ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી ઉપર બનેલા પુલ રવિવારે સાંજે ધારાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં અત્યારે સુધી 132 લોકોના મોત નીપજ્યું હતું. સેનાની ત્રણેય પાંખ રાહત કામગીરીમાં જોતરાઈ ગઈ છે. આ સાથે જ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ છે. રવિવાર સાંજે જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે આનંદનો માહોલ લોકોની ચીચીયારીઓમાં ફેરવાયો હતો. લોકો પોતાનો જીવ બનાવવા ભાગવા લાગ્યા હતા.
પુલ દુર્ઘટના દરમિયાન એક સાક્ષી જે ઘટના દરમિયા હાજર હતા જે ચા વેચી રહ્યા હતા. તેમણે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે “હું દર રવિવારે ત્યાં ચા વેચું છું. લોકો કેબલ પર લટકી રહ્યા હતા. પછી નીચે પડી ગયા હતા. મને ઊંઘ ન આવી અને આખી રાત લોકોની મદદ કરી. 7-8 મહિનાની ગર્ભવતિ મહિલાનેરતા જોઈ મારું હૃદય કંપી ઉઠ્યું, આવું મેં ક્યારે નથી જોયું.”
આ પણ વાંચો – મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાથી ગમગીની: વિપક્ષે શ્રદ્ધાંજલી સાથે ગુણવત્તા-સુરક્ષાને લઈ ઉઠાવ્યા સવાલ
ઉલ્લેખનીય છે કે આ વર્ષના માર્ચ મહિનામાં મોરબી સ્થિત ઓરેવા ગ્રૂપ (અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડ)ને આ પુલની દેખભાળ અને મેનેજમેન્ટનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ પુલ નગરપાલિકાની સંપત્તી છે. અને નગરપાલિકાએ આ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ એક પ્રાઇવેટ કંપની છે અને આ ઈ બાઈક બનાવે છે. મોરબી નગર પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે પુલને ચાલુ કરતા પહેલા ખાનગી કંપનીએ આનું ફિટનેશ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું ન્હોતું.
આ પણ વાંચોઃ- મોરબી પુલ દુર્ઘટના Update: 132 લોકોના મોત, 170થી વધારે લોકોને બચાવાયા, હેલ્પલાઈન નંબર જાહેર
સોમવારે મીડિયા સાથે વાત કરતા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી 132 લોકોના મોત થઈ ચુક્યા છે. પુલ દુર્ઘટનામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અમદાવાદ જઈને તરત જ એક હાઈ પાવર કમિટીની રચના કરી હતી. વિવિધ સ્થળો પર તૈનાત દરેક અધિકારીઓ સુવારે બે વાગ્યા સુધી મોરબીમાં રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. તપાસ ચાલી રહી છે. ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. રેન્જ આઈજીના નેતૃત્વમાં આજે તપાસ શરૂ થઈ ગઈ છે.