ધાબા સ્ટાઇલ ટેસ્ટી મસૂર દાળ બનાવવાની રીત, ઓછા સમયમાં પરફેક્ટ બનશે

લાઇફ સ્ટાઇલ | મસૂર દાળ વેજિટેરિયન લોકો માટે પ્રોટીનનો સારો સ્ત્રોત છે, રેગ્યુલર ડાયટમાં લેવાથી પ્રોટીનની ઉણપ પુરી કરી શકે છે, અહીં જાણો રેસ્ટોરન્ટ જેવી સ્વાદિષ્ટ મસૂર દાળ રેસીપી 

લાઇફ સ્ટાઇલ | મસૂર દાળ વેજિટેરિયન લોકો માટે પ્રોટીનનો સારો સ્ત્રોત છે, રેગ્યુલર ડાયટમાં લેવાથી પ્રોટીનની ઉણપ પુરી કરી શકે છે, અહીં જાણો રેસ્ટોરન્ટ જેવી સ્વાદિષ્ટ મસૂર દાળ રેસીપી 

author-image
shivani chauhan
New Update
Masoor Dal Recipe in Gujarati

ટેસ્ટી મસૂર દાળ બનાવવાની રીત | Masoor Dal Recipe in Gujarati Photograph: (Freepik)

જીવનશૈલી |બધાના ઘરે મસૂર દાળ અવારનવાર બનતી હોય છે, આ દાળ ભાત, પરાઠા, ભાખરી અને રોટલી બધા સાથે મજેદાર લાગે છે, પપરંતુ ઘણા લોકોને એ ઘરનો ટેસ્ટ ભાવતો નથી પરંતુ રેસ્ટોરન્ટ કે ધાબા સ્ટાઇલ વધારે પસંદ આવે છે, પરંતુ આ રેસીપી ટ્રાય કરશો તો તમને ચોક્કસ મસૂર દાળનો ટેસ્ટ ધાબા સ્ટાઇલ લાગશે.

Advertisment

મસૂર દાળ વેજિટેરિયન લોકો માટે પ્રોટીનનો સારો સ્ત્રોત છે, રેગ્યુલર ડાયટમાં લેવાથી પ્રોટીનની ઉણપ પુરી કરી શકે છે, અહીં જાણો રેસ્ટોરન્ટ જેવી સ્વાદિષ્ટ મસૂર દાળ રેસીપી 

મસૂર દાળ રેસીપી 

સામગ્રી 

1 કપ  30 મિનિટ પલાળેલી મસૂર દાળ
4 કળી લસણ સમારેલી
2 લીલા મરચા સમારેલા
1 મધ્યમ ટામેટા સમારેલા
1 ચમચી મીઠું અથવા સ્વાદ મુજબ
1/2 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી જીરું ધાણા પાવડર
1/2 ચમચી સુગર
3 કપ પાણી

વઘાર માટે સામગ્રી 

1 ટેબલસ્પૂન તેલ
1/2 ચમચી રાઈ 
1 ચપટી હિંગ
2 કળી લસણ સમારેલું
1 સમારેલું લીલું મરચું સમારેલું
5-6 મીઠો લીમડો 
1 ચમચી લીંબુનો રસ
2 ચમચી ફ્રેશ સમારેલ કોથમીર

Advertisment

મસૂર દાળ બનાવાની રીત 

સૌ પ્રથમ મસૂર દાળને સારી રીતે ધોઈ લો અને ૨૦ મિનિટ માટે પલાળી રાખો. પલાળેલી દાળને પ્રેશર કુકરમાં નાખો. લસણ, લીલું મરચું, મીઠું, લાલ મરચું પાવડર, જીરું, ધાણા પાવડર, ખાંડ અને સમારેલા ટામેટા ઉમેરો.

એમાં પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. પ્રેશર કુકમાં ૨ થી ૩ સીટી વાગે ત્યાં સુધી નરમ થાય ત્યાં સુધી કરો. એક પેનમાં તેલ ગરમ કરો અને વઘાર તૈયાર કરો.

રાઈ, હિંગ, લસણ, લીલા મરચાં અને મીઠો લીમડો ઉમેરો અને સારી રીતે સાંતળો. દાળ પર ગરમ તડકા રેડો અને ધીમેથી મિક્સ કરો.  લીંબુનો રસ અને તાજા ધાણા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ભાત સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી જીવનશૈલી