/indian-express-gujarati/media/media_files/2026/03/03/remove-holi-colors-from-hair-2026-03-03-14-33-16.jpg)
વાળમાંથી હોળીનો રંગ દૂર કરવા માટેના અસરકારક અને કુદરતી ઘરેલુ ઉપાયો. Photograph: (Canva)
હોળીનો તહેવાર આનંદનો તહેવાર છે પણ તેના રંગો ઘણીવાર વાળને શુષ્ક અને નિર્જીવ બનાવી દે છે. જો તમારા વાળમાં પણ પાક્કો રંગ લાગ્યો છે, તો ગભરાવાની જરૂર નથી. આ સરળ રીતોથી તમે વાળને નુકસાન પહોંચાડ્યા વગર કલર સાફ કરી શકો છો. હોળી-ધુળેટીના પાક્કા રંગોથી વાળને બચાવવા અને તેને સુરક્ષિત રીતે દૂર કરવા માટેના 5 શ્રેષ્ઠ ઘરેલુ ઉપાયો આજે અમે તમને જણાવીશું. દહીં, તેલ અને મેથી જેવા કુદરતી પદાર્થોનો ઉપયોગ કરીને વાળની ચમક પાછી મેળવો અને કેમિકલની આડઅસરથી બચી શકાય છે.
વાળમાં ચોંટેલો રંગ
ધૂળેટીનો રંગ વાળમાં ઘૂસી જાય છે. ઘણી વખત વાળમાંથી તે નિકળતો નથી અને પછી ખણ જેવી સમસ્યાઓ થવા લાગે છે. કેમિકલ યુક્ત રંગોથી વાળના ડેમેજ થવાનો ખતરો પણ રહે છે. જે યોગ્ય નથી. જો તમારા વાળમાં પણ રંગ ભરાઈ જાય તો તેનાથી છૂટકારો મેળવવા માટે તમે સરળ ટ્રીક અપનાવી શકો છો.
એલોવેરા જેલ અને સરસવનું તેલ
એલોવેરા જેલને વાળમાં લગાવો અને અડધા કલાક સુધી તેને છોડી દો. આથી વાળ સાફ થઈ જશે. રંગ નિકળી જશે. સરસવનું તેલ વાળમાં લગાવો. થોડું વધારે તેલ લગાવો અને 15 મિનિટ બાદ શેમ્પૂથી ધોઈ નાંખો.
ઝડપી વજન ઘટાડવા માટે આહારમાં સામેલ કરો રશિયન સલાડ, જાણો બનાવવાની રીત
ઈંડા-દહી માસ્ક
2 કાચા ઈંડા લો અને તેમાં દહીં નાંખી દો. પછી તેમા જૈતુનનું તેલ મિક્સ કરી લો. તેને વાળમાં લગાવો અને અડધા કલાક બાદ શેંમ્પૂ કરી લો.
દહીં-બેસન
બેસનમાં દહીં મિક્સ કરો અને લીંબુનો રસ નાંખી મિક્સ કરો. તેને વાળમાં અપ્લાઈ કરો અને પછી શેંમ્પૂથી વાળને ધોઈ લો.
નારિયેળ તેલ-લીંબૂ
વાળમાંથી રંગ નિકાળવા માટે નારિયેળ તેલ અને લીંબૂનો મિક્સ કરીને લગાવો. આથી પણ રંગ સાફ થઈ જશે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us