Fatty Liver: પેટ અને પગમાં જોવા મળે ફેટી લિવરના આ બે ચેતવણી ચિહ્નો, જાણો કેવી રીતે ઓળખશો

ફેટી લીવર રોગથી સૌથી મોટી રોકથામ એ સમયસર સારવાર છે. જો ફેટી લીવર રોગની સમયસર સારવાર ન કરવામાં આવે તો આ રોગના લક્ષણો જીવલેણ બની શકે છે.

ફેટી લીવર રોગથી સૌથી મોટી રોકથામ એ સમયસર સારવાર છે. જો ફેટી લીવર રોગની સમયસર સારવાર ન કરવામાં આવે તો આ રોગના લક્ષણો જીવલેણ બની શકે છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update

Fatty liver disease : હૃદય અને મગજની જેમ લીવર પણ શરીરનો મહત્વનો ભાગ છે. જેનું મુખ્ય કાર્ય એલબ્યુમિનનું ઉત્પાદન કરે છે. એલબ્યુમિન એક પ્રોટીન છે જે રક્તપ્રવાહમાં તરલ પદાર્થની આસ-પાસના ઉત્સેચકોને લીક થવાથી રોકે છે. પિત્તની ઉત્પાદન કરવું, આ તરલ પદાર્થ નાના આંતરડામાં પાચન અને ફેટનું શોષણ કરવામાં મહત્વપૂર્ણ છે. લીવરનું કામ લોહીને ફિલ્ટર કરવું અને એન્ઝાઇમને સક્રિય બનાવી રાખવી, ગ્લાઈકોજન, વિટામિન અને ખનીજો સ્ટોર કરવા વગેરે છે. શરીરમાં સૌથી મોટું અવયવ હોવાથી લિવરને ઘણી ભૂમિકાઓ નિભાવી પડે છે.

Advertisment

શરીરના આ જરુરી અવયવની સાર સંભાળ રાખવી જરૂરી છે.લીવરનું સમસ્યાઓમાં ફેટી લીવરની બીમારી સૌથી મોટી સમસ્યાઓમાં ની એક છે. આ બીમરીના લક્ષણોની સમયસર ઓળખ થઈ જાય તો ઘણાં જોખમોથી બચી શકાય છે. પેટ અને પગમાં ફેટી લીવરના ૨ વોરનિંગ સાઇન પહેલાં દેખાય છે.જો લક્ષણો ની ઓળખ ન થાય તો ગંભીર સ્થિતિથી બચી શકાય છે. આવો જાણીએ તેના લક્ષણો વિશે,

આ પણ વાંચો: Turmeric Milk Benefits: શિયાળામાં કેમ કરવું જોઈએ હળદર વાળા દૂધનું સેવન? જાણો અહીં

ફેટી લીવરનું કારણ શું છે:

જ્યારે યકૃતમાં વધુ પડતી ચરબી જમા થાય છે ત્યારે ફેટી લિવર રોગ થાય છે. ફેટી લીવર ઘણા કારણોથી થઈ શકે છે, જેમાંથી સૌથી સામાન્ય દારૂનું વધુ પડતું સેવન છે. આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ દારૂના વધુ પડતા સેવનથી થાય છે. આલ્કોહોલિક પીણાં તમારા લીવરને તોડવાને બદલે વધુ ચરબી બનાવે છે.

Advertisment

નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (એનએએફએલડી) એ અન્ય પ્રકારનો ફેટી લિવર રોગ છે, જે મુખ્યત્વે સ્થૂળતા, પ્રકાર 2 ડાયાબિટીસ, ઇન્સ્યુલિન પ્રતિકાર, લોહીમાં ચરબીનું ઉચ્ચ સ્તર (ટ્રાઇગ્લિસરાઇડ્સ) અને મેટાબોલિક સિન્ડ્રોમ જેવા પરિબળો સાથે સંકળાયેલું છે. કારણ. ઉંમર, આનુવંશિકતા, અમુક દવાઓ અને ગર્ભાવસ્થા ફેટી લીવર રોગ માટે અન્ય જોખમી પરિબળો છે.

આ પણ વાંચો: Blood Pressure: આ 5 મસાલા કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં અસરકારક, જાણો અહીં

ફેટી લીવર તમારા પગ અને પેટને અસર કરી શકે છે:

ફેટી લીવર રોગથી સૌથી મોટી રોકથામ એ સમયસર સારવાર છે. જો ફેટી લીવર રોગની સમયસર સારવાર ન કરવામાં આવે તો આ રોગના લક્ષણો જીવલેણ બની શકે છે. ક્લેવલેન્ડ ક્લિનિકના નિષ્ણાતો માને છે કે જેમ જેમ રોગ વધે છે તેમ તેમ પગ અને પેટમાં કેટલાક લક્ષણો દેખાવા લાગે છે. સતત ચરબી જમા થવાથી અંગોમાં બળતરા થઈ શકે છે. ફેટી લીવર થવાની પગ અને પેટમાં વધારાની સમસ્યાઓ થઈ શકે છે.

ફેટી લીવરની સમસ્યામાં પેટના ઉપરના ભાગમાં જમણી બાજુ દુખાવો થાય છે. દર્દીને ભૂખ ઓછી લાગે છે. કેટલાક લોકોનું લીવર ફેટી હોય ત્યારે વજન ઘટે છે. ફેટી લીવર ધરાવતા લોકોના પગમાં થોડો સોજો આવે છે.

health tips