/indian-express-gujarati/media/media_files/2026/03/03/summer-special-juice-recipe-2026-03-03-16-39-22.jpg)
Summer Special Juice Recipe : ઉનાળાનું ખાસ શરબત બનાવવાન રીત. Photograph: (Freepik |)
Summer Special Gond Katira Juice Recipe : ઉનાળામાં શરીરને ગરમીથી બચાવવા અને ઠંડુ રાખવા શરબત અને છાશ, કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરે છે. આ ઠંડા પીણા પીવાથી શરીરને ઊર્જા મળે છે અને પાણીની ઉણપ થતી નથી. અહીં ઉનાળા માટે એક ખાસ પરંપરાગત શરબતની રેસીપી આપી છે, જે પીવાથી શરીરને ઘણા ફાયદા થયા છે. તે શરીરને ઠંડુ રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે તેમજ પાચન તંત્ર પણ સુધરે છે. આ દેશી પીણું હાડકાંને મજબૂત બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.
ગોંદ કતીરા શરબત
ગોંદ કતીરા એક ઔષધીય છે, જેનો પ્રાચીન કાળથી ઉપયોગ થાય છે. ગુંદર જેવા દેખાતા ગોંદ કતીરાનો પોતાનો કોઇ સ્વાદ નથી હોતું પરંતુ તે ભોજનમાં અનેક રીતે સામેલ કરી શકાય છે. આજકાલ સોશિયલ મીડિયામાં પણ ગોંદ કતીરા વિશે ઘણી માહિતી ઉપલબ્ધ છે. આ ગોંદ કતીરા માંથી એક શરબત બનાવી શકાય છે, જે ઉનાળામાં પીવાથી શરીરને ઠંડક મળે છે સાથે સાથે લૂ થી પણ બચાવે છે.
ગોંદ કતીરા શરબત બનાવવા માટે સામગ્રી
- ગોંદ કતીરા : 1 ચમચી
- ઠંડુ પાણી : 2 ગ્લાસ
- ફળનો રસ : 1 - 2 કપ
- ફળના ટુકડા : 1 -2 કપ
- લીંબુનો રેસ : 1 ચમચી
- ફુદીનાના પાન : 1 ચમચી
- ખાંડ : 1 - 2 ચમચી
Gond Katira Juice Recipe : ગોંદ કતીરા શરબત બનાવવાની રીત
- ગોંદ કતીરાનું શરબત બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં પાણી નાંખી 1 નાની ચમચી કે 5-6 નંગ ગોંદ કતીરાને 4 થી 6 કલાક સુધી પલાળી રાખો. પાણીમાં પલાળવાથી ગોંદ કતીરા ફુલીને નરમ અને પારદર્શક બની જાય છે.
- હવે એક વાસણમાં ઠંડુ પાણી અથવા તમારા મનપસંદ ફળનો રસ નાંખો. પછી તેમા ધીમે ધીમે ગોંદ કતીરા નાંખી બરાબર હલાવો.
- જો તમને શરબતની અંદર ફળ પસંદ હોય તો, તેના નાના નાના ટુકડા કરી તેમા ઉમેરો.
- તેમા ખાંડ અને લીંબુનો રસ નાંખો અને બધી સામગ્ર સારી રીતે મિક્સ કરો.
- હવે એક ગ્લાસમાં આ શરબત રેડો. તેમા બરફનો ટુકડો અને ફદીનાના પાન ઉમેરી સર્વ કરો.
Gond Katira Benefits : ગોંદ કતીરાનુ સેવન કરવાના ફાયદા
પોષક તત્વોથી ભરપૂર
ગોંદ કતીરામં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ફાઇબર, એન્ટિઓક્સિડેન્ટ, વિટામિન બી, વિટામિન ઇ અને ફોલિક એસિડ હોય છે. આ બધા પોષક તત્વો શરીરને સ્વસ્થ્ય રાખવા માટે જરૂરી છે.
આ પણ વાંચો | સ્ટેનલેસ સ્ટીલ કે નોન સ્ટીક કઇ કઢાઈ ભોજન બનાવવા માટે ઉત્તમ હોય છે? જાણો
શરીરને ઠંડક આપશે
ગોંદ કતીરાનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે. ઉનાળામાં સવારે ગોંદ કતીરાનું સેવન કરવાથી વધુ ફાયદો મળે છે.
પાચન તંત્ર સુધરશે
ઉનાળામાં ગોંદ કતીરાનું સેવન પાચન તંત્રને મજબૂત કરી કબજિયાત જેવી સમસ્યામાં રાહત કરે છે. પેટની ગેસ, એસિડિટી અને અપચામાં રાહત આપે છે અને આંતરડાની ગંદકી સાફ કરે છે.
શરીરને ઊર્જા મળશે
ગોંદ કતીરા કુદરતી એનર્જી બૂસ્ટર છે. લીબું શરબત સાથે સેવન કરવાથી શરીરને ઊર્જા મળે છે. ઉનાળાની ગરમીમાં થાક અને નબળાઇ દૂર કરે છે.
આ પણ વાંચો | વિન્ડો એસી કે સ્પ્લિટ એસી કિંમત થી લઇ મેન્ટેનન્સ સુધી ઘર માટે ક્યું ઉત્તમ છે? જાણો
ત્વચા નિખારે છે
ગોંદ કતીરાનું સેવન કરવાથી ત્વચા પર નિખાર આવે છે. શરીરને અંદરથી ડિટોક્સ કરી છે, તેનાથી ત્વચાનો રંગ સાફ થાય છે. ખીલ અને પીંપ્લ્સની સમસ્યા દૂર થાય છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us