પ્રિયંકા ચોપરાએ તેની 30 વર્ષની ઉંમરે કરેલ એગ ફ્રીઝીંગ વિશે કર્યો ખુલાસો

એગ ફ્રીઝિંગ એ સ્ત્રીના ઇંડાને ફ્રીઝ કરવા અને સ્ટોર કરવાની પ્રક્રિયા છે,સ્ત્રી જ્યારે તે ગર્ભવતી થવા માટે તૈયાર હોય ત્યારે આ એગ ફ્રીઝીંગનો ભવિષ્યના ઉપયોગ કરી શકે છે.

Written by shivani chauhan
Updated : March 30, 2023 12:38 IST
પ્રિયંકા ચોપરાએ તેની 30 વર્ષની ઉંમરે કરેલ એગ ફ્રીઝીંગ વિશે કર્યો ખુલાસો
પ્રિયંકા ચોપરાએ ઇંડા ફ્રીઝિંગ વિશે ખુલાસો કર્યો (સ્રોત: ડેક્સ શેપર્ડ/ઇન્સ્ટાગ્રામ)

માલતી મેરી જોનાસની માતા પ્રિયંકા ચોપરાએ તાજેતરના પોડકાસ્ટમાં તેના 30 વર્ષની શરૂઆતમાં તેના ઇંડા ફ્રીઝ કરવા વિશે ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ વર્ષ 2022 માં સરોગસી દ્વારા માતા બની હતી, તેણે ખુલાસો કર્યો હતો કે તેની માતા મધુ ચોપરાના આગ્રહથી તેણે આ પ્રક્રિયા પસંદ કરી હતી. બાજીરાવ મસ્તાની અભિનેત્રી પ્રિયંકાએ એ ડેક્સ શેપર્ડને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, “મને આવી સ્વતંત્રતાનો અનુભવ થયો હતો, મેં તે 30 વર્ષની શરૂઆતમાં કર્યું હતું, અને હું મહત્વાકાંક્ષી ચેલેન્જ પર આગળ વધી શકી. હું કંઈક હાંસલ કરવા માંગતી હતી, અને હું મારી કારકિર્દીમાં ચોક્કસ સ્થાન મેળવવા માંગતી હતી.”

પ્રિયંકાએ ઉમેર્યું હતું કે, તેમજ, હું જેના દ્વારા સાથે સંતાન મેળવવા માંગતી હતી તે મને મળ્યું નહિ. તેથી, તે ચિંતા સાથે, અને મારી મમ્મી કે જેઓ ઓબ-ગિન (પ્રસૂતિશાસ્ત્રી-સ્ત્રીરોગચિકિત્સક છે) સાથે, મેં વિચાર્યું કે એગ ફ્રીઝીંગ કરાવીએ.” જેણે તેના 30 ના દાયકામાં તેના ઇંડા ફ્રીઝ કરાવ્યા હતા.

35 વર્ષ પછી ગર્ભવતી થવું મુશ્કેલ બની જાય છે તેમ જણાવતાં પ્રિયંકાએ યાદ કર્યું હતું કે, “જો કે મારી મમ્મીએ મને આ કહ્યું હતું, મેં મારા માટે પણ કર્યું હતું. હું મારા બધા મિત્રોને કહું છું કે જૈવિક ઘડિયાળ વાસ્તવિક ( biological clock) છે. 35 પછી સગર્ભા થવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને એ સ્ત્રીઓ માટે જે આખી જિંદગી કામ કરતી હોય છે. પરંતુ વિજ્ઞાન અત્યારે એટલી પ્રગતિ કરી છે કે જો તમે તેને પરવડી શકો, તો આ શ્રેષ્ઠ ઉપાય છે, તમે ગમે તેટલા લાંબા સમય સુધી કામ કરી શકો છો, તમારા ઇંડા તે જ ઉંમરના હશે જ્યારે તમે તેમને સ્થિર કર્યા હતા.

આ પણ વાંચો: હેલ્થ ટિપ્સ : એન્ક્ઝાઈટી અટેક અને પેનિક અટેક વચ્ચે શું છે તફાવત? જાણો અહીં

https://www.instagram.com/p/CqTALQTLsaH/?utm_source=ig_embed&ig_rid=16dc1dc8-a739-4e95-9b40-d2848bc91931

એગ ફ્રીઝિંગ શું છે?

Oocyte Cryopreservation અથવા એગ ફ્રીઝિંગ એ સ્ત્રીના ઇંડાને ફ્રીઝ કરવા અને સ્ટોર કરવાની પ્રક્રિયા છે, એમ ડૉ. નિશા પાનસરે, પ્રજનન સલાહકાર, નોવા IVF ફર્ટિલિટી, પુણેએ જણાવ્યું હતું કે,”તે સ્ત્રીને તેના ભવિષ્યના ઉપયોગ માટે જ્યારે તે ગર્ભવતી થવા માટે તૈયાર હોય ત્યારે તેના ઇંડાને બેંકમાં સ્ટોર કરવાની મંજૂરી આપે છે.”

પ્રક્રિયામાં શું શામેલ છે?

એકવાર તમે તમારું મન બનાવી લો, પછી તમારા અંડાશયમાંથી એગને કલેક્ટ કરવામાં આવશે અને પછીથી સ્ટોર કરવામાં આવશે, ડૉ કરિશ્મા ડાફલે, પ્રજનન સલાહકાર, નોવા IVF ફર્ટિલિટી, પુણે, indianexpress.com ને જણાવ્યું હતું કે,“આ ઇંડાને પછીના તબક્કામાં ઉપયોગમાં લેવા માટે સંગ્રહિત કરવામાં આવે છે. પ્રક્રિયા પસંદ કરવાનું નક્કી કર્યા પછી, તમારું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવશે. ઇંડાને ઠંડું પાડતા પહેલા, ચેપ તરફ દોરી શકે તેવા કોઈપણ પરિબળોને શોધવા માટે ચોક્કસ પરીક્ષણો હાથ ધરવામાં આવશે. મૂલ્યાંકન પછી, જો તમે યોગ્ય જણાશો તો જ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ પ્રક્રિયા ત્રણ ભાગોમાં હાથ ધરવામાં આવશે.”

પહેલા, અંડાશયને સ્ટીમ્યુલેટ કરવામાં આવશે, જેમાં ઘણા એગ બનાવવા માટે સ્ત્રીમાં કૃત્રિમ હોર્મોન્સ ઇન્જેક્ટ કરવામાં આવશે. ડૉ ડેફલે સમજાવ્યું હતું કે,“ત્યારબાદ, નિષ્ણાતે રક્ત પરીક્ષણો અને યોનિમાર્ગના અલ્ટ્રાસાઉન્ડની મદદથી ફોલિકલ્સ (પ્રવાહી ભરેલી કોથળીઓ જ્યાં ઇંડા પરિપક્વ થાય છે)ના વિકાસ માટે જોવું પડશે. અંડાશયની અંદર ફોલિકલ્સ વિકસાવવામાં થોડો સમય લાગે છે. પછી, અનફર્ટિલાઇઝડ ઇંડાને પુનઃપ્રાપ્ત કરવામાં આવશે, સ્થિર કરવામાં આવશે, અને જ્યારે પણ સ્ત્રી ભવિષ્યમાં ગર્ભવતી થવા માંગે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે.”

આ પણ વાંચો: હેલ્થ અપડેટ : ગરમ પીણાં જેમ કે ચા-કોફી અને અન્નનળીના કેન્સર વચ્ચે શું છે સંબંધ

તે કોણ કરાવી શકે છે?

આ એગ ફ્રીઝીંગ પ્રક્રિયા તેમની ત્રીસ વર્ષની વયની સિંગલ મહિલાઓ માટે લાભદાયી છે, જેઓ નજીકના સમયમાં ફેમિલી પ્લાનિંગ કરવા માંગતા નથી, કેન્સર ધરાવતી સ્ત્રીઓ અને કીમોથેરાપી/સર્જરી કરાવતી, એન્ડોમેટ્રિઓસિસ ધરાવતી સ્ત્રીઓ, એનિમિયા, પોલિસિસ્ટિક અંડાશયના સિન્ડ્રોમ (PCOS) અને અન્ય સ્થિતિઓમાં સમય સાથે ઇંડાની ગુણવત્તા ઘટી શકે છે.

35 વર્ષ પહેલાં શા માટે સલાહ આપવામાં આવે છે?

ડફલે જણાવ્યું હતું કે, “તે એટલા માટે છે કારણ કે જ્યારે સ્ત્રી 35 વર્ષની થાય છે ત્યારે એગની સંખ્યા અને ગુણવત્તામાં ભારે ઘટાડો થાય છે”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ