scorecardresearch

Push-ups prevent heart attack: 40 વર્ષની ઉંમર પછી પણ પુશ અપ્સ એક્સરસાઇઝ હાર્ટ અટેકનું જોખમ કરે ઓછું, જાણો અહીં

Push-ups prevent heart attack : એક્સરસાઇઝ (exercise) હાર્ટને એ રીતે ટ્રેઈન કરે છે કે હાર્ટ કોઈ પણ પ્રકારના તણાવને સહન કરી શકે અને હાર્ટ બ્લડને બોડીના અન્ય અંગોમાં સરળતાથી પંપ કરી પહોંચાડી શકે છે. જેથી તમારા શરીરને વધારે ઓક્સિજન મળશે અને આખો દિવસ ફ્રેશનેસની અનુભૂતિ કરશો

Push-ups prevent heart attack: 40 વર્ષની ઉંમર પછી પણ પુશ અપ્સ એક્સરસાઇઝ હાર્ટ અટેકનું જોખમ કરે ઓછું, જાણો અહીં
(Source: Pixabay)

Push-ups prevent heart attack: ઉંમર વધવાની સાથે સાથે ઘણા પ્રકારની બીમારીઓનું જોખમ વધે છે. ખરાબ ડાયટ અને બદલાતી જીવનશૈલીની અસર હૃદયના સ્વાસ્થ્ય પર પણ થાય છે. ઘણા લોકો નાની ઉંમરમાં હૃદય રોગનો શિકાર બની જાય છે. તાજેતરમાં ઘણા એવા કેસ જોવા મળ્યા હતા. જેમાં એક્સરસાઇઝ દરમિયાન લોકોના મોત થયા છે. એક્સપર્ટ સલાહ આપે છે કે 40 વર્ષ પછી હેવી એક્સરસાઇઝ હૃદય રોગનું જોખમ વધારે છે. વર્ક આઉટ કરનારા મોટાભાગના લોકો જીમમાં પુશ અપ્સ એક્સરસાઇઝ કરતા હોય છે, પરંતુ સવાલએ થાય છે કે શું પુશ અપ્સ એક્સરસાઇઝ હૃદય રોગથી બચાવી શકે છે? શું 40 ની આસપાસમાં પુસ અપ્સ કરવાથી હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ ઓછું થઇ જાય છે? આવો જાણીએ એક્સપર્ટ શું કરે છે,

પુશ અપ્સ કરવાના ફાયદા: (Benefits of doing push-ups)

એક્સપર્ટ ડોક્ટર્સના મત મુજબ પુશ અપ્સ કરવાથી શરીરના મોટાભાગના સ્નાયુઓ મજબૂત થાય છે, તેથી કવચીકતા વધે છે અને સ્નાયુઓના ફન્કશનમાં સુધારો છે. 2019 માં હાર્વર્ડ યુનિવર્સીટી (Harvard University) ના એક રિસર્ચ મુજબ પુશ અપ્સ ઘણી બીમારીઓના જોખમથી બચાવે છે.

આ પણ વાંચો: Millets Benefits: પીએમ નરેન્દ્ર મોદીએ બાજરીની ખિચડીની લહેજત માણી, જાણો બાજરીના સ્વાસ્થ્ય ફાયદા

જમા નેટવર્ક (JAMA Network Open researchers) માં પ્રકાશિત રિસર્ચમાં ફાયર ફાઈટર દળ ટીમમાં જોડાયેલ પુરુષો પર ટેસ્ટ કરાયો હતો. રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે જે વ્યક્તિએ 30 સેકન્ડમાં 40 પુશ અપ્સ કર્યા, તેમને હાર્ટઅટેક, હાર્ટ ફેલ્યોર અને અન્ય કોઈ કાર્ડિયોવૅસ્ક્યુલર પ્રોબ્લેમનું જોખમ આગામી 10 વર્ષ સુધી બરોબર હતું. પરંતુ જે વ્યક્તિવ 30 સેકન્ડમાં 10 થી ઓછા પુશ અપ્સ કર્યા તે લોકોમાં ત્યારબાદ હાર્ટ અટેકનું જોખમ જોવા મળ્યું હતું.

એક્સરસાઇઝથી હૃદયને થાય ફાયદા:

ફોર્ટિસ એસ્કોર્ટ હાર્ટ હોસ્પિટલમાં ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીના ડાયરેક્ટર ડો વિશાલ રસ્તોગીએ કહ્યું હતું કે વર્ક આઉટ શુગરન વધતા જોખમને ઓછું કરે છે. આ સાથે વજન પણ કન્ટ્રોલમાં રાખે છે અને સ્ટ્રેસ હોર્મોનનું ઊત્પાદન નહિવત થઇ જાય છે. સ્ટ્રેસ હોર્મોન (stress hormones) વધવાને કારણે શરીરમાં ઘણા પ્રકારની તકલીફ ઉભી થાય છે.આટલુંજ નહિ, એક્સરસાઇઝથી એન્ડોર્ફિન હોર્મોન (endorphins hormones) રિલીઝ થાય છે જેમાં ઘણા પ્રકારના હીલિંગ પાવર હોય છે.

આ પણ વાંચો: વર્ક આઉટ ન કરવાનો હોય મૂડ તો આ વાંચો, દિશા પટણી બની પ્રેરણારૂપ

આ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઓછું હોય અને ગુડ કોલેસ્ટ્રોલ વધી જાય તો હાર્ટની કોઈ પણ નળીમાં બ્લોકેજ થશે નથી. આવી સ્થિતિમાં તમે એક હેલ્થી હાર્ટની કલ્પના કરી શકો છો. મોડરેટ એક્સરસાઇઝ જીવન અને કામ કરવાથી ક્ષમતા વધારે છે. એક્સરસાઇઝ હાર્ટને એ રીતે ટ્રેઈન કરે છે કે હાર્ટ કોઈ પણ પ્રકારના તણાવને સહન કરી શકે અને હાર્ટ બ્લડને બોડીના અન્ય અંગોમાં સરળતાથી પંપ કરી પહોંચાડી શકે છે. જેથી તમારા શરીરને વધારે ઓક્સિજન મળશે અને આખો દિવસ ફ્રેશનેસની અનુભૂતિ કરશો.

Web Title: Push ups prevent heart attack disease blood pressure diabetes heath tips

Best of Express