scorecardresearch

સ્વસ્થ્ય વ્યક્તિનું બ્લડ શુગર લેવલ કેટલું હોવું જોઈએ? જો આ 5 લક્ષણ દેખાય તો સમજો કે તમે ડાયબિટીસનો શિકાર છો

ડાયાબિટીસ મુખ્ય રીતે 3 રીતે થાય છે, ટાઈપ વન ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયબિટીસ અને જેસ્ટેશન ડાયાબિટીસ. ટાઈપ વન ડાયબિટીસને જુવેનાઈલ કહેવાય છે કેમ કે, એ મોટેભાગે 15 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં જોવા મળે છે.

diabetes
ડાયાબિટીસ

ભારતમાં ડાયાબિટીસના 8 કરોડથી વધારે દર્દીઓ છે. આંકડા મુજબ 2045 સુધી આ સંખ્યા વધીને 13.5 કરોડ સુધી પહોંચી શકે છે, ડાયાબિટીસના લીધે બીજી બીમારીઓનું જોખમ ડબલ થઇ ગયું છે. ખાસ કરીને હૃદય અને કિડનીસ સંબંધિત બીમારીઓનું જોખમ વધારે રહે છે.

ડાયાબિટીસના પ્રકાર

ડાયાબિટીસ મુખ્ય રીતે 3 રીતે થાય છે, ટાઈપ વન ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયબિટીસ અને જેસ્ટેશન ડાયાબિટીસ. ટાઈપ વન ડાયબિટીસને જુવેનાઈલ કહેવાય છે કેમ કે, એ મોટેભાગે 15 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં જોવા મળે છે. ટાઈપ 2 ડાયાબિટીસ વધારે ઉંમર ધરાવતા વ્યક્તિઓને થાય છે, જયારે જેસ્ટેશનલ ડાયાબિટીસ પ્રેગ્નેંનેંસી દરમિયાન થાય છે.

દેશના જાણીતા ડાયબિટીસના નિષ્ણાત ડોક્ટર વી. મોહન પોતાના એક વિડીયોમાં કહે છે કે, ડાયબિટીસઆ જેટલા દર્દીઓ છે તેમાં 90% થી વધારે ટાઈપ 2 ડાયાબિટીસની ઝપેટમાં છે.

આ પણ વાંચો: બ્યુટી ટિપ્સ: હેલ્થી અને ગ્લોઈંગ સ્કિન માટે કેટરિના કૈફનું મોર્નીગ રૂટિન કરો ફોલૉ

ડાયબિટીસ થવાનું કારણ:

ડો. વી મોહન કહે છે ટાઈપ 2 ડાયબિટીસનું 2 મુખ્ય કારણ છે, પહેલા જેનેટિક્સ અને બીજું લાઈફ સ્ટાઇલ રિલેટેડ. જો તમારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ રહે છે તો આ વાતની આશંકા વધી જાય છે કે તમે પણ ડાયબિટીસના સંપર્કમાં આવી શકો છો.આ સિવાય જો તમારી ફિઝીકલ એકટીવ નથી, ઓવરવેઇટ કે પછી સ્થૂળતા પણ છે તો પછી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધે છે, સ્થૂળતાનું કારણથી શરીરમાં ઇન્સ્યુલિન રેજીસ્ટેંન્સ પણ થાય છે, જે ટાઈપ 2 ડાયાબિટીસનું કારણ બને છે.

ડાયાબિટીસના લક્ષણો:

વારંવાર તરસ લાગવી
વારંવાર પેશાબ લાગવી
ભૂખ વધારે લાગવી
વધારે થાક લાગવો
ઘાવ રુઝાતા વાર લાગવી
વજન અચાનક ઘટી જવું.

આ પણ વાંચો: સ્ત્રીઓને, આ કારણે યોનિમાં ખંજવાળ આવી શકે છે તેની સારવાર કેવી રીતે કરવી? જાણો અહીં

સામાન્ય લોકોનું બ્લડ સુગર કેટલું હોવું જોઈએ?

રેડક્લિફ લૈબ્સને સંબંધિત ડો. અરવિંદ કુમાર પોતના એક વિડીયોમાં કહે છે કે, એક સામાન્ય વ્યક્તિમાં ફાસ્ટિંગ દરમિયાન ગ્લુકોઝ કે શુગર લેવલ 100 mg/dl હોવું જોઈએ. ફાસ્ટિંગનો મતલબ છે કે ઓછામાં ઓછા 8 કલાકનું ફાસ્ટિંગ કરવુ. કોઈ પણ સામાન્ય વ્યક્તિને, પછી તે કોઈ પણ ઉંમરનો હોય, શુગર લેવલનો આ ટાર્ગેટ છે.

બીજી બાજુ છે પોસ્ટપ્રાડીયલ બ્લડ સુગર એટલે કે જમ્યાના 2 કલાક પછી સુગર લેવેલ જે 140 mg/dl સુધી ઓછું હોવું જોઈએ. આ સિવાય 2-3 મહિનાનું સામાન્ય શુગર લેવલ, જેને hbalc ટેસ્ટ કરાવે છે તો તેની રેન્જ 5.7 % સુધી હોવી જોઈએ.

ડો. અરવિંદ કહે છે કે, ઘણા ડોક્ટર ગ્લુકોઝ ટોલરેંસ ટેસ્ટ પણ કરાવે છે, તેમાં દર્દીઓને 75 ગ્રામ ગ્લુકોઝ અપાય છે, આ સિવાય પહેલા બ્લડ સેમ્પલ લે છે, જેને ફાસ્ટિંગ સેપમ્લ કહે છે, આ વેલ્યુ 100 mg/dl થી હોવું જણાય છે.

ડાયબિટીસ દર્દીઓનું બ્લડ સુગર લેવલ કેલતું હોવું જોઈએ?

આ તો થઇ સામાન્ય લોકોની વાત જેને કોઈ બીમારી નથી. ડો. અરવિંદ કહે છે કે સામાન્ય વ્યક્તિઓની સરખામણી માં ડાયાબિટીસના દર્દીઓના ટાર્ગેટ અલગ છે, ડાયબિટીસના દર્દીઓમાં ફાસ્ટિંગ શુગર લેવલ 80-130 mg/dl ની વચ્ચે હોવું જોઈએ, આ રીતે જમ્યા પછી એટલે કે પોસ્ટપ્રાડીયલ બ્લડ શુગર વધુમાં વધુ 180 mg/dl હોવું જોઈએ, આ રીતે hbalc ની રેન્જ મેક્સિમમ 7% હોવી જોઈએ.

Web Title: Diabetes what it is type symptoms causes treatment health tips awareness ayurvedic life style

Best of Express