છવી મિત્તલનું ગયા વર્ષે એપ્રિલમાં બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું હતું અને છવિએ જીવલેણ રોગ સામે વિજય મેળવ્યો હતો, તે નિયમિતપણે સોશિયલ મીડિયા પર તેની રીકવરીની જર્નીથી તેના રોજના હેલ્થ અને ફિટનેસ સુધી,કેન્સર પછીની તેના જીવન વિશેની અપડેટ્સ શેર કરે છે. તેણે તાજેતરમાં તેના ફોલૉઈન્ગ ને ટેટૂ સલૂનમાં જઈ 5 ટેટુ પડાવા વિષે જણાવું હતું.
તેના સ્તન કેન્સરની જર્નીને માન આપતા, છવીએ તેની પીઠ પર ગુલાબી રિબનની શાહી લગાવી હતી . તેના વિશે વાત કરતાં, છવિએ કહ્યું હતું કે , “આ એક ગુલાબી રિબન છે, જે સ્તન કેન્સર માટે વપરાય છે. મેં રિબન પર ‘યોદ્ધા’ લખેલું છે કારણ કે હું યોદ્ધા છું. મેં આ રિબન પર મારી સર્જરીની તારીખ પણ લખી છે.”
આ પણ વાંચો: ફિટનેસ :મિલિંદ સોમન કહે છે, ‘જ્યારે રનિંગની વાત આવે છે, ત્યારે કોઈ પણ જગ્યા યોગ્ય છે’
તેણે આગળ કહ્યું હતું કે, “મારુ આ ટેટૂ કરાવવાનું કારણ એ છે કે મને લાગે છે કે સ્તન કેન્સરની આખી સફર કાયમ માટે મારા જીવનનો એક ભાગ બની જશે. અને, હું મારી જીતની ઉજવણી કરવા માંગતી હતી.”
છવીએ કહ્યું કે આપણા ટેટૂઝ રેન્ડમ ન હોવા જોઈએ. “ટેટૂઝ માટે ઘણું વિચારવું જોઈએ કારણ કે તે અત્યંત વ્યક્તિગત છે. તમે જ તમારા ટેટૂનું મહત્વ નક્કી કરી શકો છો. તેથી, મેં મારા તમામ ટેટૂઝ પર ખૂબ જ કાળજીપૂર્વક નિર્ણય કર્યો છે કારણ કે તે હું કોણ છું તે વ્યાખ્યાયિત કરે છે.
છવિએ તેના પગની ઘૂંટી પર એક બીજું ટેટૂ બનાવ્યું હતું. તેણે શેર કર્યું હતું કે, “આ ટેટૂ મને દુષ્ટ આંખોથી બચાવશે. 999 એ એક દેવદૂત નંબર છે જે જીવનમાં નવી શરૂઆત દર્શાવે છે. 333, બીજી બાજુ, તેનો અર્થ એ છે કે તમે સાચા માર્ગ પર છો, અને ઉમેર્યું કે તેની આંગળીઓ પરના નવા ટેટૂઝ તેના જન્મની નિશાની, પ્રેમ, આરોગ્ય અને ઉપચાર દર્શાવે છે, અને વાક્ય છે કે ‘જ્યાં ઇચ્છા છે, ત્યાં છે કોઈ એક રસ્તો જરૂર છે.’
આ પણ વાંચો: હેલ્થ ટિપ્સ: શું સામાન્ય શરદી બાળકોને COVID સામે લડવા રોગપ્રતિકારક શક્તિ આપી શકે?
છવીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, “મેં 6 ટેટૂ કરાવ્યા છે અને બીજા 5 પણ છે. ટેટુ કરાવવુંએ ખૂબ જ વ્યક્તિગત પસંદગી છે અને મને લાગે છે કે ટેટૂએ કાં તો તમને વ્યાખ્યાયિત કરવું જોઈએ અથવા કોઈ સ્ટોરી કહેવી જોઈએ. તેમ છતાં, તમારે અને ફક્ત તમારે જ નક્કી કરવું જોઈએ કે તમે તમારા શરીર પર કયું ટેટૂ કરાવવા માંગો છો.”