Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
ગુજરાત સમાચાર

વડાપ્રધાનની મોરબી મુલાકાત પહેલા સિવિલ હોસ્પિટલના રંગરોગાનની તસવીરો વાયરલ, પોલીસે પત્રકાર સાથે કર્યો દુર્વ્યવહાર

Morbi Suspension Bridge Collapse - તસવીરો વાયરલ થયા બાદ પોલીસે પત્રકારને કેમેરામેન સાથે હોસ્પિટલ બહાર જવા માટે આદેશ આપ્યો હતો. પોલીસ પોતે તેમને ગેટ બહાર મૂકવા માટે ગયા હોવાના સમાચાર છે. જેને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું છે.

Written bymansi bhuva

Morbi Suspension Bridge Collapse - તસવીરો વાયરલ થયા બાદ પોલીસે પત્રકારને કેમેરામેન સાથે હોસ્પિટલ બહાર જવા માટે આદેશ આપ્યો હતો. પોલીસ પોતે તેમને ગેટ બહાર મૂકવા માટે ગયા હોવાના સમાચાર છે. જેને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું છે.

author-image
mansi bhuva
02 Nov 2022 15:17 IST
પર અપડેટ કર્યું 02 Nov 2022 15:17 IST

Follow Us

New Update
pm modi

વડાપ્રધાન મોદીએ મોરબી દુર્ઘટનાગ્રસ્ત લોકોની મુલાકાત

મોરબીમાં સર્જાયેલી પુલ દુર્ઘટના બાદ સરકારી હોસ્પિટલના મેકઓવરની તસવીરો અને તે સંબંઘિત અફવાઓ સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ હતી. ત્યાર બાદ પોલીસે પત્રકાર સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે અક પત્રકારને હોસ્પિટલ બહાર હાંકી કાઢ્યો હોવાના સમાચાર સામે આવ્યાં છે.

Advertisment

મોરબીમાં રવિવારે 30 ઓક્ટોબરે ઘટેલી ભયાનક ઘટનામાં 135 લોકો હોમાયા છે. એવા સંજોગોમાં પીએમ મોદી ગઇકાલે મંગળવારે મોરબીની મુલાકાતે પહોંચ્યા હતાં. જેને લઇને મોરબી સિવિલ હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઇ હતી. સિવિલ તંત્ર દ્રારા તાત્કાલિક ધોરણે સફાઇ અભિયાન તેમજ હોસ્પિટલમાં રંગરોગાન કરાયું હતુ. ખાસ કરીને પીએમ જે વિભાગની મુલાકાત લેવાના હતા તેની પૂરતી કાળજી લેવામાં આવી હતી. આ સાથે દર્દીઓની તમામ જરૂરિયાતો પૂરી કરાઇ હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી.

તસવીરો વાયરલ થયા બાદ પોલીસે પત્રકારને કેમેરામેન સાથે હોસ્પિટલ બહાર જવા માટે આદેશ આપ્યો હતો. પોલીસ પોતે તેમને ગેટ બહાર મૂકવા માટે ગયા હોવાના સમાચાર છે. જેને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું છે.

આમ આદમી પાર્ટીએ સમગ્ર મામલાને લઇ ટ્વીટ કર્યું હતું. પાર્ટીએ ટ્વીટ કરી લખ્યુ હતું કે, Photoshootમાં ઘટિયા ઇમારતની પોલ ન ખુલ્લી જાય, 141 લોકોએ જીવ ગુમાવ્યો છે, હજારો લોકો ગુમ છે.

Advertisment

આ પણ વાંચો: મોરબી દુર્ઘટના પર અરવિંદ કેજરીવાલે કર્યો સવાલ, ‘ઘડીયાળ બનાવતી કંપનીને કેમ પુલનો કોન્ટ્રાક્ટ?’, યૂઝર્સે આપ્યા આવા જવાબ

આમ આદમી પાર્ટીએ ટ્વીટમાં લખ્યું હતું કે ઘટના સાથે સંકળાયેલા ગુનેગારો પર કોઇ કાર્યવાહી કરાઇ નથી. પરંતુ ભાજપને તેનાથી કોઇ ફર્ક પડતો નથી, તેને માત્ર ફોટોશૂટ કરીને લીપાપોતી કરવાની પડી છે.

માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) એ મંગળવારે કહ્યું હતું કે મંગળવારે ગુજરાતના મોરબીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલા હોસ્પિટલમાં રંગરોગાન પ્રકારની ગતિવિધિઓ અમાનવીય છે. માકપા મહાસચિવ સીતારામ યેચુરીએ સંવાદદાતાઓને કહ્યું હતું કે, જે સમયે હોસ્પિટલે પુલ દુર્ઘટનાગ્રસ્ત ઇજાગ્રસ્તોની સારવારમાં ધ્યાન આપવાનું હોય ત્યારે તેઓ હોસ્પિટલના સમારકામમાં વ્યસ્ત હતા. માકપાએ સંવાદદાતાઓને વધુમાં જણાવ્યું હતું કે, પ્રઘાનમંત્રીની મુલાકાત પહેલાં મોરબી સરકારી હોસ્પિટલને ચકાચક કરી દેવામાં આવી.

આ પણ વાંચો: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં પાડોશી મિત્રોની કરૂણ કહાની: પ્રિયંકા અને અરશદનો મૃતદેહ આંગળી પકડેલી હાલતમાં મળ્યો

મંગળવારે મોરબીના પ્રવાસે પહોંચેલા પીએમ મોદીએ કહ્યું હતું કે, પુલ દુર્ઘટનાને લઇ સમયની માંગ છે કે એક વિસ્તૃત અને વ્યાપક તપાસ કરવામાં આવે. જે આ દુર્ઘટના સંબંધિત તમામ પાસાઓનું ચકાસણી કરશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, દુ:ખની આ ક્ષણમાં તેને હર સંભવ મદદ મળશે.

મોરબી કેબલ બ્રિજ મોરબી અકસ્માત ગુજરાત PM Narendra Modi
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!