ભારતમાં સ્ટ્રોકનું જોખમ વધ્યું, દર સાતમો દર્દી યુવા, સારવારમાં વિલંબથી 28 ટકાના મોત : ICMR રિપોર્ટમાં ખુલાસો

Stroke Symptoms And Treatment : ભારતમાં સ્ટ્રોકના 34,792 કેસોના અભ્યાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમા 14 ટકા દર્દીઓ 45 વર્ષથી ઓછી ઉંમરના હતા, સારવારમાં વિલંબથી મૃત્યુદર ઉંચો.

Stroke Symptoms And Treatment : ભારતમાં સ્ટ્રોકના 34,792 કેસોના અભ્યાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમા 14 ટકા દર્દીઓ 45 વર્ષથી ઓછી ઉંમરના હતા, સારવારમાં વિલંબથી મૃત્યુદર ઉંચો.

author-image
Ajay Saroya
New Update
Stroke Symptoms And Treatment

Stroke Symptoms And Treatment : સ્ટ્રોક લક્ષણ અને સારવાર. Photograph: (Freepik)

Stroke Symptoms And Treatment : ભારતમાં સ્ટ્રોકનું જોખમ વધી રહ્યું છે. દેશમાં દર સાતમા સ્ટ્રોકનો દર્દી 45 વર્ષથી ઓછી ઉંમરનો યુવા છે. આમાંથી બે તૃતીયાંશ દર્દીઓ પુરુષ છે. લગભગ 27.8 ટકા દર્દીઓનું ત્રણ મહિનામાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઇન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે.

Advertisment

દેશભરની 30 હોસ્પિટલોમાં નોંધાયેલા 34792 દર્દીઓ પર હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે યુવાઓ પણ સ્ટ્રોક પ્રત્યે સંવેદનશીલ છે. જીવનશૈલીમાં ફેરફારના કારણે શહેરીકરણમાં તણાવની સમસ્યા વધી છે. પરંતુ અભ્યાસ દરમિયાન, અસરગ્રસ્ત દર્દીઓમાં 70 ટકા ગ્રામીણ વિસ્તારોના હતા. નેશનલ સ્ટ્રોક રજિસ્ટ્રી પ્રોગ્રામ હેઠળ એકત્રિત કરવામાં આવેલા ડેટાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે અડધાથી વધુ દર્દીઓ ત્રણ મહિનાની અંદર નબળી હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. લગભગ 27.8 ટકા દર્દીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. તો 29.7 ટકા દર્દીઓ વિકલાંગ બન્યા હતા.

માત્ર 20 ટકા દર્દીઓ ચાર કલાકમાં હોસ્પિટલ પહોંચ્યા હતા

દેશભરમાં નોંધાયેલા દર્દીઓમાંથી માત્ર 20 ટકા દર્દીઓ સાડા ચાર કલાકમાં હોસ્પિટલ પહોંચી શક્યા હતા. તેમાંથી માત્ર 4.6 ટકા દર્દીઓને થ્રોમ્બોલિસિસની સુવિધા મળી હતી. માત્ર 0.7 ટકા દર્દીઓ મિકેનિકલ થ્રોમ્બેક્ટોમીમાંથી પસાર થઈ શક્યા હતા.

આ અભ્યાસ 2020 અને 2022 ની વચ્ચે હોસ્પિટલ-આધારિત સ્ટ્રોક રજિસ્ટ્રીમાં નોંધાયેલા 34,792 કેસો પર આધારિત છે. દર્દીઓની સરેરાશ ઉંમર 59.4 વર્ષ હતી. પરંતુ 13.8 ટકા દર્દીઓ 45 વર્ષથી ઓછી ઉંમરના હતા. કુલ દર્દીઓમાંથી, 63.4 ટકા પુરુષો હતા અને લગભગ 72 ટકા ગ્રામીણ વિસ્તારોના હતા. કુલ કેસોમાંથી, 60 ટકા ઇસ્કીમિક સ્ટ્રોક (રક્ત પ્રવાહ બંધ થવો) ના હતા, જ્યારે બાકીમાં માથામાં રક્તસ્ત્રાવ (હેમરેજિક સ્ટ્રોક) ના કેસ નોંધાયા હતા. દર્દીઓમાં મોટર નબળાઈ (74.8 ટકા) અને બોલવામાં મુશ્કેલી (51.2 ટકા)સૌથી સામાન્ય પ્રારંભિક લક્ષણો હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisment

આ પણ વાંચો | ઘરમાં રાખો આ 7 છોડ, મચ્છર માખી અંદર આવતા ગભરાશે

વિકલંગતામાં સુધારાના ઓછા કેસ

અધ્યયનમાં જાણવા મળ્યું છે કે માત્ર 37 ટકા દર્દીઓ વિકલાંગતા વિના સામાન્ય જીવનમાં પાછા ફરવામાં સક્ષમ હતા. 1.1 ટકા દર્દીઓમાં, સ્ટ્રોક ફરી આવ્યો. ત્રણ મહિના પછી મહિલાઓમાં અપંગતાનો દર પુરુષો કરતા વધારે હોવાનું જણાયું હતું. જાગૃતિનો અભાવ, હોસ્પિટલ પહોંચવામાં વિલંબ અને અદ્યતન સારવારની સુવિધાઓની મર્યાદિત ઉપલબ્ધતાને નબળા પરિણામોના મુખ્ય કારણો તરીકે ગણવામાં આવે છે.

આ પણ વાંચો | સારી ઊંઘ માટે ઓશીકું કેવું હોવું જોઇએ? નિષ્ણાંત પાસેથી જાણો સુવાની આદાત અને ઓશીંકા વચ્ચેનો સંબંધ

અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે કે સ્ટ્રોક નિવારણ અને વ્યવસ્થાપન માટે, હાયપરટેન્શન અને ડાયાબિટીસના સમયસર સ્ક્રિનિંગ અને નિયંત્રણ, તમાકુ અને આલ્કોહોલના સેવન પર નિયંત્રણ, સમયસર સ્ટ્રોકના લક્ષણોની ઓળખ અંગે જનજાગૃતિ, ગ્રામીણ વિસ્તારોમાં ઝડપી સારવારની સુવિધાઓનું વિસ્તરણ, થ્રોમ્બોલિસિસ અને થ્રોમ્બેક્ટોમી જેવી અદ્યતન સેવાઓની ઉપલબ્ધતા વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 74.5 ટકા દર્દીઓને હાયપરટેન્શન હતું.

જીવનશૈલી હેલ્થ