/indian-express-gujarati/media/media_files/2026/02/27/how-air-fryer-works-how-to-use-benefits-in-gujarati-2026-02-27-13-42-53.jpg)
એર ફ્રાયર કેવી રીતે કામ કરે છે એર ફ્રાયર ફાયદા વાપરવાની સાચી રીત । How air fryer works how to use benefits in gujarati Photograph: (Freepik)
જીવનશૈલી | જો તમને તળેલા ફરસાણ અને અન્ય ફૂડ ખાવા પસંદ છે પણ વધારે તેલનો ઉપયોગ માંગતા નથી, તો એર ફ્રાયર એક બેસ્ટ ઓપ્શન છે. આજકાલ ઘણા લોકો ઘરે એર ફ્રાયરનો ઉપયોગ કરી રહ્યા છે. ફ્રેન્ચ ફ્રાઈસ, સમોસા, ટિક્કી, નગેટ્સ, કટલેટ અને શાકભાજી પણ સરળતાથી તૈયાર થઈ જાય છે. સૌથી સારી વાત એ છે કે તેમાં ખૂબ ઓછું તેલ વપરાય છે, છતાં પણ ફૂડ ક્રિસ્પી બને છે.
એર ફ્રાયર વિશે
એર ફ્રાયર એક એવું મશીન છે જે ખોરાક બનાવવા માટે ગરમ હવાનો ઉપયોગ કરે છે. ખોરાકને તેલમાં ડુબાડવામાં આવતો નથી. તે નાના ઓવનની જેમ કામ કરે છે. તેમાં એક બાસ્કેટ હોય છે જેમાં ખોરાક મૂકવામાં આવે છે. જ્યારે તમે મશીન ચાલુ કરો છો, ત્યારે અંદરની ગરમ હવા ઝડપથી ફરે છે, જે ખોરાકને બધી બાજુથી કુક કરે છે.
એરફ્રાયરમાં ફૂડ ક્રિસ્પી કેવી રીતે થાય છે?
એરફ્રાયરમાં હવા ખોરાકની આસપાસ ફરે છે, ત્યારે તે બ્રાઉન કલરની અને સપાટી પર ક્રિસ્પી બને છે. આનાથી ખોરાક તળેલો દેખાય છે. થોડું તેલ જ જરૂરી છે, એક કે બે ચમચી પૂરતું છે. ગરમ હવા ખોરાકને બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનાવે છે. આ જ કારણ છે કે ફ્રાઈસ, પકોડા અને નાસ્તા ખૂબ સારા બને છે. ઓછા તેલમાં પણ તેનો સ્વાદ એવો જ રહે છે.
ગિલોય ઘણી બીમારીમાં રામબાણ! ઉપયોગ કરવાની સાચી રીત જાણી લો
એર ફ્રાયર વાપરવાની સાચી રીત
સૌપ્રથમ, મશીનને 5 મિનિટ માટે ગરમ કરો. ખોરાકને સારી રીતે સુકાવો જેથી તે વધુ ક્રિસ્પી બને. હવે થોડું તેલ લગાવીને ફૂડ બાસ્કેટમાં રાખો. બાસ્કેટમાં ફૂડ વધારે ન ભરો. વચ્ચે-વચ્ચે એક વાર બાસ્કેટને હલાવો જેથી ખોરાક સરખી રીતે કુક થઇ જાય. જ્યારે સમય પૂરો થઈ જાય, ત્યારે ફૂડ બહાર કાઢો અને તેને થોડો ઠંડુ થવા દો.
વિશ્વ પ્રોટીન દિવસ, તમારે દરરોજ કેટલું પ્રોટીન લેવું જોઈએ?
એર ફ્રાયરના ફાયદા
ખોરાક ઓછા તેલમાં ટેસ્ટી બને છે. તેથી વજન વધવાનું જોખમ ઓછું થઈ શકે છે.
ભોજન ઝડપથી તૈયાર થઈ જાય છે. એર ફ્રાયરને ક્લીન કરવું સરળ છે.
જો તમે હેલ્ધી ખાવા માંગતા હો અને તળેલા ફૂડને છોડવા માંગતા ન હોવ, તો એર ફ્રાયર તમારા માટે એક બેસ્ટ ઓપ્શન બની શકે છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us