Health benefits of dates: પુરુષો માટે લાભકારક છે પલાળેલી ખજુર,બીમારીઓથી દૂર રાખવામાં મદદરૂપ

Health benefits of dates: ખજૂર (dates)એ સ્વાસ્થ્યનો ખજાનો છે. ખજૂરમાં હાજર કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન. વિટામિનની સાથે સાથે ઘણા બીજા પોષક તત્વો પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક( health benefits of dates) છે, ખજૂરમાં હાજર આયર્ન શરીરમાં બ્લડની માત્રા વધારવામા મદદ કરે છે.

Written by shivani chauhan
December 18, 2022 13:10 IST
Health benefits of dates: પુરુષો માટે લાભકારક છે પલાળેલી ખજુર,બીમારીઓથી દૂર રાખવામાં મદદરૂપ

Health benefits of dates: આપણામાંથી કેટલાક લોકો ખજૂરનું સેવન કરતા હોય છે. પોષક તત્વોથી ભરપૂર ખજૂર ઘણી બીમારીઓથી રાહત આપવામાં ફાયદાકારક સાબિત થાય છે. ખજૂરમાં હાજર તત્વોના કારણે પાચન તંત્રને લગતી બીમારીઓ સમસ્યાઓ દૂર થાય છે. ખજૂર હૃદય માટે પણ ફાયદાકારક છે. ખજૂર ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

ખજૂર ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. ખજૂર તમને આખો દિવસ એકટીવ રાખવામાં મદદ કરે છે. ફાયદા જોઈએ તો એવું કહેવાય છે કે ખજૂરએ સ્વાસ્થ્યનો ખજાનો છે. ખજૂરમાં હાજર કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામિનની સાથે સાથે ઘણા બીજા પોષક તત્વો પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, ખજૂરમાં હાજર આયર્ન શરીરમાં બ્લડની માત્રા વધારવામા મદદ કરે છે.

ખજૂર વધારે સ્પર્મ કાઉંટ:

આપણા દૈનિક જીવનમાં ખોટી ખાવા પીવાની અને ખરાબ જીવનશૈલીના કારણે પુરુષોમાં ઘણા પ્રકારની જાણીયે સમસ્યાઓ રહે છે. ઘણા લોકોને તેમના વૈવાહિક જીવનમાં કેટલીક સમસ્યાનો સામનો કરવો પડે છે. મેડિકલ ન્યુઝ ટુડે મુજબ ખજૂર ખાવાથી તમારી આ સમસ્યા દૂર થાય છે. રોજ દૂધમાં 4 ખજૂર પલાળીને ખાવાથી શરીરમાં તાકાત આવે છે એન સ્પર્મ કાઉન્ટ વધારેમાં મદદ કરે છે.

આ પણ વાંચો: ભારતમાં કોરોનાની સાથે સાથે કેન્સરનો કહેર, છેલ્લા બે વર્ષમાં કેન્સરના સૌથી વધુ કેસ અને મોત

અપચો, પેટમાં દુખાવો અને કબજિયાતમાં રાહત આપે:

આયુર્વેદિક સ્વાસ્થ્ય વિષેયજ્ઞો અનુસાર જે વ્યક્તિ રોજ સવારે ખાલી પેટે 4 ખજૂર દૂધમાં મિક્ષ કરીને ખાય છે તેમને સ્વાસ્થ્ય અને પાચન સંબંધી કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. સાથે અપચો, પેટમા દુખાવો અને કબજિયાત જેવી સમસ્યા પણ દૂર થાય છે. જે લોકોને પેટની સમસ્યા છે તેમને રોજ 2 થી 3 પલાળેલી ખજૂર ખાવી જોઈએ.

આ પણ વાંચો: વર્ષ 2022માં Google પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ આ 6 રોગ અને ઘરેલુ નુસખા, જાણો અહીં

તણાવમુક્ત કરવામાં મદદરૂપ :

હેલ્થ લાઈન મુજબ ખજૂર શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને વધારવામાં મદદ કરે છે. જો તમે રોજ દૂધમાં ખજૂર મિક્ષ કરીને તેનું સેવન કરો છો તો તમારા શરીરનું સેવન જલ્દી વધે છે. ખજૂર માનસકિ સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને તણાવમુક્ત કરવામાં ફાયકારક છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ