/indian-express-gujarati/media/media_files/2026/02/26/old-socks-reuse-ideas-2026-02-26-18-43-18.jpg)
Old Socks Reuse Ideas : જુના મોજાનો ફરી ઉપયોગ કરવાની રીત. Photograph: (Freepik)
Old Socks Reuse Ideas In Gujarati : ઘરમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જેને આપણે કચરો સમજી ફેંકી દઈએ છીએ. મોજાં પણ તેમાંથી એક છે, જે ફાટેલા અથવા જુના થાય ત્યારે ફેંકી દેવામાં આવે છે. પરંતુ તેનો ઉપયોગ ઘણી રીતે થઈ શકે છે. ઘરમાં ઘણી નાની નાની વસ્તુઓ હોય છે જેના પર આપણે પૈસા ખર્ચીએ છીએ. આવી સ્થિતિમાં, તમે અહીં મોજાનો ઉપયોગ કરીને પૈસા બચાવી શકો છો.
મોજા સફાઈ થી લઈને સજાવટ સુધી કામમાં આવી શકે છે. તેનો ઉપયોગ ફર્નિચરથી લઈને ટીવી, પંખા સુધીની દરેક વસ્તુને સાફ કરવા માટે થઈ શકે છે. ચાલો વિગતવાર જાણીએ.
જુના મોજાનો ઉપયોગ બાગકામમાં કરી શકાય છે. માટીને વાસણોમાં મૂકતી વખતે, આ મોજાં નીચે મૂકવાથી માટી બહાર નીકળતી નથી. સાથે જ પાણી પર યોગ્ય રીતે શોષાઇ જાય છે. નાજુક છોડની ડાળીને ટેકો આપવા માટે, તમે મોજાની પટ્ટી બનાવી બાંધી શકો છો.
ઘરની સાફ સફાઈમાં ઉપયોગ
ઘરની સાફ સફાઇ કરવા માટે એવા કપડાની જરૂર પડે છે જેમાં ધૂળ અને માટી સરળતાથી ચોંટી જાય. મોજા નરમ ફેબ્રિકથી બનેલા હોય છે, તેથી ઘરની સફાઈ કરતી વખતે ધૂળ અને વાળને સરળતાથી સાફ કરી શકાય છે. તેનાથી કોઇ સ્કેચ પડતો નથી. મોજાં પાંખ પર જામેલી કાળાશ, ધૂળ અને ગંદકી સરળતાથી દૂર કરી શકે છે. આ સાથે ટેબલ, ખુરશી અને અન્ય વસ્તુઓ સરળતાથી સાફ કરી શકાય છે.
આ પણ વાંચો | ગેસ સ્ટવ બર્નર સાફ કરવાની 5 સરળ રીત, નવા જેવા ચમકવા લાગશે
ફર્નિચર સાફ કરો
ઘણી વખત ફર્નિચરના પાયાના કારણે ફ્લોર ટાઇલ્સ ખરબચડી થઇ જાય છે. આવી સ્થિતિમાં ફર્નિચરના પાયામાં મોજા પહેરાવી દો, તેનાથી ફ્લોર ટાઇલ્સ પર કોઇ લીસોટા પડશે નહીં.
આ પણ વાંચો | ફરસાણવાળા જેવી તીખી સેવ રેસીપી, બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ
મોજા માંથી પાઉચ બનાવો
ઘણી વખત જ્વેલરી અથવા ઇયરબડ્સ યોગ્ય રીતે રાખવામાં ન આવે ત્યારે તે શોધવામાં ઘણી મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં, જુના મોજા માંથી એક નાનુ પાઉચ બનાવી તેમા નાની વસ્તુઓ સરળતાથી મૂકી શકાય છે.
આ પણ વાંચો | ઓછા તેલમાં ભોજન કેવી રીતે બનાવવું? શેફ રણવીર બ્રારે જણાવી સીક્રેટ કુકિંગ ટીપ્સ
બાળકો માટે રમકડા બનાવો
જૂના મોજા બાળકો માટે પણ ઉપયોગી થઈ શકે છે. રંગબેરંગી અને પેટર્નવાળા મોજા માંથી બાળકો માટે સુંદર ઢીંગલી બનાવો અને તેમને રમવા આપો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us