Global Holi: ભારત જ નહીં, દુનિયાના આ 5 દેશોમાં પણ રમાય છે જોરદાર હોળી, લિસ્ટ જોઈને તમે પણ ચોંકી જશો

ભારત સિવાય દુનિયાના એવા ૫ દેશો જ્યાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નેપાળથી લઈને મોરેશિયસ સુધી, વિદેશીઓ કઈ રીતે રંગોના પર્વમાં રંગાય છે અને ત્યાંની હોળી ભારત કરતા કેટલી અલગ છે તે વિશેની રસપ્રદ માહિતી અહીં જાણો.

ભારત સિવાય દુનિયાના એવા ૫ દેશો જ્યાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નેપાળથી લઈને મોરેશિયસ સુધી, વિદેશીઓ કઈ રીતે રંગોના પર્વમાં રંગાય છે અને ત્યાંની હોળી ભારત કરતા કેટલી અલગ છે તે વિશેની રસપ્રદ માહિતી અહીં જાણો.

author-image
Rakesh Parmar
New Update
Holi celebration in Nepal and Mauritius outside India

ભારત સિવાય અન્ય દેશોમાં પણ ધામધૂમથી ઉજવાય છે રંગોનો પર્વ હોળી. Photograph: (Canva)

હોળી એટલે માત્ર ભારતનો તહેવાર એવું નથી. દુનિયાના અનેક દેશોમાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે અને ત્યાંના સ્થાનિક લોકો પણ અબીલ-ગુલાલથી હોળી રમે છે. ચાલો જાણીએ એવા 5 દેશો વિશે જ્યાં હોળીની રજા હોય છે અને ઉજવણી અદભૂત હોય છે.

Advertisment

ભારત સિવાય દુનિયાના એવા 5 દેશો જ્યાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નેપાળથી લઈને મોરેશિયસ સુધી, વિદેશીઓ કઈ રીતે રંગોના પર્વમાં રંગાય છે અને ત્યાંની હોળી ભારત કરતા કેટલી અલગ છે તે વિશેની રસપ્રદ માહિતી અહીં જાણો.

હોળીનું મહત્ત્વ

હોળી માત્ર રંગોનો જ નહીં પરંતુ આ તહેવાર પ્રેમ, ભાઈચારો અને નવી શરૂઆતનું પ્રતિક પણ છે. ભારતમાં હોળીના તહેવારની ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ તહેવારનો ક્રેઝ ભારત સિવાય પણ ઘણા દેશોમાં જોવા મળે છે.

Advertisment

દુનિયાના આ 5 દેશોમાં રમાય છે જોરદાર હોળી

1. નેપાળ: ભારતના પાડોસી દેશ નેપાળમાં પણ હિન્દુ તહેવારોને ધુમધામથી ઉજવવામાં આવે છે. હોળી પણ તેમાંથી એક છે.

2. મોરેશિયસ: તમને જણાવી દઈએ કે મોરેશિયસમાં ભારતીય સમુદાયના ઘણા લોકો રહે છે. આવામાં આ દેશોમાં પણ હોળીની ખુબ જ જોશ સાથે ઉજવણી કરવામાં આવે છે.

3. ફિઝી: મોરેશિયસ માફક ફિઝીમાં પણ હોળીનું ટ્રેડિશનલ રૂપ સંગીત અને ડાન્સ સાથે ઉજવણી કરવામાં આવે છે.

4. પાકિસ્તાન: પાકિસ્તાનનાં સિંધ પ્રાંત, કરાચી, લાહોર અને કેટલાક અન્ય ભાગોમાં હિન્દુ વસ્તી રહે છે. આવામાં પાકિસ્તાનમાં પણ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે.

5. બાંગ્લાદેશ: બાંગ્લાદેશમાં પણ હિન્દુ હોળીની ઉજવણી જોવા મળે છે. અહીં બોળીને દોલ પૂર્ણમા અથવા વસંત ઉત્સવના રૂપમાં ઉજવણી કરવામાં આવે છે.

bangladesh પાકિસ્તાન નેપાળ holi