Khajoor Chutney Recipe: ખજૂર ચટણી બનાવવાની સીક્રેટ રેસીપી, 1 થી 2 મહિના સુધી ફ્રિજમાં ફ્રેશ રહેશે

Khajoor Chutney Recipe Secret Tips In Gujarati : ખજૂર ચટણી ભજીયા, સમોસા કચોરી અને થેપલા જેવી વાનગી સાથે ખાવામાં સરળ લાગે છે. અહીં ખજૂર ચટણી બનાવવાની સીક્રેટ રેસીપી આપી છે, જે ફ્રિજમાં 1 થી 2 મહિના સુધી ફ્રેશ રહે છે.

Khajoor Chutney Recipe Secret Tips In Gujarati : ખજૂર ચટણી ભજીયા, સમોસા કચોરી અને થેપલા જેવી વાનગી સાથે ખાવામાં સરળ લાગે છે. અહીં ખજૂર ચટણી બનાવવાની સીક્રેટ રેસીપી આપી છે, જે ફ્રિજમાં 1 થી 2 મહિના સુધી ફ્રેશ રહે છે.

author-image
Ajay Saroya
New Update
Khajoor Chutney Recipe

Khajoor Chutney Recipe : ખજૂર ચટણી બનાવવાની સીક્રેટ ટીપ્સ. Photograph: (Social Media)

Khajoor Chutney Recipe In Gujarati : ખજૂર ચટણી ભજીયા, સમોસા કચોરી અને થેપલા જેવી વાનગી સાથે ખાવામાં સરળ લાગે છે. ખજૂર અને ગોળ માંથી બનેલી આ ચટણી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે, જે બજારમાં વેચાતી સોશ જેમ શરીરને નુકસાન પહોંચાડી નથી. ખજૂર ચટણી બનાવવામાં વધારે સમય અને મહેનત લાગે છે. જો તેને બનાવવાની રીત યોગ્ય ન હોય તો ઝડપથી બની જાય છે. અહીં ખજૂર ચટણી બનાવવાની સીક્રેટ રેસીપી આપે છે, જે એક વખત બનાવ્યા બાદ 1 થી બે મહિના સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે.

Advertisment

ખજૂર ચટણી બનાવવા માટે સામગ્રી

  • ખજૂર : 200 ગ્રામ
  • ગોળ : 200 ગ્રામ
  • ધાણાજીરું પાઉડર : 2 ચમચી
  • લાલ મરચું પાઉડર : 1 ચમચી
  • લીંબુનો રસ : 1 ચમચી

ખજૂર ચટણી બનાવવાની રીત

ખજૂર ચટણી બનાવવા માટે સૌથી પહેલા ખજૂર માંથી ઠળિયા કાઢો અને તેને દસ્તા વડે ખાંડીને નરમ કરો. હાલ તો બજારમાં સીડ લેસ ખજૂર પણ મળે છે. 

એક પ્રેશર કૂકરમાં ઠળિયા વગરની ખજૂર નાંખો. પછી તેની ઉપર ગોળનો ટુકડો મૂકો. તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી રેડો. હવે ધાણાજીરું પાઉડર, લાલ મરચું પાઉડર અને લીબુંનો રસ ઉમેરો સારી રીતે મિક્સ કરો. 

Advertisment

એક વાતનું ધ્યાન રાખો. ગોળનો ટુકડો આખો રાખવાનો છે, તેના ટુકડા કરવાના નથી. પ્રેશર કૂકરમાં બાફતી વખતે ખજૂરની ઉપર ગોળનો ટુકડો મૂકવાનો છે, જેથી કુકરના તળિયે ગોળ ચોંટે નહીં અને દાઝી ન જાય.

આ પણ વાંચો | ઓછા તેલમાં ભોજન કેવી રીતે બનાવવું? શેફ રણવીર બ્રારે જણાવી સીક્રેટ કુકિંગ ટીપ્સ

પ્રેશર કૂકરમાં બધી સામગ્રી નાંખી ગેસ પર ધીમા તાપેસ 3 મિનિટ સુધી બાફો. 

હવે ક્રૂકર ખોલી એક ઉંડા વાસણમાં ખજૂર ગોળના મિશ્રણને કાઢી લો. આ મિશ્ર ઘટ્ટ હશે. જો ઇન્સ્ટન્ટ ખાવાની હોય તો તેમા જરૂર મુજબ પાણી ઉમેરો, પછી બ્લેન્ડર વડે તેની પાતળી પેસ્ટ બનાવો. 

આ પણ વાંચો | ફ્રિજમાં ફળો રાખવાની સાચી રીત, જાણો કયા ફળો ન રાખવા જોઈએ

જો તમારે ખજૂર ચટણી લાંબા સમય સુધી ફ્રિજમાં સ્ટોર કરવાની હોય તો બાફ્યા બાદ તેમા પાણી ઉમેરવું નહીં. આ ઘટ્ટ મિશ્રણને એરટાઇટ ડબ્બામાં ભરી ફ્રિજમાં સ્ટોર. આ રીતે બનાવેલી ખજૂર ચટણી એક થી 2 મહિના સુધી બગડતી નથી.  

ભોજન રેસીપી જીવનશૈલી