Valentine’s Day 2023 : શા માટે ‘લાલ’ રંગને પ્રેમનો રંગ માનવામાં આવે છે? જાણો અહીં

Red color's importance: લાલ રંગ (Red color) નું પ્રેમી યુગલો (couple) માટે મહત્વ અનેક ગણું છે, કલ રંગ હૃદય સાથે સંકળાયેલ છે, જે પ્રેમ અને લાગણીનું સેન્ટર છે.

Written by shivani chauhan
February 14, 2023 11:08 IST
Valentine’s Day 2023 : શા માટે ‘લાલ’ રંગને પ્રેમનો રંગ માનવામાં આવે છે? જાણો અહીં
હૃદય, ગુલાબ, લગ્નના કપડાં, તેના ધનુષ્ય અને તીરો સાથે કામદેવતા- જો આપણને આમાંની કોઈપણ છબીઓ સાથે રજૂ કરવામાં આવે તો સંભવ છે કે આપણે જે પ્રથમ વસ્તુઓ વિશે વિચારીશું તેમાંથી એક પ્રેમ અને રોમાંસ હશે.

જેમ આપણે બધા જાણીએ છીએ, 14 મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે આપણા પ્રેમી અથવા પાર્ટનર સાથે પ્રેમની ઉજવણી કરવાનો દિવસ છે. અને લાલ રંગ કરતાં આ લાગણી વ્યક્ત કરવાની વધુ સારી રીત કઈ કોઈ શકે?

લાલ રંગએ એક સ્ટ્રોંગ કલર છે જે મજબૂત લાગણીઓ જગાડે છે અને તે પ્રેમ અને ઇચ્છા સાથે સંકળાયેલ છે. તે ગુલાબનો રંગ છે જે પ્રેમનું પ્રતીક છે અને સદીઓથી વેલેન્ટાઈન ડે પર પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

હૃદય, ગુલાબ, લગ્નના કપડાં, જો આપણે તેના વિષે વિચારીશુ તો એક પ્રેમ અને રોમાંસની લાગણી ઉપજાવશે.

પરંતુ લાલ રંગને પ્રેમનું પ્રતીક કેમ ગણવામાં આવે છે? આના ઘણા કારણો છે..

આ પણ વાંચો : Valentine Day 2023: વેલેન્ટાઇન ડે પર આ રોમાન્ટિક ગીતો તમારા પ્રિયજનોને ઈમ્પ્રેસ કરવામાં થશે મદદગાર

સૌ પ્રથમ, લાલ રંગ હૃદય સાથે સંકળાયેલું છે, જે પ્રેમ અને લાગણીનું સેન્ટર છે. હૃદયને ઘણીવાર તેજસ્વી લાલ પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે, અને આ જોડાણે લાલને પ્રેમનું શક્તિશાળી પ્રતીક બનાવવામાં મદદ કરી છે.

લાલ રંગ પ્રેમનો રંગ છે તેનું બીજું કારણ એ છે કે તેનું તીવ્ર ઇચ્છા સાથે જોડાણ છે. લાલ એક બોલ્ડ અને આત્મવિશ્વાસપૂર્ણ રંગ છે જે રોમાન્સની લાગણીઓને પ્રેરણા આપે છે. જ્યારે આપણે લાલ જોઈએ છીએ, ત્યારે એક તીવ્ર લાગણી ઉપજે છે, તેથી જ વેલેન્ટાઈન ડે પર પ્રેમ વ્યક્ત કરવા માટે તે કલર પસંદ કરવામાં આવે છે.

ઘણા ક્લચરમાં, લાલ રંગને લકી પણ માનવામાં આવે છે અને જેઓ તેને પહેરે છે તેમના માટે સારા નસીબ લાવે છે. વેલેન્ટાઇન ડે પર, આ ખાસ કરીને સાચું છે, કારણ કે લાલ રંગ પ્રેમ અને ખુશીને આકર્ષિત કરે છે.

આ પણ વાંચો : Valentine Day 2023: વેલેન્ટાઇન ડે પર તમારા જીવનસાથીને આ ગિફ્ટ આપશો તો ચોક્કસથી તે પ્રફુલ્લિત થઇ જશે

ઐતિહાસિક રજૂઆતો પર આવતાં, ગ્રીક અને હિબ્રુઓ લાલ રંગને પ્રેમનું પ્રતીક માનતા હતા. મધ્ય યુગમાં સાહિત્યની સૌથી પ્રસિદ્ધ કૃતિઓમાંની એક 13મી સદીની ફ્રેન્ચ કવિતા રોમન ડે લા રોઝ (રોમાન્સ ઓફ ધ રોઝ) હતી. કવિતા એક બંધ બગીચામાં લાલ ગુલાબ માટે લેખકની શોધ વિશે હતી, જે તેને પ્રેમ કરતી સ્ત્રી માટે તેની શોધનું પ્રતીક છે.

છેલ્લે, લાલ એ યુનિવર્સલ કલર છે જે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે અને ઉજવવામાં આવે છે. ભલે તમે યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, એશિયા અથવા બીજે ક્યાંય હોવ, લાલ એ એક એવો રંગ છે જે પ્રેમ અને લાગણીનો પર્યાય છે, જે તેને વેલેન્ટાઇન ડે માટે યોગ્ય પસંદગી બનાવે છે.

તેથી, આ વેલેન્ટાઇન ડે પર, ભલે તમે લાલ ગુલાબનો ગુલદસ્તો આપતા હોવ, લાલ ડ્રેસ પહેરતા હોવ અથવા ફક્ત તમારી સજાવટમાં લાલ રંગનો સમાવેશ કરો, યાદ રાખો કે આ રંગ પ્રેમની શક્તિ અને સુંદરતાનું પ્રતિનિધિત્વ કરે છે. વેલેનટાઈન્સ દિનની શુભેચ્છા!

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ