scorecardresearch

BF.7 અને BA.5.2: ચીનમાં ઓમિક્રોન સબ-વેરિઅન્ટ્સનો છવાયો આંતક

Covid BF.7 variant : ભારતમાં કોવિડ BF.7 વેરિએન્ટનું (Covid BF.7 variant) જોખમ ઓછું છે,આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ અગાઉ જણાવ્યા અનુસાર જાન્યુઆરીમાં ચેપની સંખ્યામાં વધારો થઈ શકે છે, પરંતુ ભારતમાં 90% થી વધુ વસ્તીને કોવિડની રસીના ઓછામાં ઓછા બે ડોઝ મળ્યા હોવાથી, હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુમાં વધારો થવાની સંભાવના નથી.

BF.7 અને BA.5.2: ચીનમાં ઓમિક્રોન સબ-વેરિઅન્ટ્સનો છવાયો આંતક
ચાઇનીઝ વૈજ્ઞાનિકો સાથેની બેઠક બાદ, WHOના ટેકનિકલ સલાહકાર જૂથ ઓન વાયરસ ઇવોલ્યુશન (TAG-VE) એ પુષ્ટિ કરી કે ચીનમાં સ્થાનિક કેસો ઓમિક્રોનના BF.7 અને BA.5.2 પેટા પ્રકારોને કારણે થયા છે. (ફાઇલ)

 Anonna Dutt : ચીને ડિસેમ્બરની શરૂઆતમાં તેની ‘ઝીરો-કોવિડ’ નીતિને હટાવી હતી ત્યારથી કોવિડ કેસોમાં, હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુદરમાં વધારો થવાના અહેવાલો છે. દેશએ ડેટા રિલીઝ કર્યા નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું છે કે દેશમાંથી પ્રકાશિત થઈ રહેલા ડેટા રોગની અસરને ઓછી દર્શાવી રહ્યા છે.

સાર્વજનિક રૂપે ઉપલબ્ધ ડેટાના અભાવથી, WHO એ ચાઇનીઝ વૈજ્ઞાનિકો સાથેની મીટિંગ પછી આ અઠવાડિયાની શરૂઆતમાં જણાવ્યું હતું કે સ્થાનિક ચેપ મુખ્યત્વે SARS-CoV-2 ના ઓમિક્રોન વેરિઅન્ટના બે પેટા પ્રકારો BF.7 અને BA.5.2. દ્વારા સંચાલિત હતા.

ચાઇનીઝ વૈજ્ઞાનિકો સાથેની બેઠક પછી, WHOના ટેકનિકલ સલાહકાર જૂથ ઓન વાયરસ ઇવોલ્યુશન (TAG-VE) એ કહ્યું હતું કે ચીનમાં સ્થાનિક કેસો ઓમિક્રોનના BF.7 અને BA.5.2 સબ વેરિએન્ટને કારણે થયા છે.

આ પણ વાંચો: Russia Ukraine war : રશિયામાં શા માટે 7 જાન્યુઆરીએ ક્રિસમસનો તહેવાર ઉજવાય? કારણ જાણી આશ્ચર્ય થશે

TAG-VE નિવેદન બે ડેટાસેટ્સના વિશ્લેષણ પર આધારિત હતું: 1 ડિસેમ્બર, 2022 થી દેશ દ્વારા 2,000 જીનોમ અને ચાઇનીઝ સંશોધકો દ્વારા સંચાર કરવામાં આવ્યો, અને મેઇનલેન્ડ ચાઇનામાંથી 773 સિક્વન્સ જે વૈશ્વિક ડેટાબેઝ GISAID પર ઉપલબ્ધ છે.

આ બે વેરિએન્ટ ચીન દ્વારા શેયર થેયલ સ્થાનિક ચેપના 2,000 જીનોમમાંથી 97.5% હિસ્સો ધરાવે છે.

TAG-VE દ્વારા અભ્યાસ કરવામાં આવેલ GISAID પરના 773 જિનોમ સિક્વન્સમાંથી, 564 ડિસેમ્બર 1 પછીના હતા. તેમાંથી, માત્ર 95 સ્થાનિક રીતે હસ્તગત તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા – આમાંથી 95% નમૂનાઓ BF.7 અને BA.5.2 ટાઈપ્સના હતા.

TAG-VE એ જણાવ્યું હતું કે, સંશોધન વૈશ્વિક ડેટાબેઝમાં સબમિટ કરવામાં આવેલા ચીનના પ્રવાસીઓના જિનોમને પણ સંબંધિત છે.

આપણે આ બે વેરિએન્ટ વિશે શું જાણીએ છીએ?

જૂન 2020 સુધીમાં કેટલાક સેમ્પલમાં ઓમિક્રોનનું BA.5.2 સબ-વેરિઅન્ટ મળી આવ્યું હતું, જો કે, તે જુલાઈ 2022 માં જ કેસો આવવાનું શરૂ થયું હતું અને, તેના પેરેન્ટ વરિએન્ટ BA.5 સાથે ઝડપથી ફેલાઈ ગયું અને કેટલાક દેશોમાં વેરિએન્ટને બદલી નાખ્યું હતું. તેમ છતાં, તે ગંભીર પરિણામોનું જોખમ ધરાવતું નથી.

આ પણ વાંચો: Today News Live Updates: અમદાવાદના શાહીબાગના ગ્રીન ઓર્કેડ કોમ્પલેક્સમાં આગ, કિશોરીનું મોત

BF.7 વેરિઅન્ટ પણ એ જ પરિવારનો છે, જે BA.5 માંથી ફેલાયો છે. BF.7 એ BA.5.2.1.7 સમાન છે, જે SARS-CoV-2 ના Omicron વેરિએન્ટ BA.5 નો સબ વેરિએન્ટ જ છે, તે ઓમિક્રોનના 500 થી વધુ સબ વેરિએન્ટનો એક છે જે હાલમાં ફેલાઈ રહ્યો છે.

કેટલાક દેશોમાં BA.5 વેરિઅન્ટ પર સ્થાન મેળવી રહ્યું હતું, અને તેમાં ઉચ્ચ તટસ્થતા પ્રતિકાર હતો. એક અધ્યયનમાં જણાવાયું છે કે તે મૂળ વેરિઅન્ટ કરતાં 4.4 ગણો વધુ તટસ્થતા પ્રતિકાર ધરાવે છે, જેનો અર્થ છે કે તે ચેપ અથવા રોગપ્રતિરક્ષાથી રોગપ્રતિકારક પ્રતિભાવને ટાળવામાં વધુ કાર્યક્ષમ છે.

BF.7 એ કોઈ નવો પ્રકાર નથી જે ચીનમાં ફેલાયો છે, ખરેખર TAG-VE સ્ટેટમેન્ટ મુજબ, ચીનમાંથી કોઈ નવા પ્રકારો અથવા જાણીતા મ્યુટન્ટ બહાર આવ્યા નથી. ચીનમાં હાલના ઉછાળા પહેલા અન્ય દેશોમાંથી તે નોંધવામાં આવ્યું છે – BF.7 એ ઓક્ટોબરમાં યુએસ કેસોમાં 5% અને યુકેના 7.26% કેસ માટે જવાબદાર છે.

ચીન સિવાયના અન્ય દેશોમાં કે જ્યાં લોકોએ આ વેરિએન્ટ જોયો છે ત્યાં કેસો અથવા હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં વધારો નોંધાયો નથી.

શું આ બે પ્રકાર ભારતમાં જોવા મળે છે?

હા, બંને વેરિઅન્ટ ભારતમાં મળી રહ્યા છે.

BA.5.2:- BA.5.2 ભારતમાં મે 2022માં સૌપ્રથમવાર નોંધવામાં આવ્યો હતો અને તે આગામી બે મહિનામાં દેશમાં ફેલાઈ ગયો હતો. GISAID ડેટાબેઝમાં ભારતમાંથી સૌથી વધુ BA.5.2 સિક્વન્સ જુલાઈ 2022 થી હતા. ભારતમાં આ સમયગાળા દરમિયાન કેસોની સંખ્યામાં થોડો વધારો જોવા મળ્યો હતો. ડિસેમ્બર 2022માં, ભારતના SARS-CoV-2 જીનોમ સિક્વન્સિંગ કન્સોર્ટિયમ INSACOG દ્વારા અનુક્રમિત જીનોમના 6.1%માં BA.5 સબ વેરિએન્ટસ નોંધવામાં આવ્યા હતા.

BF.7: -BF.7 નો પહેલો કેસ સપ્ટેમ્બરમાં નોંધાયો હતો અને પછી નવેમ્બર 2022માં બીજો કેસ નોંધાયો હતો. જો કે, આ વેરિએન્ટ તે સમયે દેશમાં ફેલાયો ન હતો. INSACOG અનુસાર, ડિસેમ્બર 2022માં 2.4% નમૂનાઓમાં BF.7 જોવા મળ્યા બાદ ચીનમાં ઉછાળા પછી વેરિઅન્ટના વધુ કેસો મળી આવ્યા હતા.

24મી ડિસેમ્બરથી ભારતમાં આંતરરાષ્ટ્રીય મુસાફરોનું ટેસ્ટિંગ થઇ રહ્યું છે ત્યારે પ્રવાસીઓના પ્રથમ 40 નમૂનાઓમાં BF.7 નો એક કેસ મળી આવ્યો હતો. પ્રવાસીઓથી અલગ કરાયેલા સૌથી સામાન્ય પ્રકાર એ રિકોમ્બિનન્ટ XBB સબ વેઈરેન્ટ હતો.

શું આ વેરિએન્ટ હોસ્પિટલમાં દાખલ થવા અથવા મૃત્યુનું જોખમ વધારશે?

WHO ના TAG-VE ના અધ્યક્ષ અને અશોકા યુનિવર્સિટીની ત્રિવેદી સ્કૂલ ઑફ બાયોસાયન્સિસના બાયોસાયન્સ અને હેલ્થ રિસર્ચના ડીન ડૉ. અનુરાગ અગ્રવાલે જણાવ્યું હતું કે, “મને નથી લાગતું કે ભારત માટે આ એટલું જોખમ વધારી શકે.

આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે જાન્યુઆરીમાં ચેપની સંખ્યામાં વધારો થઈ શકે છે, પરંતુ ભારતમાં 90% થી વધુ વસ્તીને કોવિડની રસીના ઓછામાં ઓછા બે ડોઝ મળ્યા હોવાથી, હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુમાં વધારો થવાની સંભાવના નથી.

મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, “આપણે સાવધાન રહેવાની જરૂર છે, જો કે, ઘણા નવા વેરિએન્ટની જાણ પણ કરવામાં આવી રહી છે.”

Web Title: Covid bf 7 variant china outbreak zero covid policy cases in india

Best of Express