scorecardresearch

હેલ્થ ટિપ્સ: શું સામાન્ય શરદી બાળકોને COVID સામે લડવા રોગપ્રતિકારક શક્તિ આપી શકે?

SARS-CoV-2 ક્રોસ-રિએક્ટિવ ટી કોષો OC43-વિશિષ્ટ મેમરી ટી કોશિકાઓની ફ્રીક્વન્સી સાથે જોડાયેલા હતા, જે પુખ્ત વયના લોકો કરતા બાળકોમાં વધુ હતા.

T cells previously activated by a coronavirus that causes the common cold recognise SARS-CoV-2 (the virus that causes COVID) in children.
સામાન્ય શરદીનું કારણ બનેલા કોરોનાવાયરસ દ્વારા અગાઉ સક્રિય કરાયેલા T કોષો બાળકોમાં SARS-CoV-2 (વાયરસ જે કોવિડનું કારણ બને છે) ઓળખે છે.

પુખ્ત વયના લોકોની સરખામણીમાં બાળકોને કોવિડ ગંભીર રીતે અસર કરી શકતું નથી તે વિષે કોઈ સ્પષ્ટ પુરાવો નથી. કેટલાક લોકોએ સૂચવ્યું છે કે તે એટલા માટે હોઈ શકે છે કારણ કે બાળકોને ટાઈપ 2 ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા રોગો થવાની સંભાવના ઓછી હોય છે, જે રોગો ગંભીર COVID સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે. અન્ય લોકોએ સૂચવ્યું છે કે તે બાળકોમાં ACE2 રીસેપ્ટર્સમાં તફાવતને કારણે હોઈ શકે છે , ACE2 રીસેપ્ટર્સ એ માર્ગ છે જેના દ્વારા વાયરસ આપણા કોષોમાં પ્રવેશ કરે છે.

કેટલાક વૈજ્ઞાનિકોએ એવું પણ સૂચવ્યું છે કે પુખ્ત વયના લોકોની સરખામણીમાં બાળકોમાં કોવિડ સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ વધુ હોય છે. ખાસ કરીને, આ રોગપ્રતિકારક શક્તિ કોમન કોલ્ડ દ્વારા પેદા થતી મેમરી ટી કોશિકાઓ (રોગપ્રતિકારક કોષો કે જે તમારા શરીરને આક્રમણ કરતા જંતુઓને યાદ રાખવામાં અને તેનો નાશ કરવામાં મદદ કરે છે) માંથી આવે હોવાનું માનવામાં આવે છે, જેમાંથી કેટલાક કોરોનાવાયરસને કારણે થાય છે.

તાજેતરના અભ્યાસમાં આ સિદ્ધાંતને ટેસ્ટ માટે મૂક્યો છે. અમને જાણવા મળ્યું છે કે કોરોનાવાયરસ દ્વારા અગાઉ એકટીવ કરાયેલા T કોષો જે સામાન્ય શરદીનું કારણ બને છે તે બાળકોમાં SARS-CoV-2 (વિષાણુ જે કોવિડનું કારણ બને છે) ઓળખે છે. (અને આ પ્રતિભાવો વય સાથે ઘટતા ગયા હતા.)

આ પણ વાંચો: બ્યુટી ટિપ્સ: વાળ ખરતા અટકાવવા માટે આ આર્વેયુદિક હેરકેર ટિપ્સ અપનાવો

પેંડેમીકની શરૂઆતમાં, વૈજ્ઞાનિકોએ એવા લોકોમાં SARS-CoV-2 ને ઓળખવામાં સક્ષમ મેમરી T કોષોની હાજરીનું અવલોકન કર્યું કે જેઓ ક્યારેય વાયરસના સંપર્કમાં આવ્યા ન હતા. આવા કોષોને ઘણીવાર ક્રોસ-રિએક્ટિવ ટી કોશિકાઓ કહેવામાં આવે છે, કારણ કે તે SARS-CoV-2 સિવાયના અન્ય પેથોજેન્સને કારણે થયેલા પહેલાના ચેપથી ઉદ્ભવે છે. સંશોધનોએ સૂચવ્યું છે કે આ કોષો કોવિડ સામે થોડું રક્ષણ પૂરું પાડી શકે છે અને કોવિડ રસીઓ માટેના પ્રતિભાવોને પણ વધારી શકે છે.

અમે (રીસચર્સ) શું કર્યું?

અમે બાળકોના લોહીના નમૂનાઓનો ઉપયોગ કર્યો હતો, પેડેમિક પહેલા બે વર્ષની ઉંમરે અને પછી ફરીથી છ વર્ષની ઉંમરે નમૂના લેવામાં આવ્યા હતા. અમે પુખ્ત વયના લોકોનો પણ સમાવેશ કર્યો હતો, જેમાંથી કોઈને અગાઉ SARS-CoV-2 નો ચેપ લાગ્યો ન હતો.

આ લોહીના નમૂનાઓમાં, અમે સામાન્ય શરદી (OC43 કહેવાય છે) નું કારણ બને છે તેવા કોરોનાવાયરસમાંથી એક માટે વિશિષ્ટ T કોશિકાઓ અને SARS-CoV-2 સામે પ્રતિક્રિયા આપતા T કોષો માટે જોયા હતા.

અમે હાઇ ડાઈમેન્સિવ ફલૉ પ્રવાહ સાયટોમેટ્રી નામની અદ્યતન તકનીકનો ઉપયોગ કર્યો હતો, જેણે અમને T કોષોને ઓળખવા અને તેમની સ્થિતિને નોંધપાત્ર રીતે દર્શાવવામાં સક્ષમ કર્યા હતા. ખાસ કરીને, અમે OC43 અને SARS-CoV-2 સામે ટી કોશિકાઓની રિએકટીવીટી જોઈ હતી.

અમે શોધી કાઢ્યું કે SARS-CoV-2 ક્રોસ-રિએક્ટિવ ટી કોષો OC43-વિશિષ્ટ મેમરી ટી કોશિકાઓની ફ્રીક્વન્સી સાથે જોડાયેલા હતા, જે પુખ્ત વયના લોકો કરતા બાળકોમાં વધુ હતા. ક્રોસ-રિએક્ટિવ ટી સેલ પ્રતિભાવ બે વર્ષની વયના બાળકોમાં સ્પષ્ટ હતો, છ વર્ષની ઉંમરે સૌથી મજબૂત, અને પછીથી વધતી ઉંમર સાથે નબળા પડી ગયા હતા.

અમે ખાતરીપૂર્વક જાણતા નથી કે આ T કોષોની હાજરી કોવિડ સામે રક્ષણ પૂરું પડે છે, પરંતુ આ હાલની રોગપ્રતિકારક શક્તિ, જે પ્રારંભિક જીવનમાં ખાસ કરીને બળવાન જણાય છે, તે સમજાવવા માટે વિચારી શકાય કે , શા માટે બાળકો કોવિડ ચેપ ધરાવતા પુખ્ત વયના લોકો કરતાં વધુ સારી રીતે લડી શકે છે.

આ પણ વાંચો: રોડ ટ્રાફિકનો અવાજ હાયપરટેન્શનના જોખમને વધારી શકે છ: અભ્યાસ

કેટલીક મર્યાદાઓ

અમારો અભ્યાસ પુખ્ત વયના (26-83 વર્ષના) અને બે અને છ વર્ષની વયના બાળકોના નમૂનાઓ પર આધારિત છે. અમે અન્ય વયના બાળકોના નમૂનાઓનું એનાલિસિસ કર્યું નથી, જે ઉંમરના તફાવતોને વધુ સમજવા માટે મહત્વપૂર્ણ હશે, ખાસ કરીને તે ધ્યાનમાં લેતા કે બાળકોમાં COVID થી મૃત્યુદર પાંચથી નવ વર્ષની વચ્ચે સૌથી ઓછો છે અને નાના બાળકોમાં વધુ છે. અમારી પાસે 26 વર્ષથી ઓછી ઉંમરના કિશોરો અથવા પુખ્ત વયના લોકોના નમૂના પણ નથી.

વધુમાં, અમારા અભ્યાસે લોહીમાં ફરતા ટી કોશિકાઓની તપાસ કરી હતી. પરંતુ રોગપ્રતિકારક કોષો શરીરના અન્ય ભાગોમાં પણ જોવા મળે છે. તે નક્કી કરવાનું બાકી છે.

Web Title: Children and covid immunity t cells common cold ace2 receptors in children health tips awareness ayurvedic life style

Best of Express