/indian-express-gujarati/media/media_files/2026/02/03/yoga-for-lower-body-fat-loss-2026-02-03-17-01-42.jpg)
Yoga For Lower Body Fat Loss : શરીરની કમર અને સાથળની ચરબી ઘટાડવા માટે યોગાસન Photograph: (Chatgpt)
Yoga Asanas For Waist Thighs Hips Fat Reduce : શરીરનું વજન વધવાથી ઘણી સમસ્યા ઉભી થાય છે. શરીર પર વધારે ચરબી જમા થવાથી દેખાવ ખરાબ થવાની સાથે સાથે બેસવા ઉઠવામાં પણ મુશ્કેલી પડે છે. મોટાભાગના લોકોને કમર અને સાથળ પર ચરબી વધારે હોય છે, જે ઘટાડવી બહુ મુશ્કેલ હોય છે. જો તમે પણ કમર અને સાથળની ચરબીથી પરેશાન છો અને જીમમાં ગયા વગર તે ફેટ ઓછો કરવા વિચારો છો, તમારે આ લેખ જરૂર વાંચો જોઇએ.
યોગગુરુ બાબા રામદેવ શરીર સ્વચ્છ, નીરોગી અને મજબૂત રાખવા માટે યોગાસન કરવાની સલાહ આપે છે. તેમના મતે તમારી શરીરમાં ચરબીને નિયંત્રિત કરવા માટે સવારે ઝડપથી ચાલવું અને થોડો સમય યોગ કરવો જરૂરી છે. ચાલો જાણીએ કમર અને સાથળની ચરબી ઘટાડવા કયા યોગાસન કરવા જોઇએ.
સ્ક્વોટ
સ્ક્વોટ એ એક પ્રકારનો યોગ અભ્યાસ છે, જેમા ઉભા ઉભા નીચે રહેવાની અને તે જ રીતે ફરી ઉભા કરવાની સરળ કસરત છે. આ કસરત સાથળ, જાંઘ અને નિતંબની ચરબી ઓગાળવામાં અસરકારક સાબિત થાય છે. દરરોજ ધીમે ધીમે 50 થી 100 વખત સ્કવોટ કરવા જોઇએ. તેનાથી કમરથી નીચેના ભાગના સ્નાયુઓ મજબૂત થશે અને તમારા નિતંબ અને જાંઘની ચરબી પણ ઓછી થશે. આ યોગાસન કમરની નીચેના ભાગના આકારમાં સુધારો કરે છે, ચયાપચયને વેગ આપે છે, જે ચરબી બર્ન કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
મર્કટાસન
આયુર્વેદિક નિષ્ણાત અને યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું હતું કે કમર, જાંઘ અને નિતંબની ચરબીને નિયંત્રિત કરવા માટે તમારે મર્કટાસન કરવું જોઈએ. આ યોગાસન શરીરને આરામ આપે છે. મર્કટાસન એ એક સરળ છતાં અત્યંત અસરકારક યોગ આસન છે જેમા શરીરને જમણી ડાબુ બાજુ વાળી કરોડરજ્જુ અને કમરને સક્રિય કરવામાં આવે થાય છે. માર્કટાસનમાં શરીરને વાળીને કમર અને નિતંબના સ્નાયુઓ ખેંચવામાં આવે છે. આ ખેંચાણ ફેટ ટિશ્યૂને એક્ટિવ કરે છે, જેના કારણે શરીરના આ ભાગમાં જમા થયેલી ચરબી ધીમે ધીમે ઘટવા લાગે છે.
Rolling Movement Yoga : રોલિંગ મૂવમેન્ટ કરો
આ કસરતમાં હળવે હળવે શરીરની ગુંલાટી મારવાની હોય છે. આ કસરત જાંઘ અને નિતંબની ચરબીને નરમ કરે છે. જ્યારે શરીરને વારંવાર ગુંલાટી કરવામાં આવે છે, ત્યારે જાંઘ અને નિતંબમાં એકઠી થયેલી ચરબી પર હળવું દબાણ આવે છે. આનાથી ચરબીની પેશીઓ ઢીલી પડે છે અને જમા ચરબી ધીમે ધીમે બળવાનું શરૂ કરે છે.
બેસીને કે સુતી વખતે પગને હલાવવાની પ્રેક્ટિસ
સૂતી વખતે અથવા બેસતી વખતે પગને ઉપર અને નીચે કરવા એ થાઇ ચરબી ઘટાડવાની એક સરળ રીત છે. આ કસરત રક્ત પરિભ્રમણમાં પણ સુધારો કરે છે. આ કસરત પગમાં જમા ચરબી અને જડકન દૂર કરવામાં મદદરૂપ થાય છે.
યોગાસન શરીરની ચરબી કેવી રીતે નિયંત્રિત કરે છે?
જર્નલ ઓફ ફિઝિકલ થેરાપી સાયન્સના એક સંશોધન મુજબ, જે લોકો નિયમિત યોગાસન કરે છે તેઓ તેમના શરીરમાં એચડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે અને ટ્રાઇગ્લિસરાઇડ્સ ઘટાડે છે. નીચલા શરીરમાં ચરબી જમા થવાનું મુખ્ય કારણ નબળું રક્ત પરિભ્રમણ અને લસિકા પ્રવાહી બંધ થવું છે.
આ પણ વાંચો | બ્રશ માટે કેટલી ટૂથપેસ્ટ લગાવવી? દાંત સાફ અને મજબૂત રાખવા ડોક્ટરે આપી સાચી સલાહ
બાબા રામદેવ દ્વારા ઉલ્લેખિત ચક્કી ચલાસન અથવા સ્થિત કોણાસન જેવા આસનો પેલ્વિક એરિયા અને જાંઘમાં લોહીના પ્રવાહને વેગ આપે છે. વધુ સારા પરિભ્રમણ સાથે, ત્યાં જમા ઝેરી તત્વો બહાર નીકળે છે અને ચરબીના કોષો તૂટવાનું શરૂ કરે છે. જાંઘ અને નિતંબની ચરબીને હઠીલા ચરબી કહેવામાં આવે છે, કારણ કે ત્યાં વધુ આલ્ફા રીસેપ્ટર્સ છે જે ફેટ બર્નને ધીમું કરે છે. યોગ આ રિસેપ્ટર્સને ઉત્તેજિત કરે છે, ચરબી ઘટવાનું સરળ બનાવે છે.
કરોડરજ્જુમાં દુખાવો માત્ર ઉઠવામાં અને બેસવામાં જ મુશ્કેલી પેદા કરે છે, પરંતુ તે રોજિંદા જીવનને પણ અસર કરે છે. આવી સ્થિતિમાં, જો તમે કરોડરજ્જુના દુખાવાથી પણ પરેશાન છો, તો તમે યોગ ગુરુ બાબા રામદેવ દ્વારા જણાવેલા અમુક યોગાસન કરી શકો છો. વધું વાંચવા અહીં ક્લિક કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us