Intermittent Fasting: ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે શું? જાણવા જેવું છે. જેનાથી તમે તમારી લાઇફ સ્ટાઇલને ઘણે અંશે બદલી પણ શકો છો અને સારી રીતે મેનેજ પણ કરી શકો છે. ઇન્ટરમિટન્ટ એટલે સતત નહીં પરંતુ તૂટક તૂટક અને ફાસ્ટિંગ એટલે કે ઉપવાસ. આમ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે સતત નહીં પરંતુ તૂટક તૂટક ઉપવાસ. શું તૂટક તૂટક ઉપવાસ કરવાથી વજન ઘટાડવામાં ફાયદો થઇ શકે? હા, આ અંગે ઘણા એક્સપર્ટ આવું માને છે. આ એક લોકપ્રિય ડાયટ ટેક્નિક છે કે જે વજન અને લાઈફ સ્ટાઇલને લગતા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓને મેનેજ કરવામાં કારગત છે, પરંતુ શું ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ બધા અનુસરી શકે છે? એ પણ જાણવું એટલું જ જરૂરી છે.
Mayoclinic.org મુજબ, ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ ઘણા લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ તે દરેક માટે નથી. ગર્ભવતી મહિલાઓ અને બ્રેસ્ટફીડિંગ કરાવતી મહિલાઓએ આ ફાસ્ટિંગ ન કરવું જોઈએ, આ ઉપરાંત કિડનીમાં પથરી, ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ, ડાયાબિટીસ અથવા બીજી કોઈ મેડિકલ પ્રોબલમ હોય તો વજનને કંટ્રોલ કરવા માટે આ ફાસ્ટીગ ન કરવું જોઈએ.
અહીં જાણો, એક્સપેર્ટ ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ વિષે શું કહે છે?
ગોયલે indianexpress.comને જણાવ્યું હતું કે, ” મોટાભાગના લોકો કરી શકે છે, તે દરેક માટે નથી,” “તેથી, જો તમે વિકલ્પ તરીકે ઇન્ટરમિન્ટ ફાસ્ટિંગ કરવાનો પ્લાન કરી રહ્યા છો, તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.”
આ પણ વાંચો: છવી મિત્તલે સ્પેશિયલ ટેટૂ દ્વારા બ્રેસ્ટ કેન્સર સામેની જીતની કરી ઉજવણી
ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ કોણે ન કરવું જોઈએ?
ગર્ભવતી મહિલાઓ અને બ્રેસ્ટફીડિંગ કરાવતી મહિલાઓએ ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ ન કરવું જોઈએ.
જો કોઈ વ્યક્તિ ડાયાબિટીસ અથવા બિન- ડાયાબિટીક હોય, જેમને બ્લડ સુગર ઓછું હોય, તો આ ફાસ્ટિંગ તેમના માટે નથી કારણ કે ફાસ્ટિંગનો સમયગાળો હાઈપોગ્લાયકેમિઆના લીધે વ્યક્તિને ચક્કર આવે છે અને બેભાન પણ થઈ શકે છે. આ ઉપરાંત, બ્લડ સુગરનું લેવલ કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોનના પ્રકાશન સહિતની ઘણી ઘટનાઓને કાસ્કેડ કરી શકે છે, જે થાઇરોઇડ ગ્રંથિની કામગીરીમાં ખલેલ પાડીને હાશિમોટોઝ થાઇરોઇડિટિસ તરીકે ઓળખાતી ઓટો ઇમ્યુન સ્થિતિને ઉત્તેજિત કરે છે.
બાળકોએ આવા ડાયેટ પ્લાનથી દૂર રહેવું જોઈએ કારણ કે તે તેમના વિકાસને અટકાવી શકે છે.
જેમ કે બુલીમીયા નર્વોસા અથવા એનોરેક્સિયા ઈટિંગ ડિસઓર્ડરનો ઇતિહાસ ધરાવતા હોય તેઓએ IF ન કરવું જોઈએ કારણ કે તે તેમના સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપમાં વધારો કરી શકે છે.
જેમને ઊંઘની સમસ્યા હોય તેઓએ આ ફાસ્ટિંગને અજમાવવું જોઈએ નહીં, કારણ કે જો તેમનું છેલ્લું ભોજન તેમના સૂવાના સમયના કલાકો પહેલાં હોય, તો વ્યક્તિઓને ઊંઘવામાં મુશ્કેલી પડી શકે છે.
જેઓ તીવ્ર વર્કઆઉટ કરે છે, તો આ ફાસ્ટિંગ તમારા માટે સલામત નથી. ભારે વર્કઆઉટને વર્કઆઉટના 1-2 કલાક પછી અને ગ્લાયકોજેન સ્ટોર્સને બદલવા અને સ્નાયુઓને ફરીથી રિકવરી માટે દર 3-4 કલાક પછી નિયમિત ભોજનની જરૂર છે.
આ પણ વાંચો: ફિટનેસ :મિલિંદ સોમન કહે છે, ‘જ્યારે રનિંગની વાત આવે છે, ત્યારે કોઈ પણ જગ્યા યોગ્ય છે’
જેઓ નાઇટ શિફ્ટ અથવા ઇરેગ્યુલર વર્ક શેડ્યુઅલ પર હોય તેઓએ આ ઉપવાસ કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં કારણ કે તે માથાનો દુખાવો, મૂડ સ્વિંગ અને એકાગ્રતાના અભાવ તરફ દોરી શકે છે.
જેઓ કેન્સર જેવી લાંબી બીમારીથી પીડિત છે, તેમાંથી સાજા થયા છે તેઓએ પણ આવા ડાયટ પ્લાનથી દૂર રહેવું જોઈએ કારણ કે તેમને તંદુરસ્ત રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે પૂરતી કેલરી અને પોષક તત્વોની જરૂર હોય છે.
ગોયલે તારણ કાઢ્યું હતું કે,જો એક્સપર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવે તો, હાયપોથાઇરોડિઝમ, પેરીમેનોપોઝલ અથવા PCOS જેવા હોર્મોનલ સમસ્યાઓ ધરાવતા લોકોને પણ તેનો લાભ મળી શકે છે.