Rice Papad Recipe : ચોખાના લોટના પાપડ બનાવતી વખતે ફાટશે નહીં, જાણો ખીચું બનાવવાની પરફેક્ટ રીત

Chokha Na Lot Na Sarevda Recipe : ચોખાના લોટનું ખીચું બનાવી તેમાંથી પાપડ સેવ બનાવાય છે. ખીચું બનાવવી વખતે બહુ સાવધાની રાખવી જરૂરી છે, નહીત્તર પાપડ બરાબર બનતા નથી. અહીં ચોખાના લોટનું ખીચું અને તેના પાપડ સેવ બનાવવાની પરફેક્ટ રીત જણાવી છે.

Chokha Na Lot Na Sarevda Recipe : ચોખાના લોટનું ખીચું બનાવી તેમાંથી પાપડ સેવ બનાવાય છે. ખીચું બનાવવી વખતે બહુ સાવધાની રાખવી જરૂરી છે, નહીત્તર પાપડ બરાબર બનતા નથી. અહીં ચોખાના લોટનું ખીચું અને તેના પાપડ સેવ બનાવવાની પરફેક્ટ રીત જણાવી છે.

author-image
Ajay Saroya
New Update
rice papad recipe

Chokha Na Lot Na Papad Recipe In Gujarati : ચોખાના લોટના પાપડ એટલે કે સારેવડા બનાવવાન રીત. Photograph: (Social Media)

Chokha Na Lot Na Papad Banavani RitIn Gujarati : ચોખાના પાપડ અને સેવ ખાવામાં સરસ લાગે છે. સામાન્ય રીતે ઉનાળો શરૂ થવાની પહેલા ચોખાના પાપડ સેવ બનાવવામાં આવે છે. બાફેલા ચોખાના લોટને ખીચું કહેવામાં આવે છે. આ ખીચા માંથી મશીન વડે પાપડ અને સેવ બને છે. ઉનાળામાં બનાવેલા પાપડ સેવ આખું વર્ષ ચાલે છે. ખીચીયા પાપડ અને સેવ બનાવવા મુશ્કેલ કામ છે. જો ખીચું બનાવવામાં કોઇ કસર રહી જાય તો પાપડ સેવ બરાબર બનતા નથી.

Advertisment

કેટલાક લોકો ફરિયાદ કરે છે કે પાપડ માટે ચોખાના લોટનં ખીચું બનાવતી વખતે તે વધારે ચીકણું થઇ જાય છે, જેના લીધે વાસણમાં ચોંટી જાય છે. આ મુશ્કેલી દૂર કરવા માટે ચોખાના લોટનું ખીચું બનાવવાની સાચી રીત ખબર હોવી જોઇએ. જો ખીચું પરફેક્ટ રીતે બન્યુ હશે તો પાપડ  અને સેવ પર ક્રિસ્પી બને છે.

ચોખાના લોટનું ખીચું બનાવવા માટે સામગ્રી

  • ચોખાનો લોટ : 2 વાટકી
  • પાણી : 2 વાટકી 
  • મીઠું : સ્વાદ અનુસાર
  • બેકિંગ સોડા : 2 ચમચી
  • અજમો : 2 ચમચી
  • કાળા મરી પાઉડર : 1 ચમચી
  • લીલા મરચાની પેસ્ટ : 2 ચમચી

ચોખાના લોટનું ખીચું બનાવવાની રીત

એક મોટા તપેલામાં 2 વાટકી પાણી ઉકાળો. એકવાતનું ધ્યાન રાખો જેટલી વાટકી ચોખાનો લોટ હોય તેનાથી અઢી ગણું પાણી ગરમ કરવું. 

Advertisment

પાણી ઉકળે પછી તેમા ખાંડેલું અજમો, જીરું, કાળા મરી પાઉડર, લીલા મરચાની પેસ્ટ, બેકિંગ સોડા ઉમેરો સારી રીતે મિક્સ કરો.

આ પણ વાંચો | હોળી પર બનાવો માવા વગરની બરફી, ભેળસેળની ચિંતા મૂકીને મોજથી ખાઓ

હવે ગરમ પાણીમાં ચોખાનો લોટ નાંખો. ધીમે ધીમે લોટ નાંખો અને હલાવતો રહો જેથી લોટમાં ગાંગડા ન પડે. બધો લોટ પાણીમાં ઉમેર્યા બાદ ચમચા કે લાકડા વડે ખીચાને સારી રીતે હલાવી એકદમ ગરમ લોટ જેવો બનાવો. જો શક્ય હોય તો હાથ વડે પણ લોટને મિક્સ કરી શકાય છે. જો તપેલામાં ચોખાનો લોટ ચોંટેલો હોય તો ચમચી વડે ઉખેડી ખીચામાં મિક્સ કરો.

હવે તપેલામાં પાણી ગરમ કરો તેમાં એક સ્ટેન્ડ મૂકી ચોખાના લોટના ખીચાને વરાળમાં બાફો. તેનાથી ખીચું સારી રીતે બફાશે અને નરમ બનશે.

આ પણ વાંચો | એક કિલો માવા બનાવવા કેટલું દૂધ જોઇએ? જાણો ઘરે માવો બનાવવાની સરળ રીત અને સામગ્રી

આ ખીચા માંથી નાના લુઆ બનાવો, પછી પાપડ મશીનમાં દબાવો. ત્યાર બાદ પાપડે તડકામં સુકવવા મૂકો. જો સેવ બનાવવાની હોય તો સંચાની અંદર અને જાળીમાં તેલ લગાવો. તેની અંદર ખીચું ભરી ઢાંકણું બંધ કરી દો. સંચાને ગોળ ફેરવી સેવ પાડો. તેને બે થી 3 દિવસ સુધી કડક તડકામાં સુકવો. પાપડ સેવ બરાબર સુકાયા બાદ તેને હવાચુસ્ત ડબામાં ભરી લો. 

આ પણ વાંચો | ફરસાણવાળા જેવી તીખી સેવ રેસીપી, બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ

ચોખાના લોટનું ખીચું બનાવવાની ટીપ્સ

  • પાપડ માટે ચોખાના લોટનું ખીચું બનાવવા હંમેશા જાડા તળિયા વાળા તપેલાનો ઉપયોગ કરવો જોઇએ. તેનાથી ચોખાનો લોટ ચોંટવાની કે દાઝવાની શક્યતા ઓછી રહે છે. 
  • ગરમ પાણીમાં ચોખાનો લોટ ઉમેરતી વખતે તેને સતત હલાવતા રહો. તેનાથી લોટના ગાંગડા બનશે નહીં અને ચોંટશે પણ નહીં. 
  • ચોખાના લોટનું ખીચું ધીમા તાપે વરાળમાં બાફવું જોઇએ. ખીચું નરમ અને પીચું ન બને ત્યાં સુધી બાફવું જોઇએ. પાપડ અને સેવ બનાવતી વખતે ખીચું બહું ઢીલું કે કડક ન રાખવું. જો ખીચું કડક હશે તો પાપડ ફાટી જશે અને જો વધારે ઢીલું બનશે તો પાપડ બનશે નહીં. 
  • પાપડ સેવને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમા અજમો, જીરું, કાળા મરી પાઉડર, લીલા મરચાની પેસ્ટ પણ ઉમેરી શકાય છે. 
જીવનશૈલી ભોજન રેસીપી