Weather Update: ગુજરાતમાં માવઠાંના અણસાર, દિલ્હી- એનસીઆરમાં પણ વાતાવરણમાં પલટો

Gujarat Weather Updates: રાજ્યમાં વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોર પછી ભારે ગરમી અનુભવાય છે. આગામી દિવસોમાં માવઠું પડવાની હવામાને શક્યતા વ્યક્ત કરી છે.

Written by Ankit Patel
Updated : March 01, 2023 10:22 IST
Weather Update: ગુજરાતમાં માવઠાંના અણસાર, દિલ્હી- એનસીઆરમાં પણ વાતાવરણમાં પલટો
હવામાન વિભાગની આગાહી, (source- ANI)

અમદાવાદઃ ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળાની શરુઆત થવા લાગી છે. જોકે, વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોર પછી ભારે ગરમી અનુભવાય છે. આગામી દિવસોમાં માવઠું પડવાની હવામાને શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાન કેવું છે એ અંગે વાત કરીએ તો રાજકોટમાં 37.3 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જે ગુજરાતનું સૌથી વધારે તાપમાન હતું. જોકે, આ ઉનાળો સૌથી આકરો રહેશે એવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે.

મંગળવારે ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઇ

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ37.017.0
ડીસા36.618.7
ગાંધીનગર36.816.2
વલ્લભ વિદ્યાનગર35.020.8
વડોદરા35.616.2
સુરત35.819.0
વલસાડ36.016.0
દમણ32.818.2
ભુજ38.720.0
નલીયા35.418.8
કંડલા પોર્ટ34.721.4
કંડલા એરપોર્ટ36.719.1
ભાવનગર36.019.3
દ્વારકા26.721.6
ઓખા27.621.9
પોરબંદર34.418.4
રાજકોટ37.319.6
વેરાવળ32.120.3
દીવ33.611.8
સુરેન્દ્રનગર36.819.8
મહુવા35.818.1
મંગળવાર 28-2-2023ના દિવસના હવમાન વિભાગના આંકડા

ગુજરાતમાં આ દિવસોમાં પડી શકે છે માવઠું

આગામી 4, 5 અને 6 માર્ચે રાજ્યમાં માવઠાના એંધાણ છે. જોકે, હવામાન નિષ્ણાતનું માનવું છે કે માવઠાંની તીવ્રતા ઓછી હશે. ધોધમાર વરસાદ નહીં પડે. પરંતુ આ વરસાદ 60થી 70 ટકાને આવરી લેશે. માર્ચની શરુઆતમાં જ હોળીનો તહેવાર છે, ત્યારે કમોસમી વરસાદ ખેડૂતોની હોળી બગાડે એવી શક્યતા છે. હોળી અગાઉના ત્રણ દિવસમાં જ રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.

દિલ્હી-એનસીઆરમાં બદલાયો મૌસમનો મિજાજ

દિલ્હી-એનસીઆરમાં માર્ચના પહેલા દિવસે બુધવારે મૌસમમાં એકવાર ફરીથી પલટો આવ્યો હતો. આગામી કેટલાક કલાકો દરમિયાન ઉત્તર-પશ્વિમ દિલ્હી, દક્ષિણ -પશ્વિમ દિલ્હી અને દિલ્હી એનસીઆરની આસ-પાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. પહાડો પર મધ્યમથી ભારે બરફવર્ષા થવાના અણસાર છે.

આ પણ વાંચોઃ- ગુજરાતમાં 3 માર્ચથી CNGનું વેચાણ અચોક્કસ મુદ્ત સુધી બંધ, જાણો શું છે ડીલર માર્જિનનો મામલો

માવઠાની શક્યતાઓ

આઈએમડી પ્રમાણે આગામી બે કલાક દરમિયાન દિલ્હી અને એનસીઆરના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્ય તીવ્રતાનો વરસાદ થશે. ઉત્તર પશ્વિમ દિલ્હી, દક્ષિણ-પશ્વિમ દિલ્હી, એનસીઆર, ચરખી દાદરી, મટ્ટનહેલ, ઝજ્જર અને આસપાસના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ થશે.

આ પણ વાંચોઃ- જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજાશે, પેપર લીક થતા થઇ હતી રદ

આઇએમડી પ્રમાણે આગામી 2 કલાક દરમિયાન દિલ્હી, એનસીઆર, કરનાલ, મહમ, રોહતક, ભિવાની, હસ્તિનાપુર, ચાંદપુર, અમરોહાના કેટલાક સ્થળો અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ