/indian-express-gujarati/media/media_files/2026/02/24/ragi-paneer-momos-recipe-in-gujarati-2026-02-24-10-18-11.jpg)
રાગી પનીર મોમોઝ રેસીપી। healthy protein rich easy Ragi Paneer Momos Recipe in gujarati Photograph: (Social Media)
જીવનશૈલી | મોમોઝનું નામ પડે બધાના મોઢામાં પાણી આવી જાય છે, પરંતુ મોમોઝ મેંદામાંથી બનતા હોવાથી ઘણા હેલ્થ કોન્શીયન્સ લોકો આ ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળે છે, પરંતુ જો તમને ઘરેજ ટેસ્ટી હેલ્ધી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ ધરાવતા મોમોઝ ઘરેજ મળી જાય તો શું?
રાગી પનીર મોમોઝ એક હેલ્ધી ડીશ છે, જેમાં રાગીના લોટનો ઉપયોગ કરીને બનાવામાં આવે છે, તે મિલેટ આયર્ન અને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે, એમાં પનીર અને અન્ય શાકભાજી ઉમેરવામાં આવે છે જેથી તે વધુ પ્રોટીનથી ભરપુર ટેસ્ટી ડીશ બની જાય છે, અહીં જાણો રાગી પનીર મોમોઝ રેસીપી
રાગી પનીર મોમોઝ રેસીપી
સામગ્રી
1 કપ રાગીનો લોટ
1 કપ ઘઉંનો લોટ
મીઠું સ્વાદ મુજબ
થોડું ગરમ પાણી (લોટ બાંધવા માટે)
ચાની ચુસ્કી સાથે ગરમાગરમ પાલકના ભજીયા, પરફેક્ટ બનાવવા આ ટ્રીક અનુસરો
મોમોઝ સ્ટફિંગ
150 ગ્રામ ઝીણું સમારેલું પનીર
1 કપ ઝીણી સમારેલી કોબીજ
1 મીડીયમ બારીક સમારેલી ડુંગળી
½ કપ બારીક સમારેલી કેપ્સીકમ
1 ટીસ્પૂન આદુ લસણ પેસ્ટ
1 ટીસ્પૂન તેલ
1 ચમચી મીઠું કાળા મરી
2 ચમચી કોથમીર
½ ચમચી કાળા મરી પાઉડર
મેંદાનો ઉપયોગ કર્યા વગર ઘરે જ બનાવો ઘઉંના લોટના ફ્રેશ નુડલ્સ
રાગી પનીર મોમોઝ બનાવાની રીત
રાગીના લોટ અને ઘઉંના લોટને સરખા માત્રામાં લો મીઠું ઉમેરો કરો અને સહેજ ગરમ પાણીથી નરમ લોટ બાંધો અને થોડી વાર રેસ્ટ આપો.
એક પેનમાં તેલ ગરમ કરો, એમાં આદુ લસણ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરો થોડું બધું મિક્ષ કરો. હવે સમારેલ શાકભાજી કોબીજ, ડુંગળી અને કેપ્સીકમ ઉમેરો કરો હાઈ ફ્લેમ પાર 1-2 મિનિટ શેકો.
હવે પનીર, મીઠું અને ફ્રેશ કોથમીર ઉમેરો કરકે મિક્સ કરો અને સ્ટફિંગને તું ઠંડુ થવા દો. કણકમાંથી નાના બોલ લો વચ્ચેથી કટ કરો અને સ્ટફિંગ ભરો અને મોમોસનો શેપ આપો. સ્ટીમર મેં મોમોસ 10-15 મિનિટ સ્ટીમ કરો જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે કુક ન થઇ જાય.
ચટની સાથે ગરમાગરમ સર્વ કરો હેલ્ધી અને ટેસ્ટી રાગી પનીર મોમોઝ તૈયાર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us