/indian-express-gujarati/media/media_files/2026/01/12/happy-uttarayan-shubhechha-2026-01-12-15-56-32.jpg)
મકરસંક્રાંતિ શુભેચ્છા સંદેશ Photograph: (Canva)
Makar Sankranti wishes in Gujarti: મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે નાના બાળકોથી લઈ મોટી ઉંમરનાં લોકો ખુશ થઈને સુંદર કપડા પહેરીને વહેલી સવારથી જ પોતાના ઘરની છત અને અગાશીઓ પર ચઢીને હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે.
ઉત્તરાયણનો આખો દિવસ ધાબેથી "કાપ્યો છે!" અને "એ લપેટ લપેટ" જેવી વિવિધ બૂમો સાંભળવા મળે છે. આકાશ ઈન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગોથી છવાઇ જાય છે.
મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ એ બધા લોકો માટે મહત્વનાં તહેવારો પૈકીનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની અને અન્ય ઉડતી પતંગોને કાપીને તહેવારની મજા માણે છે. ત્યારે તમારા મિત્રો અને સંબંધીઓને ઉત્તરાયણની શુભેચ્છાના સંદેશાઓ મોકલી આપો.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/12/makar-sankranti-2026-2026-01-12-15-57-27.jpg)
તનમાં મસ્તી મનમાં ઉમંગ
લઈને સૌનો પ્રેમ ગોળમાં મીઠાસને સંગ
એક થઈને ઉડાવીશુ આપણે પતંગ
અને ભરી લઈશુ આકાશમાં મનગમતા રંગ (તસવીર: Canva)
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/12/makar-sankranti-wishes-2026-01-12-15-57-27.jpg)
ગોળની મીઠાસ હોય અને તલનો પ્રેમ હોય
પતંગોની ઊંચાઈ પર રહે તમારો સંસાર
સૂરજની કિરણો ચમકાવે તમારો સંસાર
શુભ રહે ખિચડીનો આ ઉત્સવ મહાન
Makar Sankranti 2026 ની શુભકામનાઓ (તસવીર: Canva)
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/12/makar-sankranti-wishes-in-gujarti-2026-01-12-15-57-27.jpg)
ઊંચી પતંગોનો હોય ઈરાદો
દરેક ક્ષણે ખુશીઓનુ હોય પ્રોમિસ
જીવનમાં દરેક દિવસ સંક્રાતિ જેવો આવે
તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે
Happy Makar Sankrati 2026 (તસવીર: Canva)
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/12/makar-sankranti-wishes-msg-2026-01-12-15-57-27.jpg)
આકાશમાં પતંગોનો રંગીન મેળો
દિલમાં ઉમંગોનો ખૂબસૂરત રેલો
મકર સંક્રાંતિ પર લાવો સૂરજની રોશની
તમારા જીવનમાં લાવે નવી ખુશીઓ પોટલી
Happy Makar Sankrati 2026 (તસવીર: Canva)
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/12/happy-uttarayan-wishes-2026-01-12-15-57-27.jpg)
તલગોળની સુગંધ, ઉંઘિયા જલેબીની બહાર
મુબારક રહે તમને ઉત્તરાયણનો તહેવાર
Happy Makar Sankranti 2026 (તસવીર: Canva)
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/12/uttarayan-whatsapp-messages-2026-01-12-15-57-27.jpg)
તલપાપડી અને ખીચડી ખાવ ભરપૂર
ઉડાવો પતંગ અને કાપ્યો છે.. ની મસ્તી લો ભરપૂર
ઢીલ આપો અને જવા દો બધા દુ:ખ
અને ચિંતા પતંગની જેમ દૂર-દૂર
ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છા (તસવીર: Canva)
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/12/sankranti-quotes-2026-01-12-15-57-27.jpg)
મકરસંક્રાંતિના શુભ તહેવાર પર તમારા જીવનમાં ખુશીઓનો પતંગ ઊંચે ઉડે. (તસવીર: Canva)
કેટલું ફાયદાકારક હોય છે ગધેડીનું દૂધ, જાણો ગાય-ભેંસના દૂધથી કેટલું અલગ હોય છે?
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/12/happy-makar-sankranti-2026-01-12-15-57-27.jpg)
મકરસંક્રાંતિનો આ પવિત્ર તહેવાર તમારા જીવનમાં ખુશી, સમૃદ્ધી અને સફળતા લાવે તેવી પ્રાર્થના (તસવીર: Canva)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us