scorecardresearch

ફાસ્ટ રનિંગ કે લાંબા સમય સુધી રનિંગ: કયું સારું છે તે અહીં જાણો

Running faster: વધુ ઝડપે દોડવા (Running faster) ને બદલે અને ધીમી અથવા મધ્યમ ગતિએ લાંબા સમય સુધી દોડવાનું રાખવું જોઈએ, એ દોડ “આદર્શ” કહેવાય છે.

One should start with light exercise
વ્યક્તિએ હળવા કસરતથી શરૂઆત કરવી જોઈએ

Lifestyle Desk : ડૉ. સુધીર કુમાર, ન્યુરોલોજીસ્ટ સૂચવે છે કે,લાંબા સમય સુધી દોડવું એ સૌથી શ્રેષ્ઠ શારીરિક પ્રવૃત્તિ (physical activity) માનવામાં આવે છે જે વ્યક્તિને તેના ફિટનેસ ગોલ્સ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. પરંતુ દોડમાં અમુક બાબતોને ધ્યાનમાં રાખવી પણ જરૂરી છે, શ્રેષ્ઠ પરિણામોની ખાતરી કરવા માટે ગતિ, યોગ્યતા અને સલામતીની જરૂર રહે છે. જેમ કે, દોડવાનું શરૂ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? વધુ ઝડપે દોડવાને બદલે અને ટૂંક સમયમાં શ્વાસ બંધ થવાને બદલે, ધીમી અથવા મધ્યમ ગતિએ લાંબા સમય સુધી દોડવાનો વિચાર હોવો જોઈએ, અને આવી દોડ “આદર્શ” છે.

નિષ્ણાતો કહે છે કે કેવી રીતે ગતિ પર ધ્યાન આપવાથી માત્ર તમારા ધ્યેયમાં જ નહીં પણ તમારા હૃદયના ધબકારા અને સહનશક્તિના સ્તરમાં પણ ફરક પડે છે.

અતિશય વ્યાયામને કારણે વર્કઆઉટ કરતી વખતે લોકોના પડી જવાના બનાવોમાં તાજેતરના વધારોનો ઉલ્લેખ કરતા, ડૉ. આર. આર. દત્તા, એચઓડી- આંતરીક દવા, પારસ હોસ્પિટલ, ગુરુગ્રામે કહ્યું કે કોઈપણ પ્રકારનો પરિશ્રમ સ્વાસ્થ્યપ્રદ નથી.

આ પણ વાંચો : આદુ અને ગોળનું સેવન શરદી અને ઉધરસ મટાડવામાં કરશે મદદ

એક્સપર્ટએ કહ્યું કે,” ઝડપી ગતિ સારી છે અને તમારા એડ્રેનાલિન ધસારાને પ્રોત્સાહિત કરી શકે છે પરંતુ તે ભારે પણ પડી શકે છે. હાઈ બ્લડ પ્રેશર ધરાવતી વ્યક્તિ માટે, ઝડપથી દોડવું જટિલ પડકારો સર્જી શકે છે.”

ડૉ. દત્તાએ indianexpress.comને જણાવ્યું હતું કે, શરીરની શક્તિઓ અને નબળાઈઓને સમજવા માટે નિયમિત ચેકઅપ જરૂરી છે. “જો તમને બ્લડ પ્રેશરમાં વધઘટ થવાની સંભાવના છે, તો સખત વર્કઆઉટ્સ ટાળવું જોઈએ. તેના બદલે, ચાલવા જેવું કંઈક હળવું પસંદ કરો. એવા ઘણા લોકોના ઉદાહરણો છે જેમણે દરરોજ એક કે બે કલાક સતત ચાલ્યા પછી કિલો વજન ઘટાડ્યું છે. તમારી ગતિ મર્યાદિત રાખો અને તમારા ડૉક્ટર અથવા નિષ્ણાત સાથે વાત કરો કે તમારા માટે કસરત કરવાની આદર્શ પદ્ધતિ કઈ હોવી જોઈએ.”

નોઇડાના શારદા હોસ્પિટલના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. શુભેન્દુ મોહંતીના જણાવ્યા અનુસાર, જે લોકો પહેલાથી જ નિયમિત રીતે દોડે છે તેઓને વધેલી ગતિ સાથે કોઇપણ સમસ્યાનો સામનો કરવો પડતો નથી, જો તેઓ આરોગ્યના તમામ પરિમાણોને પૂર્ણ કરે. જો કે, જે લોકો શરૂઆત કરે છે અને એમેચ્યોર જેઓ દોડવા માટે ટેવાયેલા નથી, તેઓએ શરૂ કરવા માટે ઝડપી ગતિએ દોડવું જોઈએ નહીં. “તે હાનિકારક છે કારણ કે તે તમારા હૃદયના ધબકારા પર સીધી અસર કરે છે, જેને તાત્કાલિક તબીબી હસ્તક્ષેપની જરૂર પડી શકે છે.”

આ પણ વાંચો : આ છે ઉંઘ આવવાની ફોર્મ્યુલા, જેથી તમે મિનિટોમાં બાળકની જેમ સૂઈ જશો

આદર્શ ગતિ ( ideal pace)શું છે?

પ્રતિ કિલોમીટર 7-8 મિનિટની ગતિ જાળવવાનું સૂચન કરવામાં આવ્યું છે, ડૉ. દત્તાએ જણાવ્યું હતું કે, તમારા સ્વાસ્થ્યની સ્થિતિને સમજવા માટે ડૉક્ટરની સલાહ લેવી યોગ્ય છે અને તમારા હૃદયના સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડે તેવી આદર્શ ગતિની ભલામણ કરવા માટે કહો.

તે જ સમયે, તમારા ડાયટ, પાણીનું સેવન અને ઊંઘનું ટાઈમ ટેબલ જાળવો અને નિયમિત રીતે ધ્યાન કરો જેથી તે તમારી શારીરિક પ્રવૃત્તિઓને તંદુરસ્ત સુખાકારી માટે પ્રોત્સાહિત કરે શકે છે.

Web Title: Running faster or for longer benefits slower pace is better for heart health health tips awareness ayurvedic life style

Best of Express