અનુષ્કા શર્માને નવી નવી વાનગીઓ ટ્રાય કરવાનું પસંદ છે અને ઘણીવાર, તેના ફૂડ એક્સપિરિયન્સ સોશિયલ મીડિયા પર શેર કરે છે. તાજેતરમાં શેફ અનાહિતા ધોન્ડી દ્વારા તૈયાર કરવામાં આવેલ વાનગી અભિનેત્રી દ્વારા ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરવામાં આવી હતી, તે સાબુદાણા વડાની પ્લેટનો આનંદ માણતી જોઈ શકાય છે. અનુષ્કાએ પોસ્ટને કેપ્શન આપ્યું હતું કે, “મિલસુપરગ્રેન એડ શૂટના સેટ પર શેફ અનાહિતા ધોન્ડી દ્વારા આવી અદભૂત તૈયાર થયેલી વાનગી જેનો ટેસ્ટ અદભુત હતો, હાલ ખાવાનો સમય છે.”
પરંતુ શું તમે જાણો છો કે સાબુદાણા પણ ખુબજ હેલ્થી માનવામાં આવે છે? જેમ કે, જો તમે તેને તમારા ડાયટ પ્લાનમાં સામેલ કરવા માંગો છો, આ અહીં જાણી શકો છો,
સાબુદાણા શું છે?
સાબુદાણાએ સ્ટાર્ચનો એક પ્રકાર છે જે વિવિધ ઉષ્ણકટિબંધીય તાડના દાંડીના મૂળમાંથી કાઢવામાં આવે છે. કાર્બોહાઇડ્રેટ્સનો પ્રાઈમરી સોર્સ, તે “ગ્લુટેન-ફ્રી” અનાજ પણ છે. રજીસ્ટર્ડ ડાયટિશિયન ગરિમા ગોયલે જણાવ્યું હતું કે, “જેઓ ગ્લુટેન સેન્સિટિવિટી અથવા સેલિયાક રોગ ધરાવતા હોય તેઓ સુરક્ષિત રીતે સાબુદાણાનું સેવન કરી શકે છે. તેની પોષક રચનામાં મુખ્યત્વે સ્ટાર્ચ એટલે કે કાર્બોહાઇડ્રેટ્સનો સમાવેશ થાય છે જેમાં ખૂબ ઓછી માત્રામાં ફેટ, પ્રોટીન અને ફાઇબર હોય છે.”

આ પણ વાંચો: એક્ટર સંપત જે.રામે કામ નહીં મળતા 35 વર્ષની વયે આત્મહત્યા કરી, એક વર્ષ પહેલા જ લગ્ન કર્યા હતા
સાબુદાણા શા માટે ખાવા જોઈએ?
એન્ટીઑકિસડન્ટથી ભરપૂર, વિવિધ છોડના ખોરાકમાં ફાયટોકેમિકલ્સ હોય છે, જે રોગ અટકાવવાના ગુણધર્મો સાથે આવશ્યક વનસ્પતિ સંયોજનો છે. સાબુદાણામાં હાજર ફાયટોન્યુટ્રિઅન્ટ્સ પોલીફેનોલ્સ છે, એટલે કે ટેનીન અને ફ્લેવોનોઈડ્સ જે વધારે એન્ટીઑકિસડન્ટ ક્ષમતા ધરાવે છે અને શરીરમાં ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે જે સેલ્યુલર નુકસાન માટે જવાબદાર છે. આ ફ્રી રેડિકલ વિવિધ પ્રકારના ક્રોનિક રોગો જેમ કે કેન્સર, હૃદયની બીમારીઓ વગેરે માટે જવાબદાર છે.

રેઝિસ્ટન્સ સ્ટાર્ચની માત્રા વધારે છે, સાબુદાણા લગભગ 7-8 ટકા રેઝિસ્ટન્સ સ્ટાર્ચથી બનેલો છે, જે એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે જેને આપણું શરીર પચાવી શકતું નથી અને તે આંતરડા અથવા મોટા આંતરડામાં પચ્યા વિના પસાર થાય છે. આંતરડામાં, આંતરડાને અનુકૂળ બેક્ટેરિયા તેને પ્રીબાયોટિક ગણીને તેમને ખવડાવે છે અને બ્યુટાયરેટ જેવા શોર્ટ ચેઇન ફેટી એસિડ્સ (SCFA) ઉત્પન્ન કરે છે, જે આરોગ્યને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યો ધરાવે છે. આમાં હાયપરટેન્શનને રોકવા, પાચનમાં સુધારો અને ભૂખ ઘટાડવાનો સમાવેશ થાય છે, આમ વજન ઘટાડવામાં મદદ કરે છે. SCFAs નું ઉચ્ચ સ્તર પણ સુધારેલ ઇન્સ્યુલિન સંવેદનશીલતા સાથે જોડાયેલું છે, જે આગળ ટાઈપ 2 ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
indianexpress.com ને જણાવ્યું હતું કે, “જો કે વધુ પ્રાણી અને માનવ સંશોધનની જરૂર છે, પરંતુ એમીલોઝમાં વધુ ખોરાકને કારણે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે અને લોહીમાં શર્કરાના સ્તરમાં સુધારો થાય છે તે વચ્ચે ચોક્કસ સંબંધ છે. ઉંદરના વિવિધ પરીક્ષણોએ દર્શાવ્યું છે કે સાબુદાણામાં અમીલોઝનું પ્રમાણ વધુ હોવાને કારણે સાબુદાણા ખવડાવેલા ઉંદરમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઈડનું પ્રમાણ ઓછું હોય છે. એમીલોઝ એ કાર્બોહાઇડ્રેટ છે જેમાં ગ્લુકોઝની લાંબી લિનયર ચેઇન હોય છે જેને પચવામાં સમયની જરૂર હોય છે. પાચન ઘીમુ હોવાથી, પાચન પર બ્લડ સુગરના સ્તરમાં વધારો થવાનો દર પણ ધીમો છે,”

સાબુદાણા કેટલા ખાવા જોઈએ?
ગોયલના જણાવ્યા મુજબ, કારણ કે તે અનાજની સમકક્ષ છે અને આશરે 25 ગ્રામની સેવા 100 કેલરી પૂરી પાડે છે, તેથી કોઈ તેને અનાજની સેવાની જગ્યાએ લઈ શકે છે. ગોયલે કહ્યું હતું કે, “તેનું વધારે સેવન ન કરવું કારણ કે તેમાં મુખ્યત્વે કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. તેથી, આહારને વધુ સંતુલિત બનાવવા માટે અન્ય અનાજ અને કઠોળનો પણ સમાવેશ કરો,”
અહીં ગોયલની રેસીપી છે.
આ પણ વાંચો: હેલ્થ ટિપ્સ: આંખોની સંભાળ રાખવા અને દબાણ ઘટાડવાના આ 3 ઉપાય અપનાવો
સાબુદાણા વડા
સામગ્રી
- 1/2 કપ – સાબુદાણા
- 2 – મોટા બટાકા, બાફેલા
- 1/4 કપ – મગફળી, શેકેલી અને છીણીને
- 1 ટીસ્પૂન – તલ
- 1 – લીલું મરચું, ઝીણું સમારેલ
- 1/2 ટીસ્પૂન – છીણેલું આદુ
- 1 1/2 ચમચી – કોથમીર, બારીક સમારેલી
- 1/2 ટીસ્પૂન – જીરું
- 1/4 ચમચી – ગરમ મસાલા પાવડર
- 1 ચમચી – લીંબુનો રસ
- 1 ચમચી – ખાંડ (વૈકલ્પિક)
મીઠું
તેલ
1/3 કપ પાણી (સાબુદાણા પલાળવા માટે)
મેથડ :
- સાબુદાણાને ધોઈને 1/3 કપ પાણીમાં 2 1/2 કલાક પલાળી રાખો.
- તેને ચાળણીમાં મૂકો, વધારાનું પાણી કાઢી લો અને 1 1/2 કલાક માટે બાજુ પર રાખો. આ પ્રક્રિયા તેમને નોન-સ્ટીકી બનાવશે.
- એક મોટા બાઉલમાં બાફેલા બટાકાને છોલીને છીણી લો.
- છીણેલા સાબુદાણા, છીણેલી મગફળી, તલ, લીલા મરચાં, આદુ, ધાણાજીરું, જીરું, ગરમ મસાલા પાવડર, લીંબુનો રસ, ખાંડ અને મીઠું ઉમેરો.
- બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને મિશ્રણની જેમ નરમ કણક બનાવો.
- તેને લીંબુની જેમ 12 સરખા કદના ભાગોમાં વહેંચો. તેમને બોલનો ગોળ આકાર આપો અને તમારી હથેળીઓ વચ્ચે થોડું દબાવો અને પેટીની જેમ ચપટી કરો. જો મિશ્રણ ચીકણું હોય, તો પછી તમારી હથેળીઓને થોડી માત્રામાં તેલથી ગ્રીસ કરો.
- ડીપ ફ્રાઈંગ માટે મધ્યમ તાપ પર ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરો. જ્યારે તે મધ્યમ ગરમ હોય, ત્યારે તેમાં ધીમે ધીમે 3-4 પેટીસ સ્લાઈડ કરો. જ્યારે ટોચની સપાટી આછો બ્રાઉન થઈ જાય, ત્યારે તેને પલટાવી અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો. તૈયાર સાબુદાણાના વડાને નીતારી લો અને પ્લેટમાં ટ્રાન્સફર કરો. બાકીના વડાઓને ડીપ ફ્રાય કરો. ક્રિસ્પી સાબુદાણા વડા તૈયાર છે; તેમને આમલીની ચટણી, મસાલેદાર લીલી ચટણી અને દહીં સાથે ગરમા-ગરમ સર્વ કરો.
આ એકમાત્ર વાનગી નથી કે અનુષ્કાએ શેર કરી હોય, અગાઉ, અભિનેત્રીએ નવરાત્રી અષ્ટમી પર પુરી અને કાલા ચણાનો આનંદ માણતી ઝલક પણ શેર કરી હતી.

અગાઉ, તેણે ગુડી પડવા પર તેની માતાની મહારાષ્ટ્રીયન-ખાસ પુરણપોળીની તસવીર પણ શેર કરી હતી. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કર્યું હતું કે, “મારી માતાએ ટ્રાય કરી મહારાષ્ટ્રીયન વાનગી.”
ડિક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો,
‘Time to devour’: Anushka Sharma seems to be a fan of sabudana vada; know the benefits