Cooking Tips: ઓછા તેલમાં ભોજન કેવી રીતે બનાવવું? શેફ રણવીર બ્રારે જણાવી સીક્રેટ કુકિંગ ટીપ્સ

Less Oil Cooking Tips By Chef Ranveer Brar : ભોજનમાં તેલનું પ્રમાણ મર્યાદિત હોવું જોઇએ, નહીત્તર સ્થૂળતા અને હૃદય સંબંધિત બીમારી થઇ શકે છે. પ્રખ્યાત શેફ રણવીર બ્રારે ઓછા તેલમાં ભોજન બનાવવાની સીક્રેટ કુકિંગ ટીપ્સ આપી છે, જે તમારે જરૂર ટ્રાય કરવી જ જોઇએ.

Less Oil Cooking Tips By Chef Ranveer Brar : ભોજનમાં તેલનું પ્રમાણ મર્યાદિત હોવું જોઇએ, નહીત્તર સ્થૂળતા અને હૃદય સંબંધિત બીમારી થઇ શકે છે. પ્રખ્યાત શેફ રણવીર બ્રારે ઓછા તેલમાં ભોજન બનાવવાની સીક્રેટ કુકિંગ ટીપ્સ આપી છે, જે તમારે જરૂર ટ્રાય કરવી જ જોઇએ.

author-image
Ajay Saroya
New Update
chef ranveer brar cooking tips | cooking tips | Less Oil cooking tips

Less Oil Cooking Tips BY Chef Ranveer Brar : ઓછા તેલમાં ભોજન બનાવવા શેફ રણવીર બ્રારની કુકિંગ ટીપ્સ. Photograph: (Canva/ Social Media)

Less Oil Cooking Tips By Chef Ranveer Brar : ભોજન બનાવવા તેલ વપરાય છે. વધારે તેલ વાળું ભોજન ખાવાથી શરીરમાં ચરબી જમા થવા લાગે છે, જેનાથી સ્થૂળતા અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારી થવાનું જોખમ રહે છે. આવી સ્થિતિમાં ઓછા તેલમાં ભોજન બનાવવું જોઇએ. જો કે ઘણા લોકો ઓછા તેલમાં ભોજન કેવી રીતે બનાવવું તે વિશે મૂંઝવણ અનુભવે છે. પ્રખ્યાત સેફ રણવીર બ્રારે ઓછા તેલમાં ભોજન બનાવવાની ટીપ્સ આપી છે, જે તમારા ઘરે જરૂર ટ્રાય કરવી જોઇએ.

Advertisment

નાના વાસણમાં તેલ રાખો

ઓછા તેલમાં ભોજન બનાવવા માટે સૌપ્રથમ નાના વાસણમાં તેલ ભરો. નાના ડબ્બામાં ઓછું તેલ સમાય છે, જેનાથી ભોજનમાં વધારે તેલ નાંખવાની આદાત ઓછી થાય છે. મોટા વાસણમાં તેલ રાખવું સરળ હોય છે પરંતુ તેનાથી ઘણી વખત ભોજનમાં વધારે તેલ ઉમેરાઇ જાય છે. આ નાની આદાત તમારા ભોજનમાં તેલનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થશે.

ઓછા તેલમાં તડકો લગાવો

શાક હોય કે દાળ ઓછા તેલમા તડકો લગાવો. દાળ - શાકમાં વઘારો કરવા માટે માત્ર 1 કે 2 ચમચી તેલનો ઉપયોગ કરો. જીરું, રાઇ, મીઠા લીમડાના પાન કે આદુ લસણને સહેજ સાંતળી લો જેથી ભોજન સ્વાદિષ્ટ બને. ઓછા તેલમાં બનેલું ભોજન હૃદય માટે ફાયદાકારક હોય છે. 

વઘારમાં પાણી ઉમેરો

જો શાકમાં વઘાર કરવા માટે વધારે તેલની જરૂર હોય તો તમે એક ટ્રીક અજમાવી શકાય છે. તેલમાં જીરું કે રાઇનો તડકો લગાવો, ત્યારે તેમાં થોડુંક પાણી ઉમેરો અને ત્યારબાદ આદુ, લસણ, ડુંગળી અને અન્ય મસાલા ઉમેરો. આમ કરવાથી વઘારમાં તેલ પણ ઓછું વપરાશે અને ભોજન પણ સ્વાદિષ્ટ બનશે. 

Advertisment

આ પણ વાંચો | ફરસાણવાળા જેવી તીખી સેવ રેસીપી, બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ

વધારાનું તેલ કાઢી લો

જો શાક બનાવ્યા બાદ ઉપરની તરફ વધાર તેલ તરી રહ્યું હોય તો ચમચ વડે અલગ વાસણમાં કાઢી લો. સામન્ય રીતે ગ્રેવી વાળી સબ્જી બનાવ્યા બાદ તેલ ઉપર તરતું હોય છે. આવું શાક આરોગ્ય માટે હાનિકારક હોય છે. આ તેલનો ઉપયોગ અન્ય દાળ - શાકમાં કરી શકાય છે.

આ પણ વાંચો | ચોખાના લોટના પાપડ બનાવતી વખતે ફાટશે નહીં, જાણો ખીચું બનાવવાની પરફેક્ટ રીત

ઓછા તેલમાં શાક બનાવવા ક્યા વાસણ વાપરવા?

ઓછા તેલમાં શાક બનાવવા માટે નોન સ્ટીક વાસણનો ઉપયોગ કરો, શાકના વઘારમાં ઓછું તેલ વાપરવું. જો શાકમાં વધારે તેલ પડી જાય તો અલગ કાઢી લો. 

આ પણ વાંચો | ગેસ સ્ટવ બર્નર સાફ કરવાની 5 સરળ રીત, નવા જેવા ચમકવા લાગશે

1 દિવસમાં કેટલું તેલ ખાવું જોઇએ?

એક સ્વસ્થ વયસ્ક વ્યક્તિ માટે દરરોજ 3 થી 4 ચમચી તેલ (લગભગ 15 થી 20 મીલી) પુરતું મનાય છે. વધારે તેલ ખાવાથી સ્થૂળતા, હૃદય સંબંધિત બીમારી અને પાચનની સમસ્યા થઇ શકે છે, આથી શરીર સ્વસ્થ રાખવા માટે તેલનું મર્યાદિત સેવન કરવું જોઇએ.

ભોજન રેસીપી જીવનશૈલી