New Update
/indian-express-gujarati/media/media_files/2026/01/30/gujarati-food-rasawala-khaman-recipe-2026-01-30-15-49-26.jpg)
રસાવાળા ખમણ બનાવવાની પરફેક્ટ રીત Photograph: (Canva)
Rasawala Khaman recipe: સુરતી રસાવાળા ખમણ લોકોને ખુબ જ ભાવે છે. ગુજરાત આખામાં રસાવાળા ખમણ ખાવા માટે લોકો લાઈનોમાં ઉભા રહે છે, ત્યારે તમે પણ રસાવાળા ખમણ ઘરે બનાવીને પરિવારજનોને પીરસી શકો છો. બસ તો આજે જ બનાવો સુરતના પ્રખ્યાત રસવાળા ખમણ. આ લેખમાં અમે તમને સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ બનાવવાની પરફેક્ટ રેસીપી વિશે જણાવીશું.
Advertisment
ખમણ માટે સામગ્રી
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/30/rasawala-khaman-recipe-2026-01-30-15-30-24.jpg)
રસાવાળા ખમણની રેસીપી
- સૌપ્રથમ ચણાની દાળને ચારથી પાંચ કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ તેમાંથી વધારાનું પાણી નીતારીને તેને વાટીને પેસ્ટ બનાવી લો.
- આ પેસ્ટને ચારથી પાંચ કલાક માટે ઢાંકીને મૂકી રાખો. ત્યાર બાદ તેમાં ઈનો સિવાયની બાકીની બધી જ સામગ્રી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- છેલ્લે જ્યારે ખમણ ઉતારવાના હોય તેની થોડી વાર પહેલા તેમાં ઈનો નાખીને બરાબર મિક્ષ કરી લો.
- હવે એક થાળીમાં તેલ લગાવીને તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી દો. ઢોકળિયામાં પાણી ગરમ કરીને ખમણ બાફીને ઉતારી લો.
- હવે એક ફ્રાઈંગ પેન લો તેમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય ત્યારે રાઈ, હિંગ, લીમડો અને લીલા મરચાનો વધાર કરો.
- આ મસાલો તતડે એટલે તેમાં ખમણ નાંખી દો, છેલ્લે ખમણ પર થોડું નારિયેળની છીણ નાંખો.
કચરો સમજીને ફેંકી ના દેતા લીંબુની છાલ, આ 7 ફાયદા જાણીને તમને પણ થશે આશ્ચર્ય!
- હવે રસા માટે બંને દાળને બે કલાક માટે પલાળી દો ત્યાર બાદ તેને બાફી લો. હવે બીજા એક પેનમાં પાણી ગરમ કરો. પાણી ઉકળે એટલે તેમાં ટામેટાં બાફી લો.
- હવે બાફેલી દાળને વલોવી લો. હવે એલચી, લવિંગ અને કાણા મરીના ખાંડીને પાવડર બનાવી લો. હવે બાફેલી દાળને ટામેટાવાળા ઉકળતા પાણીમાં નાખીને બરાબર મિક્ષ કરી લો.
- ત્યાર બાદ તેમાં લીલા મરચાંની પેસ્ટ, ગરમ મસાલાનો પાવડર અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરો.
- હવે આ દાળને થોડીવાર માટે ઉકળવા દો. હવે તેમાં છેલ્લે આંબલીનો પલ્પ નાખીને બરાબર મિક્સ કરી લો.
- દાળને ઉકળવા દેજો. દાળ ઘટ્ટ થાય એમ વધુ સ્વાદિષ્ટ લાગશે. તૈયાર છે ટેસ્ટી રસો.
Advertisment
હવે એક સર્વિંગ પ્લેટમાં ખમણ લઈ લો. તેના પર રસો નાખો. છેલ્લે તેના પર ઝીણા સમારેલા ટામેટાં, ડુંગળી, કોથમીર, નારિયેળનું ખમણ અને સેવ નાખીને ગરમા-ગરમ સર્વ કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us