/indian-express-gujarati/media/media_files/2026/02/27/fruits-storage-ideas-2026-02-27-11-23-28.jpg)
Fruits Storage Tips In Fridge : ફ્રિજમાં ફળ સ્ટોર કરવાની રીત Photograph: (Freepik)
Fruits Storage Tips In Gujarati : ફળોનું સેવન શરીર માટે ફાયદાકારક છે. લોકો લાંબા સમય સુધી વાપરી શકાય તેની માટે ફ્રિજમાં ફળો સ્ટોર કરે છે. પરંતુ કેટલાક ફળો એવા છે જે રેફ્રિજરેટરમાં રાખવા જોઈએ નહીં. તેનાથી ફળનો સ્વાદ બગડવાની સાથે સાથે તે ઝડપથી ખરાબ થઇ જાય છે. ફ્રિજમાં સ્ટોર કરવાથી તેમનું પોષક મૂલ્ય પણ ઘટી શકે છે. ચાલો જાણીએ કે કયા ફળો રેફ્રિજરેટરમાં ન રાખવા જોઈએ.
પપૈયું
પપૈયું હંમેશા બહાર રાખવું જોઈએ. જો તે સંપૂર્ણપણે પાકી ગયું હોય તેને ફ્રિજમાં રાખી કરી શકાય છે.
કેળા
કેળા ફ્રિજમાં રાખવાથી છાલ કાળી થઈ જાય છે, જેના કારણે તે ઝડપથી બગડવા લાગે છે. કેળાને રૂમ તાપમાને બહાર જ રાખવા જોઇએ.
કાચી કેરી
કાચી કેરી ફ્રિજમાં રાખવી જોઈએ નહીં. જો તે પાકી ગઇ હોય તો ફ્રિજમાં રાખી શકાય છે.
અનાનસ
આખું પાઇપનેપલ હંમેશા રૂપ તાપમાને સ્ટોર કરવું જોઈએ. અલબત્ત અનાનસ કાપ્યા બાદ રેફ્રીજરેટરમાં રાખવું જોઈએ.
તરબુચ
ઉનાળામાં લોકો તરબૂચનું પુષ્કળ સેવન કરે છે. જો તરબુચ આખું હોય તો તેને રૂમ તાપમાને બહાર રાખવું જોઈએ. અલબત્ત કાપ્યા બાદ તેના નાના ટુકડા કરી એક કન્ટેઇનરમાં ભરી ફ્રિજમાં સ્ટોર કરવું જોઇએ.
આ પણ વાંચો | ગેસ સ્ટવ બર્નર સાફ કરવાની 5 સરળ રીત, નવા જેવા ચમકવા લાગશે
ફળ સ્ટોર કરવાની સાચી રીત
ફળો ધોવા જોઈએ નહીં. હકીકતમાં, ભેજને કારણે તે ઝડપથી બગડી શકે છે.
ફળ હંમેશા ફ્રિજના નીચાના ડ્રોઅર (ક્રિસ્પર ડોઅરમાં)માં રાખવા જોઈએ.
ક્યા ફળોને ભેગા ન રાખવા જોઇએ?
કેળા, સફરજન અને કેરી જેવા ઘણા ફળો ઇથિલિન ગેસ છોડે છે, જેના કારણે તેમની નજીક રાખેલા ફળો ઝડપથી પાકવા લાગે છે અને બગડવા લાગે છે. તેમને અન્ય ફળોથી અલગ રાખવા જોઈએ.
જો તમે કાપ્યા બાદ ફળને ફ્રિજમાં સ્ટોર કરવા માંગતા હો, તો હંમેશા એરટાઇટ કન્ટેનરનો ઉપયોગ કરો. આમ કરવાથી તે ઝડપથી બગાડતા નથી.
આ પણ વાંચો | ઓછા તેલમાં ભોજન કેવી રીતે બનાવવું? શેફ રણવીર બ્રારે જણાવી સીક્રેટ કુકિંગ ટીપ્સ
ફ્રિજમાં રાખી શકાય તેવા ફળ
દ્રાક્ષ પાણીમાં ધોયા વગર એરટાઇટ કેન અથવા કાણા વાળી ઝીપ બેગમાં સ્ટોર કરવી જોઈએ.
સ્ટ્રોબેરી અને બ્લુબેરી
ઉનાળાના દિવસોમાં સ્ટ્રોબેરી અને બ્લુબેરી ફ્રિજમાં સ્ટોર કરવી જોઈએ. ઉનાળામાં બહાર રાખવાથી ગરમીના કારણે ઝડપથી બગડી શકે છે.
આ પણ વાંચો | ચોખાના લોટના પાપડ બનાવતી વખતે ફાટશે નહીં, જાણો ખીચું બનાવવાની પરફેક્ટ રીત
દાડમ અને સફરજન
દાડમ અને સફરજન પણ ફ્રિજમાં રાખી શકાય છે. આમ કરવાથી તે બે થી ચાર અઠવાડિયા સુધી તાજા રહી શકે છે.
કિવી, મૌસંબી અને નારંગી જેવા ફળો જ્યારે ફ્રિજમાં સ્ટોર કરવામાં આવે છે ત્યારે 2-3 અઠવાડિયા સુધી ફ્રેશ રહે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us