ડ્રાયફ્રુટ શેક રેસીપી, બાળકો થઇ શકે ખુશ, જાણો બનાવાની સરળ ટિપ્સ

લાઇફ સ્ટાઇલ | અહીં ડ્રાય ફ્રૂટ શેક બનાવવાની સરળ રેસીપી આપી છે, જે તમે ઝડપથી તૈયાર કરી શકો છો અને તમારા બાળકોને ખુશ કરી શકો છો. ગરમીમાં તેઓ આ ઠંડો ડ્રાય ફ્રૂટ શેક પીયને ખુશ થઇ જશે.

લાઇફ સ્ટાઇલ | અહીં ડ્રાય ફ્રૂટ શેક બનાવવાની સરળ રેસીપી આપી છે, જે તમે ઝડપથી તૈયાર કરી શકો છો અને તમારા બાળકોને ખુશ કરી શકો છો. ગરમીમાં તેઓ આ ઠંડો ડ્રાય ફ્રૂટ શેક પીયને ખુશ થઇ જશે.

author-image
shivani chauhan
New Update
Summer special Drink Dry Fruit Shake Recipe

સમર ડ્રિંક ડ્રાયફ્રુટ શેક રેસીપી। summer special Drink Dry Fruit Shake Recipe in gujarati Photograph: (Freepik)

જીવનશૈલી | ઉનાળો | આજકાલ બાળકો ઘણીવાર ઠંડા પીણાં અને મીઠા પીણાંનો આગ્રહ રાખે છે, જેનો સ્વાદ સારો હોય છે પણ તે હેલ્ધી નથી. જો તમે તમારા બાળકોને સ્વાદિષ્ટ અને હેલ્ધ બંને પ્રકારનું પીણું આપવા માંગતા હો, તો તમે સ્વાદિષ્ટ ડ્રાય ફ્રૂટ શેક બનાવી શકો છો. અહીં ડ્રાય ફ્રૂટ શેક બનાવવાની સરળ રેસીપી આપી છે, જે તમે ઝડપથી તૈયાર કરી શકો છો અને તમારા બાળકોને ખુશ કરી શકો છો. 

Advertisment

ડ્રાય ફ્રુટ શેક રેસીપી 

5-6 પલાળેલ બદામ
4-5 કાજુ 
8-10 કિસમિસ 
2 અખરોટ 
2 ખજૂર (બીજ કાઢી નાખેલ)
1 ગ્લાસ દૂધ 
સ્વાદ મુજબ મધ અથવા ખાંડ
1 ચપટી એલચી પાઉડર

ડ્રાય ફ્રુટ શેક બનાવાની રીત 

સૌપ્રથમ, બદામ, કાજુ, કિસમિસ, અખરોટ અને ખજૂરને પાણીમાં 4-5 કલાક અથવા રાતભર પલાળી રાખો. પલાળ્યા પછી, બદામની છાલ કાઢી લો. હવે બધા પલાળેલા ડ્રાયફ્રૂટ્સ મિક્સર જારમાં નાખો, તેમાં 1 ગ્લાસ દૂધ અને સ્વાદ મુજબ મધ અથવા ખાંડ ઉમેરો.

શેક જાડા અને સ્મૂથ થાય ત્યાં સુધી બધું બરાબર ભેળવી દો. તેમાં એક ચપટી એલચી પાવડર ઉમેરો અને ફરીથી થોડું મિક્સ કરો.  હવે તૈયાર શેકને ગ્લાસમાં રેડો. સમારેલા ડ્રાયફ્રૂટ્સથી સજાવો. તૈયાર કરેલો સ્વાદિષ્ટ શેક બધાને પીરસો.

Advertisment
ઉનાળો જીવનશૈલી રેસીપી