Millet Benefits: પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ મંગળવારે સંસદમાં કેબિનેટના સદસ્યોની સાથે બાજરી (Millets) માંથી બનાવેલ વિવિધ વાનગીની લહેજત માણી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું હતું કે, વર્ષ 2023 ને અમે આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ
(International Year of Millets) ના રૂપમાં માનવાની તૈયારી કરી રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું હતું કે તેમને સંસદમાં લંચમાં બાજરીમાંથી બનાવેલ વિવિધ વાનગીઓ સર્વ કરવામાં આવી હતી. આખા અનાજ પ્રત્યે જાગૃતિ વધારવા અને બાજરીનું સેવન કરવાના મહત્વ પર ભાર આપવાના હેતુથી, પ્રધાન મંત્રી પીએમ મોદીએ આખા અનાજથી બનેલ ડીશ (millet dishes) ની લહેજત માણી હતી. ત્યારબાદ તેમના ટ્વિટ્ટર હેન્ડલ પર કાર્યર્કમની કેટલીક તસ્વીરો પણ શેયર કરી હતી.
ANI અનુસાર આખા અનાજ માંથી બનાવેલ બાજરીની ખીચડી (millet khichdi), રાગી ડોસા (ragi dosa), રાગી રોટી (ragi roti), જવારનો રોટલો (jowar roti), હળદરનું શાક (haldi sabji), બાજરી અને ચુરમા (bajra and churma) નો સમાવેશ થાય છે. મિઠાઈઓમાં બાજરીની ખીર અને બાજરીની કેકનો સમાવેશ થાય છે. પોષક તત્વોથી ભરપૂર અનાજનું ઉત્પાદન વધારવા માટે વર્ષ 2018ને રાષ્ટ્રીય વર્ષના રૂપમાં માનવામાં આવ્યું હતું. પોષક તત્વોથી ભરપૂર આ અનાજ ઘણી બીમારીઓમાં ફાયદાકારક છે.
આ પણ વાંચો: વર્ક આઉટ ન કરવાનો હોય મૂડ તો આ વાંચો, દિશા પટણી બની પ્રેરણારૂપ
આ અનાજ બીટા કેરોટીન, નાયસીન, વિટામિન બી-6, ફોલિક એસિડ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક, ખનીજ દ્વવ્યો અને વિટામિનથી ભરપૂર હોય છે તેથી સુપરફૂડ કહેવાય છે. આ અનાજ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. બાજરીમાં રહેલ ભરપૂર ડાયટરી ફાઈબર પાચનને તંદુરસ્ત કરવામાં મદદ કરે છે. આવો જાણીએ કે બાજરી ( Millets ) સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે.
બાજરી કેમ સ્વાસ્થ્ય માટે જરૂરી?
ઇંગ્રેટીવ ન્યુટ્રિશનિસ્ટ એન્ડ હોલિસ્ટિક લાઇફ કોચ કરિશ્મા શાહએ કહ્યું હતું કે બાજરી સ્વાસ્થ્ય માટે સુપરફૂડ મનાય છે જે સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. આ ફૂડ ફોસ્ફરસ, મેગ્નેશિયમ,ઝીંક અને મેન્ગેનીઝ જેવા ખનીજનો પણ સારો સ્ત્રોત છે તેથી બાજરીનો પોષક તત્વોનું પાવર હાઉસ કહેવાય છે.
આ પણ વાંચો: શું તમે ખાવાના વધારે શોખીન તો નથી ને? હાનિકારક છે ઓવરઇટિંગ,જાણો રિસર્ચ શું કહે છે?
બાજરીના સ્વાસ્થ્ય ફાયદા:
- બાજરીના સ્વાસ્થ્ય લાભોની વાત કરીએ તો આ અંજામ ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જે વજન કંટ્રોલ (healthy body weight) કરવામાં મદદ કરે છે.
- તેનું સેવન કરવાથી બ્લડ શુગર (blood sugar) કંટ્રોલમાં રહે છે. તેનું સેવન કરવાથી ડાયાબિટીસનું જોખમનથી બચી શકાય છે.
- બાજરીના સેવનથી આંતરડાની બળતરા (reduce gut inflammation) માં રાહત આપે છે.
- બાજરી દ્રાવ્ય અને અદ્રાવ્ય ખોરાક છે જે ફાઇબરથી ભરપૂર છે,પાચનતંત્ર સુધારે છે અને શરીરમાં ગુડ બેક્ટેરિયામાં વધારો કરવામાં મદદ કરે છે.
- દ્રાવ્ય ફાઇબર મળને પસાર કરવામાં મદદ કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે.
- તે પેટના કેન્સર (colon cancer) ના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે.