મિલિંદ સોમન દ્રઢપણે માને છે કે આળસ સામે લડવા અને ફિટ રહેવા માટે દરેક વ્યક્તિએ પોઝિટિવ માનસિકતાની રાખવાની જરૂર છે. તેને ધ્યાનમાં રાખીને, સોમને ફરી એકવાર તે જ સાબિત કર્યું કે તમે કોઈપણ જગ્યા કે કોઈપણ સમયે તમારા સ્વાસ્થ્ય માટે વિચારી શકો અને ફૉલ્લો કરી છો. હાલમાં માલ્ટામાં, 57 વર્ષીય સોમને,ઇન્સ્ટાગ્રામ પર એક પ્રેરણાત્મક નોટ શેર કરી હતી.
સોમને કહ્યું હતું કે, “સુંદર સ્થળોએ દોડવું ગમે છે”વાસ્તવમાં,જ્યારે દોડવાની વાત આવે છે,ગમે તે જગ્યા યોગ્ય હોય છે.”
સોમને લખ્યું હતું કે, “ગઈકાલે માલ્ટામાં પહોંચ્યા પછી @ankita_earthy સાથે 12k સમુદ્ર કિનારે #fightlazy સુધી દોડ્યો હતો. આટલો સુંદર દેશ છે, અને હવામાન એકદમ પરફેક્ટ છે.”
તમારે શા માટે દોડવું જોઈએ?
તમારા કાર્ડિયો રેસ્પિરેટરી હેલ્થને સુધારવા માટે સારી કસરત જરૂરી છે પરંતુ, ફિટપથશાલાના સહ-સ્થાપક રચિત દુઆએ કહ્યું કે આ કસરત(દોડવા) કરવા માટે કોઈને કોઈ સાધનની અથવા મોટી યોગ્ય જગ્યાની જરૂર નથી.
આ પણ વાંચો: હેલ્થ ટિપ્સ: શું સામાન્ય શરદી બાળકોને COVID સામે લડવા રોગપ્રતિકારક શક્તિ આપી શકે?
ધ બોડી સાયન્સ એકેડમી, નોઈડાના સહ-સ્થાપક વરુણ રતન સંમત થયા અને કહ્યું કે આ કસરત તેની સમય-કાર્યક્ષમતા અને સગવડતા માટે સ્વીકાર્ય છે. રતને indianexpress.com ને જણાવ્યું હતું કે, “તે ચાલવા કરતાં વધુ ઊર્જા માંગે છે, અને સરેરાશ 65 કિલો વજન ધરાવનાર વ્યક્તિ દોડતી વખતે લગભગ 14 કેલરી પ્રતિ મિનિટ બર્ન કરી શકે છે. જ્યારે દોડવાની વાત આવે છે, ત્યારે તેમાં ફક્ત તમારા પગ જ સામેલ નથી, પરંતુ તમારા સમગ્ર શરીરમાં બધાજ સ્નાયુ સામેલ છે. મૂડ સ્વિંગ સહિત વિવિધ સાઈકોલોજિકલ કન્ડિશન્સને મેનેજ કરવાની તે એક સારો ઉપાય છે.”
આ પણ વાંચો: રોડ ટ્રાફિકનો અવાજ હાયપરટેન્શનના જોખમને વધારી શકે છ: અભ્યાસ
કેટલું દોડવું વધારે કહેવાય ?
એક્સપેર્ટે ચેતવણી આપી હતી આપી હતી કે, જો તમે નિયમિતપણે દોડતા હોવ, અને જો તમે વધુ દોડશો તો કેટલાક ચેતવણી ચિહ્નો જોશો. આમાં તમારા સાંધા અથવા સ્નાયુઓમાં સતત દુખાવો, વારંવાર ઇજાઓ, વધુ વખત બીમાર પડવું અને સતત થાક પણ અનુભવી શકો છો.
એક્સપેર્ટે કહ્યું હતું કે, “તમે ફરીથી પેવમેન્ટ પર જાઓ તે પહેલાં તમારી જાતને આરામ કરવા અને સ્વસ્થ થવા માટે પૂરતો સમય આપવો મહત્વપૂર્ણ છે.
એક્સપેર્ટે ઉમેર્યું હતું કે, ”કોઈપણ નવી કસરત શરૂ કરતા પહેલા તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો તમને હાર્ટ અથવા ઓર્થોપેડિક સમસ્યાઓ હોય અથવા હાલમાં વધારે વજન હોય, તો દોડવા કરતાં ચાલવું એ તમારા માટેવધુ સારું રહેશે.”