રોજ 2 ચમચી મધનું સેવન કરવાથી ઘટશે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ? જાણો એક્સપર્ટ પાસેથી

health benefits of natural honey : મધના સેવનથી ફાસ્ટીંગ બ્લગ શુગર કંટ્રોલ કરવામાં થાય છે. સાથે મધ, બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરીને ફેટી લીવરથી બચાવે છે.

Written by shivani chauhan
Updated : February 06, 2024 12:14 IST
રોજ 2 ચમચી મધનું સેવન કરવાથી ઘટશે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ? જાણો એક્સપર્ટ પાસેથી
Health benefits of Honey : મધનું સેવન કરવાથી અઢળક ફાયદા, અહીં જાણો

મધનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક મનાય છે. આયુર્વેદ વિષેયજ્ઞ અને ડોક્ટર તેને ‘સુપરફૂડ’ કહે છે. મેક્સ હોસ્પિટલ, શાલીમાર બાગમાં ક્લિનિકલ ન્યુટ્રીશન અને ડાયટેટીક્સના પ્રમુખ ડો. ગીતા બુર્યોકએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેથી વાતચીતમાં કહ્યું કે, કાચું મધ ખુબજ ગુણકરી છે. ખાસ કરીને ઇજા, કોઈ ચેપ સામે લડવામાં ખુબજ અસરકારક છે.

તાજેતરમાં ટોરન્ટો વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓએ પોતાની શોધમાં જણાવ્યું હતું કે કાચું મધ કાર્ડિયોમેટાબોલિક હેલ્થમાં સુધાર કરે છે. તેના સેવનથી ફાસ્ટીંગ બ્લગ શુગર કંટ્રોલ કરવામાં થાય છે. સાથે મધ, બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરીને ફેટી લીવરથી બચાવે છે. રિસર્ચરોના મત મુજબ મધનું સેવન ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે. આવો જાણીએ કે મધનું સેવન બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ કેવી રીતે કંટ્રોલ કરે છે.

મધ કેવી રીતે શુગર કંટ્રોલ કરે:

આ શોધનો ભાગ રહેલ અને ટોરન્ટો વિશ્વવિદ્યાલયના ફેકલ્ટી ઓફ મેડિસિનમાં રિસર્ચ એસોસિએટ તૈસિફ ખાન કહે છે કે આમ તો મધમાં લગભગ 80% ખાંડ હોય છે, પરંતુ તેમાં ખાંડ, પ્રોટીન, કાર્બનિક એસિડ અને અન્ય બાયોએકટીવ કમ્પાઉન્ડ મળેછે , જે સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.

આ પણ વાંચો: શું તમે પણ બ્રેકફાસ્ટ સ્કિપ કરો છો ?..તો તમે ગંભીર બીમારીને આવકારી રહ્યા છો, જાણો એક્સપર્ટ પાસેથી

એક્સપર્ટ મુજબ જો તમે ખાંડ, સીરપ કે કોઈ પ્રકારના સ્વીટનર્સનો ઉપયોગ કરો છો તો તેની જગ્યાએ મધનું સેવન કરવું જોઈએ. મધનું સેવન કરવાથી કાર્ડિયોમેટાબોલિક જોખમ ઓછું થાય છે. મધ એક નેચરલ પદાર્થ છે જેમાં કોઈ પ્રકારના રસાયણોનો ઉપયોગ થતો નથી.

મધનું સેવન કેવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક :

એમ્સના પૂર્વ સલાહકાર અને સૌલ હડત ઇન્સ્ટિટ્યૂટના સંસ્સ્થાપક, હૃદય રોગ એક્સપર્ટ ડો બિમલ છાજરએ કહ્યું કે અનપ્રોસેસ્ડ મધનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. તેમાં રેગ્યુલર શુગર, પ્રોટીન અને કાર્બનિક એસિડ છે જે કાર્ડિયોમેટાબોલિક જોખમોને ઓછું કરે છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબજ ફળાકારક છે.

આ પણ વાંચો: Iron Deficiency: મહિલાઓને આયર્નની ઉણપમાં ક્યા ક્યા ઉપાય કરી શકાય, જાણો અહીં ઉપાયો

કેટલું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

ડો. બિમલ છાજરએ કહ્યું કે, કાચા મધનું સેવન તમે એક દિવસમાં 35-45 ગ્રામ જેટલું કરી શકો છો. તમે મધનું સેવન ચાની સાથે, કાચું અથવા કોઈ પણ રીતે કરી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ