હેલ્થી ડાયટ: મોર્નિંગ સ્ફ્રુતિમય બનાવવા કરો આ કીટો ઉપમાની રેસીપી ટ્રાય

Keto upma breakfast recipe : કીટો ઉપમા બ્રેકફાસ્ટ (Keto upma breakfast) માટે ઉત્તમ નાસ્તો છે, આ ઉપમા બદામના લોટમાંથી બનાવામાં આવે છે.

Written by shivani chauhan
March 06, 2023 10:57 IST
હેલ્થી ડાયટ: મોર્નિંગ સ્ફ્રુતિમય બનાવવા કરો આ કીટો ઉપમાની રેસીપી ટ્રાય
કેટો ઉપમા, લો કાર્બ અને ઉચ્ચ પ્રોટીન નાસ્તો.

એવા દિવસો કે જયારે આપણે આળસ અનુભવીએ છીએ અથવા નાસ્તો તૈયાર કરવા માટે વધુ સમય નથી, અને આપણે કંઈક સિમ્પલ અને ઈઝી ટૂ મેક ઈચ્છીએ છીએ. તે આળસના દિવસો માટે,અહીં તમારા માટે બદામના લોટના ઉપમાની રેસીપી લાવ્યા છીએ જે રાંધવા માટે સરળ અને પૌષ્ટિક પણ છે.

રાશી ચૌધરીએ, એક ન્યુટ્રિશનિસ્ટ કે જે કીટો ઉપમાની રેસીપી શેર કરી હતી, જે તેમના અનુસાર આ ઉપમામાં કાર્બોહાઇડ્રેટ્સ ઓછું અને પ્રોટીન વધારે પ્રમાણમાં હોય છે. ઉપરાંત, તે બ્લડ સુગરના સ્તરને પણ કંટ્રોલ કરે છે.

ન્યુટ્રિશનિસ્ટ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, “બદામનો લોટ નિયમિત લોટ કરતાં થોડો મીઠો હોવાથી તમારે સામાન્ય કરતાં વધુ લીલા મરચાં ઉમેરવા પડશે.

આ પણ વાંચો: શું ફિટનેસ ફ્રીક હોવાને કારણે સુષ્મિતા સેનને હાર્ટ એટેક આવ્યો હતો? કેમ વધે છે ઉંમર સાથે જોખમ, જાણો નિષ્ણાતો પાસેથી

બદામના લોટનો ઉપમા

સામગ્રી

  • 1/2 કપ બદામનો લોટ
  • 1/2 કપ પાણી
  • 1/4 કપ ડુંગળી
  • 2 નાના ટામેટાં
  • બીજી ઘણી બધી શાકભાજી, પ્રોટીન માટે વટાણા, ગાજર, કેપ્સિકમ
  • લીલા મરચા
  • ઘી
  • મુઠ્ઠીભર કાજુ અથવા મગફળી જો તમને અનુકૂળ આવે
  • 1 ઇંચ આદુ, થોડી સરસવ,મીઠો લીમડો અને જીરું

આ પણ વાંચો: માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને સ્થૂળતા વચ્ચે શું છે સંબંધ? જાણો અહીં

મેથડ

એક કડાઈમાં થોડું ઘી નાખો, અને એકવાર તે ગરમ થઈ જાય, તેમાં ટેમ્પરિંગ (જીરા, સરસવના દાણા, લીલા મરચાં, મીઠો લીમડો ) ઉમેરો.

તે મિક્ષ કરી, તેમાં થોડું મીઠું નાખી ડુંગળી ઉમેરો અને બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો.

હવે તેમાં કાજુ અથવા મગફળી, બારીક સમારેલા આદુ અને થોડુ ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો.

હવે ઝીણા સમારેલા ટામેટા ઉમેરો, ઢાંકી દો અને ખીરું ન થાય ત્યાં સુધી પકાવો. પછી તમે અન્ય તમામ શાકભાજી ઉમેરી શકો છો અને તે કૂક થઇ જાય ત્યાં સુધી રાહ જુઓ.

પેનમાં પાણી ઉમેરો અને ઉકાળો.

હવે બદામનો લોટ ઉમેરો અને ગઠ્ઠો ન થાય તે માટે હલાવતા રહો. તે ઘટ્ટ થાય ત્યાં સુધી ઉપરથી રાંધો.

ઘટ્ટ થઈ જાય એટલે તેને ધીમી આંચ પર વધુ 2 મિનિટ સુધી પકાવો. તમે તાજી કોથમીર ઉમેરીને સ્ટવ પરથી ઉતારી લો.

તમારો ઉચ્ચ પ્રોટીન અને ઓછો કાર્બ નાસ્તો તૈયાર છે!

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ