યુદ્ધના ધોરણે બચાવ કામગીરી માટે સેનાની 3 પાંખના જવાન જોડાશે

મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ એકાએક તૂટ પડતા મોટી દૂર્ઘટના સર્જાઇ છે. હાલ આ હોનારતમાં 50થી વધારે લોકોના મોત નિપજ્યા છે અને ઘણા લોકોની નદીમાં શોધખોળ ચાલી રહી છે. હાલ આ દૂર્ઘટનામાં એનડીઆરએફની ત્રણ ટુકડીઓ બચાવ કામગીરી કરી રહી છે. આ બચાવ કામગીરીને ઝડપી બનાવવા માટે ભારતીય સેનાની 3 પાંખના જુવાનો રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાશે.

આ પણ વાંચોઃ- મોરબી ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના : નિર્દોષોના મોત માટે જવાબદાર કોણ? તપાસ માટે પાંચ સભ્યોની કમિટી બનાવાઈ

મોરબીના ઝુલતા બ્રિજની હોનારતમાં બચાવ અને રાહત કામગીરી માટે ભારતીય નૌકાદળના 50 જવાનો સાથે NDRFની 3 પ્લાટુન, એરફોર્સના 30 જવાનો અને ભારતીય આર્મીના જવાનોની 2 કોલમ અને ફાયર બ્રિગેડની 7 ટીમો રાજકોટથી અદ્યતન સાધનો સાથે મોરબી જવા રવાના થયા હતા.

રાજ્યની બચાવ દળની ત્રણ ટીમો અને વધુ બે NDRF ટીમોને વડોદરા એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પર એરલિફ્ટ કરવામાં આવી રહી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ- મોરબીનો 140 વર્ષ જુનો ઝુલતો પુલ એન્જિનિયરિંગ અજાયબી ગણાતો, બાંધકામનો બધો જ સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો

નોંધનિય છે કે, મોરબીમાં મચ્છુ નદી પર બનેલો 140 વર્ષ જુનો ઐતિહાસિક અજાયબી ગણાતો ઝુલતો પુલ તૂટી પડતા 50 થી વધારે લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો નદીમાં લાપાત થઇ ગયા છે. નદીમાં પડેલા લોકોને બચાવવા અને તેમની શોધખોળ માટે હાલ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ