અમદાવાદઃ ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળાની શરુઆત થવા લાગી છે. જોકે, વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોર પછી ભારે ગરમી અનુભવાય છે. આગામી દિવસોમાં માવઠું પડવાની હવામાને શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાન કેવું છે એ અંગે વાત કરીએ તો રાજકોટમાં 37.3 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જે ગુજરાતનું સૌથી વધારે તાપમાન હતું. જોકે, આ ઉનાળો સૌથી આકરો રહેશે એવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે.
મંગળવારે ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઇ
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | 37.0 | 17.0 |
ડીસા | 36.6 | 18.7 |
ગાંધીનગર | 36.8 | 16.2 |
વલ્લભ વિદ્યાનગર | 35.0 | 20.8 |
વડોદરા | 35.6 | 16.2 |
સુરત | 35.8 | 19.0 |
વલસાડ | 36.0 | 16.0 |
દમણ | 32.8 | 18.2 |
ભુજ | 38.7 | 20.0 |
નલીયા | 35.4 | 18.8 |
કંડલા પોર્ટ | 34.7 | 21.4 |
કંડલા એરપોર્ટ | 36.7 | 19.1 |
ભાવનગર | 36.0 | 19.3 |
દ્વારકા | 26.7 | 21.6 |
ઓખા | 27.6 | 21.9 |
પોરબંદર | 34.4 | 18.4 |
રાજકોટ | 37.3 | 19.6 |
વેરાવળ | 32.1 | 20.3 |
દીવ | 33.6 | 11.8 |
સુરેન્દ્રનગર | 36.8 | 19.8 |
મહુવા | 35.8 | 18.1 |
ગુજરાતમાં આ દિવસોમાં પડી શકે છે માવઠું
આગામી 4, 5 અને 6 માર્ચે રાજ્યમાં માવઠાના એંધાણ છે. જોકે, હવામાન નિષ્ણાતનું માનવું છે કે માવઠાંની તીવ્રતા ઓછી હશે. ધોધમાર વરસાદ નહીં પડે. પરંતુ આ વરસાદ 60થી 70 ટકાને આવરી લેશે. માર્ચની શરુઆતમાં જ હોળીનો તહેવાર છે, ત્યારે કમોસમી વરસાદ ખેડૂતોની હોળી બગાડે એવી શક્યતા છે. હોળી અગાઉના ત્રણ દિવસમાં જ રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.
દિલ્હી-એનસીઆરમાં બદલાયો મૌસમનો મિજાજ
દિલ્હી-એનસીઆરમાં માર્ચના પહેલા દિવસે બુધવારે મૌસમમાં એકવાર ફરીથી પલટો આવ્યો હતો. આગામી કેટલાક કલાકો દરમિયાન ઉત્તર-પશ્વિમ દિલ્હી, દક્ષિણ -પશ્વિમ દિલ્હી અને દિલ્હી એનસીઆરની આસ-પાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. પહાડો પર મધ્યમથી ભારે બરફવર્ષા થવાના અણસાર છે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં 3 માર્ચથી CNGનું વેચાણ અચોક્કસ મુદ્ત સુધી બંધ, જાણો શું છે ડીલર માર્જિનનો મામલો
માવઠાની શક્યતાઓ
આઈએમડી પ્રમાણે આગામી બે કલાક દરમિયાન દિલ્હી અને એનસીઆરના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્ય તીવ્રતાનો વરસાદ થશે. ઉત્તર પશ્વિમ દિલ્હી, દક્ષિણ-પશ્વિમ દિલ્હી, એનસીઆર, ચરખી દાદરી, મટ્ટનહેલ, ઝજ્જર અને આસપાસના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ થશે.
આ પણ વાંચોઃ- જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજાશે, પેપર લીક થતા થઇ હતી રદ
આઇએમડી પ્રમાણે આગામી 2 કલાક દરમિયાન દિલ્હી, એનસીઆર, કરનાલ, મહમ, રોહતક, ભિવાની, હસ્તિનાપુર, ચાંદપુર, અમરોહાના કેટલાક સ્થળો અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ થશે.