એવા દિવસો કે જયારે આપણે આળસ અનુભવીએ છીએ અથવા નાસ્તો તૈયાર કરવા માટે વધુ સમય નથી, અને આપણે કંઈક સિમ્પલ અને ઈઝી ટૂ મેક ઈચ્છીએ છીએ. તે આળસના દિવસો માટે,અહીં તમારા માટે બદામના લોટના ઉપમાની રેસીપી લાવ્યા છીએ જે રાંધવા માટે સરળ અને પૌષ્ટિક પણ છે.
રાશી ચૌધરીએ, એક ન્યુટ્રિશનિસ્ટ કે જે કીટો ઉપમાની રેસીપી શેર કરી હતી, જે તેમના અનુસાર આ ઉપમામાં કાર્બોહાઇડ્રેટ્સ ઓછું અને પ્રોટીન વધારે પ્રમાણમાં હોય છે. ઉપરાંત, તે બ્લડ સુગરના સ્તરને પણ કંટ્રોલ કરે છે.
ન્યુટ્રિશનિસ્ટ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, “બદામનો લોટ નિયમિત લોટ કરતાં થોડો મીઠો હોવાથી તમારે સામાન્ય કરતાં વધુ લીલા મરચાં ઉમેરવા પડશે.
બદામના લોટનો ઉપમા
સામગ્રી
- 1/2 કપ બદામનો લોટ
- 1/2 કપ પાણી
- 1/4 કપ ડુંગળી
- 2 નાના ટામેટાં
- બીજી ઘણી બધી શાકભાજી, પ્રોટીન માટે વટાણા, ગાજર, કેપ્સિકમ
- લીલા મરચા
- ઘી
- મુઠ્ઠીભર કાજુ અથવા મગફળી જો તમને અનુકૂળ આવે
- 1 ઇંચ આદુ, થોડી સરસવ,મીઠો લીમડો અને જીરું
આ પણ વાંચો: માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને સ્થૂળતા વચ્ચે શું છે સંબંધ? જાણો અહીં
મેથડ
એક કડાઈમાં થોડું ઘી નાખો, અને એકવાર તે ગરમ થઈ જાય, તેમાં ટેમ્પરિંગ (જીરા, સરસવના દાણા, લીલા મરચાં, મીઠો લીમડો ) ઉમેરો.
તે મિક્ષ કરી, તેમાં થોડું મીઠું નાખી ડુંગળી ઉમેરો અને બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો.
હવે તેમાં કાજુ અથવા મગફળી, બારીક સમારેલા આદુ અને થોડુ ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો.
હવે ઝીણા સમારેલા ટામેટા ઉમેરો, ઢાંકી દો અને ખીરું ન થાય ત્યાં સુધી પકાવો. પછી તમે અન્ય તમામ શાકભાજી ઉમેરી શકો છો અને તે કૂક થઇ જાય ત્યાં સુધી રાહ જુઓ.
પેનમાં પાણી ઉમેરો અને ઉકાળો.
હવે બદામનો લોટ ઉમેરો અને ગઠ્ઠો ન થાય તે માટે હલાવતા રહો. તે ઘટ્ટ થાય ત્યાં સુધી ઉપરથી રાંધો.
ઘટ્ટ થઈ જાય એટલે તેને ધીમી આંચ પર વધુ 2 મિનિટ સુધી પકાવો. તમે તાજી કોથમીર ઉમેરીને સ્ટવ પરથી ઉતારી લો.
તમારો ઉચ્ચ પ્રોટીન અને ઓછો કાર્બ નાસ્તો તૈયાર છે!