/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/red-spinach.jpg)
લાલ પાલક,Pic Credits : Freepik
સ્વસ્થ રહેવા અને કોઈપણ સમસ્યામાંથી બચવા માટે, ડાયાબિટીસના દર્દીઓએ તેમના બ્લડ-શુગરના સ્તર પર સતત દેખરેખ રાખવી અત્યંત જરૂરી છે. જ્યારે નિષ્ણાતો ભારપૂર્વક જણાવે છે કે આ લાઇફસ્ટાઇલના ડિસઓર્ડર ધરાવતા લોકો તેમના અંગત મેડિકલ ઇતિહાસના આધારે બધું જ સંયમિત રીતે ખાઈ શકે છે, તેમ છતાં, એવું સૂચવવામાં આવે છે કે તેઓ વધારે લૉ ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાક લે છે કારણ કે તે ગ્લુકોઝના સ્તરમાં અચાનક વધારો થતો નથી. આવા ખોરાક પણ વધુ સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે અને આમ વજન ઘટાડવામાં મદદ કરે છે. આવી જ એક અદ્ભુત શાકભાજી જે બ્લ્સ શર્કરાના લેવલને સ્થિર રાખવામાં મદદ કરે છે તે છે લાલ પાલક, જેને રેડ સ્પીનચ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સામાન્ય રીતે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જોવા મળે છે, આ પાંદડાવાળા શાકભાજી પોષક તત્વોથી સમૃદ્ધ છે, સાથે એન્ટીઑકિસડન્ટોનો સારા સ્ત્રોત છે, ખાસ કરીને એન્થોકયાનિન, જે તેને તેનો વિશિષ્ટ રંગ આપે છે.
આ પણ વાંચો: હેલ્થ ટિપ્સ : તજ અને વજન ઘટાડવા વચ્ચે શું છે કનેકશન?
શું લાલ પાલકને ડાયાબિટીસના દર્દીઓ માટે સારો વિકલ્પ છે ?
લાલ પાલકની ઓછી કેલરી અને હાઈ ફાઇબરના લીધે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ફાયદાકારક છે, તે વાતને હાઇલાઇટ કરતાં, સુષ્મા પીએસ, ડાયેટિશિયન, જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટએ જણાવ્યું હતું કે, “લાલ પાલક તેના નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સ અને હાઈ પોષક તત્વોથી ભરપૂર હોવાને કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ આરોગ્યપ્રદ વિકલ્પ બની શકે છે . ગ્લાયકેમિક ઇન્ડેક્સ માપે છે કે ખોરાક કેટલી ઝડપથી લોહીમાં શર્કરાનું સ્તર વધારે છે, ડાયાબિટીસના દર્દીઓ માટે નીચું ઇન્ડેક્સ આરોગ્યપ્રદ છે. લાલ પાલકમાં ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, તેથી તે બ્લડ સુગર વધે તેવી શક્યતા ઓછી હોય છે. વધુમાં, લાલ પાલકમાં ડાયેટરી ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે ગ્લુકોઝનું શોષણ ઘટાડવામાં અને બ્લડ સુગરના નિયમનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે. તેમાં ફ્લેવોનોઈડ્સ જેવા તંદુરસ્ત છોડના રસાયણો પણ હોય છે, જેમાં ડાયાબિટીક વિરોધી ગુણધર્મો હોય છે”.
સહમત, ગુરુ પ્રસાદ દાસ, વરિષ્ઠ આહાર નિષ્ણાત, કેર હોસ્પિટલ્સ ભુવનેશ્વર, ઉમેર્યું હતું કે , "લાલ સ્પિનચમાં રહેલા ફાઇબર લોહીના પ્રવાહમાં ખાંડના શોષણને ધીમું કરવામાં મદદ કરી શકે છે, જે બ્લડ સુગરને કંટ્રોલને કરવામાં વધુ મદદ કરી શકે છે".
આ પણ વાંચો: સમર સ્પેશિયલ: આ હેલ્ધી સલાડ તમને એનર્જી અને રિફ્રેશ રાખવામાં થશે મદદગાર
લાલ પાલકના સ્વાસ્થ્ય લાભો
લાલ પાલકના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. દાસે તેમને આ રીતે શેર કર્યા:
- તે આયર્નનો સારો સ્ત્રોત છે, જે સ્વસ્થ લોહી અને એનર્જી લેવલ માટે જરૂરી છે.
- તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે.
- તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ઓક્સિડેટીવ તણાવ અને બળતરા સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે.
- તેમાં ડાયેટરી ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે સ્વસ્થ પાચનને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે.
લાલ પાલકનું સેવન કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે?
મહત્તમ સ્વાસ્થ્ય લાભો જાળવી રાખવા માટે લાલ પાલક ખાવાની શ્રેષ્ઠ રીત છે કે તેને કાચી અથવા સહેજ રાંધેલી રાખવી. જો કે, વ્યક્તિગત પસંદગી અને જે રેસીપી તૈયાર કરવામાં આવી રહી છે તેના આધારે તેનું વિવિધ રીતે સેવન કરી શકાય છે. નીચે કેટલીક રીતો છે જેમાં તમે લાલ પાલકનું સેવન કરી શકો છો, જે દાસ દ્વારા શેર કરવામાં આવી છે.
- કાચા: સલાડમાં લાલ પાલકના પાન ઉમેરો અથવા સેન્ડવીચ ફિલિંગ તરીકે ઉપયોગ કરો. વધારાના પોષક તત્વો વધારવા માટે તેઓને સ્મૂધીમાં પણ ઉમેરી શકાય છે.
- રાંધીને: લાલ પાલકને લસણ અને ઓલિવ તેલ સાથે સાંતળો અથવા તેને સૂપ, સ્ટ્યૂ અથવા ફ્રાઈસમાં ઉમેરો.
- બાફેલા: લાલ પાલકના પાનને ઉકાળો અને તેને વેજીટેબલ મેડલીમાં ઉમેરો અથવા સાઇડ ડિશ તરીકે ઉપયોગ કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us