શિયાળાની ઋતુમાં આપણે ક્યારેક આળસના લીધે વર્ક આઉટ સ્કિપ કરવાનું વિચારતા હોઈએ છીએ, પરંતુ યાદ રાખો કે તમારે ફિટનેસ ગોલ અચીવ કરવો હોય તો વર્ક આઉટ સ્કિપ કર્યા વગર રોજ કરવું ખુબજ જરૂરી બને છે. જો તમને ક્યારેક પણ વર્ક આઉટ ન કરવાનો મૂડ હોય તો દિશા પટણીનો તાજેતરનો જીમનો વિડીયો જોવોય લેવો, તેના ટ્રેનર રાજેન્દ્ર ધોલે દ્વારા આ વિડીયો શેયર થયો હતો જેમાં દિશા જિમમાં તેના બીઝી શેડ્યુલ હોવા છતાં જોરદાર વર્ક આઉટ કરતી જોવા મળી રહી છે.
તમારા જેવી છોકરીઓ વિશ્વ માટે પ્રેરણા છે. તે ગઈ કાલે શૂટમાંથી પાછી આવી હતી અને બીજા જ દિવસે થાક અને ઊંઘ ઓછી લીધી છતાં તે જીમમાં છે,” ધોલેએ લખ્યું.
આ પણ વાંચો: શું તમારા છોડ આધારિત માંસમાં અપૂરતું પ્રોટીન તો નથી ને? જાણો રિસર્ચ શું કહે છે?
ધોલેએ શેર કર્યું કે દિશાએ સ્ક્વોટ્સ, હિપ એડક્શન-એડક્શન અને હિપ-થ્રસ્ટનું મિશ્રણ કર્યું, સાથે સીટેડ લેગ કર્લ, કેબલ લેગ કર્લ્સ અને સ્ટીફ લેગ ડેડલિફ્ટ કર્યું હતું. અહીં જણાવી દઈએ કે આ બધા વર્ક આઉટના પ્રકારો છે.
પગના સ્નાયુઓ(hamstrings) અને નિતંબના સ્નાયુ(glutes)ને મજબૂત બનાવવું શા માટે મહત્વપૂર્ણ છે?
ફીટશાળાના કો- ફાઉન્ડર રચિત દુઆ કહે છે કે, “નિતંબના સ્નાયુ જેટલા મજબૂત હશે તેટલી તમારી દોડવાની, સ્ક્વોટ કરવાની, બેસવાની અને ડેડલિફ્ટ કરવાની ક્ષમતા વધુ સારી થશે. “નિયમિત કાર્યક્ષમતાના,જમીન પરથી ભારે વસ્તુઓ ઉપાડવી, કોઈપણ રમત રમવી, ટ્રેક પર જવું વગેરે આપણા નિતંબના સ્નાયુઓ પર ખૂબ જ નિર્ભર છે, કારણ કે તે ઉપરોક્ત પ્રવૃત્તિઓ કરવામાં મુખ્ય ફાળો આપે છે.હેમસ્ટ્રિંગ્સ પણ શરીરને હિપ સાંધાને મજબૂત કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: શું તમે ખાવાના વધારે શોખીન તો નથી ને? હાનિકારક છે ઓવરઇટિંગ,જાણો રિસર્ચ શું કહે છે?
દુઆ અનુસાર, સ્ક્વોટ્સ(squats), લંગ્સ(lunges), ડેડલિફ્ટ્સ( deadlifts), હિપ થ્રસ્ટ્સ(hip thrust ) નિતંબના સ્નાયુને “સુપર મજબૂત” બનાવે છે. “આ સામાન્ય હલનચલન છે જે હિપના વિસ્તરણમાં મદદ કરે છે અને તેથી, હિપ્સના સ્નાયુને મજબૂત બનાવે છે. જો કે, પ્રેક્ટિશનરના સ્તરના આધારે આ કસરતોમાં ઘણી ભિન્નતા છે.