ગોળ દડા જેવી રોટલી બનાવવાની સિક્રેટ ટિપ્સ, લોટ બાંધતી વખતે આ એક વસ્તુ મિક્સ કરો, આખો દિવસ ચપાટી રહેશે નરમ

આજે તમને ગોળ-ફુલેલી અને દડા જેવી રોટલી બનાવવાની એક ટ્રિક વિશે જણાવીશું, જેની મદદથી તમે સારી રોટલી બનાવી શકો છો. જ્યારે રોટલી એકદમ ગોળ અને ફૂલેલી બને છે, તે દિવસે એમ થાય કે એક-બે રોટલી વધારે ખાઈ લઈએ.

આજે તમને ગોળ-ફુલેલી અને દડા જેવી રોટલી બનાવવાની એક ટ્રિક વિશે જણાવીશું, જેની મદદથી તમે સારી રોટલી બનાવી શકો છો. જ્યારે રોટલી એકદમ ગોળ અને ફૂલેલી બને છે, તે દિવસે એમ થાય કે એક-બે રોટલી વધારે ખાઈ લઈએ.

author-image
Rakesh Parmar
New Update
how to make fluffy and soft roti

આજે તમને એક ટ્રિક વિશે જણાવીશું, જેની મદદથી તમે સારી રોટલી બનાવી શકો છો. Photograph: (સોશિયલ મીડિયા)

રોટલી વગર ભારતીય ભોજનની થાળી અધુરી રહે છે. ભારતમાં ઘણા લોકોનું રોટલી ખાધા વગર પેટ ભરાતું નથી. બપોરેના લંચ અને રાતના ડિનરમાં રોટલી જોઇએ જ. આવામાં જ્યારે રોટલી એકદમ ગોળ અને ફૂલેલી બને છે, તે દિવસે એમ થાય કે એક-બે રોટલી વધારે ખાઈ લઈએ. આજે તમને એક ટ્રિક વિશે જણાવીશું, જેની મદદથી તમે સારી રોટલી બનાવી શકો છો. 

Advertisment

લોટમાં બેકિંગ પાઉડર મિક્સ કરો

રોટલીના લોટમાં બેકિંગ પાઉડરનો ઉપયોગ કરવાની સૌથી સરળ રીત છે કે તમે લોટ બાંધતા પહેલા સીધો લોટમાં જ તેને મિક્સ કરી દો. તેનાથી બેકિંગ પાઉડર સારી રીતે મિક્સ થઈ જશે, જેથી નાની-નાની પરફેક્ટ રોટલી બનશે, જે રોટલીને ફૂલેલી અને સોફ્ટ બનાવશે.

શું કરવું જોઈએ?

  • લોટમાં 1/2 નાની ચમચી બેકિંગ પાઉડર નાખીને સારી રીતે મિક્સ કરી લો.
  • પાણી નાખ્યા પહેલા લોટ અને બેકિંગ પાઉડરને સારી રીતે મિક્સ કરી લો, નહીં તો પાઉડર એક જ ભાગમાં રહી જશે.
  • ત્યાર બાદ લોટને સોફ્ટ અને સ્મૂથ બનાવવા માટે પાણી નાખીને લોટ બાંધી લો.
  • બેકિંગ પાઉડર એક એવું ઇન્ગ્રીડિએન્ટ છે, જે લોટને ફૂલવામાં મદદ કરે છે. તે પાણીની સાથે મળીને એક્ટિવ થઈ જાય છે અને તેનાથી રોટલી સોફ્ટ રહે છે.

દહીં સાથે બેકિંગ પાઉડર મિક્સ કરો

લોટ બાંધતી સમયે તેમાં દહીં મિક્સ કરી લો. લોટને સારી રીતે મિક્સ કરી લો અને પછી લોટ બાંધો. દહીં અને બેકિંગ સોડા લોટને ફ્લેક્સિબલ બનાવે છે, જેથી રોટલી સોફ્ટ બને છે.

Advertisment

how to make fluffy and soft roti
ફુલેલી અને નરમ રોટલી બનાવવાની રીત Photograph: (Freepik)

દરરોજ ખાવામાં આવતી આ વસ્તુઓ  વધારી શકે છે કેન્સરનો ખતરો, જાણો 'તમારી થાળીમાં ઝેર' તો નથી?

ગોળ રોટલી બનાવવા શું કરવું?

  • 1 મોટી ચમચી દહીંમાં 1/2 નાની ચમચી બેકિંગ પાઉડર મિક્સ કરો.
  • હવે તેને લોટમાં નાખીને સારી રીતે બધું મિક્સ કરી લો અને ત્યાર બાદ ગરમ પાણીનો ઉપયોગ કરીને લોટ બાંધો.
  • રોટલી બનાવતા પહેલા લોટને 20-30 મિનિટ માટે રાખો.
  • દહીં અને બેકિંગ પાઉડરનું મિશ્રણ એક ખમીરી અસર ઊભી કરે છે અને તેથી જ રોટલી સોફ્ટ બને છે.

બેકિંગ પાઉડર અને ઘી નાખીને બાંધો લોટ

બેકિંગ પાઉડર નાખવાથી લોટનું ગ્લૂટન સારી રીતે ફેલાય છે. તો ઘી લોટને સોફ્ટ બનાવે છે. ઘી નાખીને રોટલી બનાવવાથી રોટલી નાન જેવી સોફ્ટ બને છે.

જીવનશૈલી ભોજન રેસીપી