Mahashivratri Recipe: મહાશિવરાત્રી સ્પેશિયલ તેલ વગરની ફરાળી ચાટ, આખો દિવસ શરીરમાં એનર્જી રહેશે

Shakkariya Chat Recipe In Gujarati : મહારાશિવરાત્રી ઉપવાસમાં ઓછા તેલ અને મસાલા વાળી ફરાળી વાનગીનું સેવન કરવું જોઇએ. અહીં તેલ વગર અને મસાલા વગર સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ શક્કરિયા ચાટ બનાવવાની રીત આપી છે, જે ઓછી સામગ્રીમાં ફટાફટ બની જાય છે.

Shakkariya Chat Recipe In Gujarati : મહારાશિવરાત્રી ઉપવાસમાં ઓછા તેલ અને મસાલા વાળી ફરાળી વાનગીનું સેવન કરવું જોઇએ. અહીં તેલ વગર અને મસાલા વગર સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ શક્કરિયા ચાટ બનાવવાની રીત આપી છે, જે ઓછી સામગ્રીમાં ફટાફટ બની જાય છે.

author-image
Ajay Saroya
New Update
sweet potato chaat recipe | shakarkandi chaat recipe | falahari recipe | falahari chat recipe | Shakkariya Chat Recipe

Falahari Recipe Shakkariya Chat : ફરાળી વાનગી શક્કરિયાની ચાટ. Photograph: (Social Media)

Mahashivratri Special Oil Free Fasting Food In Gujarati : મહાશિવરાત્રી એટલે ભગવાન શંકરની પૂજાનો ખાસ દિવસ છે. આ દિવસે ઘણા લોકો વ્રત ઉપવાસ રાખે છે. સામાન્ય રીતે વ્રત ઉપવાસ દરમિયાન ફરાળી વાનગી ખાવાની હોય છે. જો કે આજકાલ લોકો ફરાળી વાનગીમાં તેલ અને મસાલા વાળી ફરાળી વાનગી ખાય છે, જેનાથી પેટ ભારે લાગે છે. જો તમે મહાશિવરાત્રી પર ઉપવાસ રાખવાનો હોય તો તમારે આખો દિવસ શરીરમાં એનર્જી રહે તેવી ફરાળી વાનગી ખાવી જોઇએ, તેમા તેલ અને મસાલો ઓછો હોય છે. અહીં તેલ વગર અને મસાલા વગર સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ શક્કરિયા ચાટ બનાવવાની રીત આપી છે, જે ઓછી સામગ્રીમાં ફટાફટ બની જાય છે.

Advertisment

શક્કરિયાની ચાટ બનાવવા માટે સામગ્રી

  • શક્કરિયા : 5 નંગ
  • શેકેલી સીંગ : અડધો કપ
  • દાડમના દાણા : 1 કપ
  • મખાના શેકેલા : 1 કપ
  • ચાટ મસાલો : 1 ચમચી
  • લીલા મરચા : 2 નંગ
  • લીલું કોથમીર : 1 ચમચી
  • આમલીની ચટણી
  • દહીં 
  • બટાકાની વેફર
  • ફરાળી મીઠું

Shakarkandi Chaat Recipe શક્કરિયા ચાટ બનાવવાની રીત

શક્કરિયા ચાટ બનાવવા માટે સૌ પ્રથમ શક્કરિયા 2 થી 3 વખત પાણીમાં સારી રીતે ધોઇ લો, આમ કરવાથી તેના પર ચોંટેલી માટી નીકળી જાય. પછી શક્કરિયાને કાપડ વડે બરાબર સાફ કરો. હવે શક્કરિયા પાણીમાં બાફો અથવા સગડી ઉપર શેકી લો.

ત્યારબાદ શક્કરિયાની છાલ કાઢી લો અને નાના નાના ટુકડા કરો. 

હવે એક બાઉલમાં શક્કરિયા નાંખો. જો તમને શક્કરિયા વધારે ભાવતા ન હોય તો, તેમા શક્કરિયાની સાથે બાફેલા બીટ, ગાજર અને રતાળુ કે બટાકા પર મિક્સ કરી શકાય છે.

Advertisment

આ પણ વાંચો | મહાશિવરાત્રી પર બનાવો મખાના ખીર, જાણો ઝટપટ સિક્રેટ રેસીપી

બાઉલમાં શેકેલા સીંગદાણાનો ભુક્કો, શેકેલા મખાના બટાકાની લાંબી કાતરી, ઘટ્ટ દહીં અને બારી કાપેલા લીલા મરચા ઉમેરો. પછી સ્વાદ અનુસાર ચાટ મસાલો અને ફરાળી મીઠું ભભરાવો. 

તેમા આમલીની ચટણી ઉમેરી બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો. છેલ્લે દાડમના દાણા અને કોથમીરના પાન ઉમેરી ગાર્નિશ કરો. 

આ રીતે બનાવેલી શક્કરિયા ચાટ સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. 

આ પણ વાંચો |  બટાકાની કાતરી બાફતી વખતે પાણીમાં આ બે વસ્તુ ઉમેરો, બજાર જેવી સફેદ અને ક્રિસ્પી બનશે

સામાન્ય રીતે ઉપવાસ વ્રત હોય ત્યારે આરોગ્યપ્રદ ફરાળી વાનગી ખાવી જોઇએ. વધારે તેલ અને મસાલા વાળી ફરાળી વાનગી ખાવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે. આથી તેલ વગર હેલ્ધી ફરાળી વાનગી ખાવી હોય તો શક્કરિયા ચાટ ઉત્તમ વિકલ્પ છે. ઉપવાસ વ્રત દરમિયાન શક્કરિયા ચાટ આખો દિવસ તમારી બોડીને એનર્જી આપશે.

લાઇફસ્ટાઇલ ભોજન રેસીપી મહાશિવરાત્રી