ટ્વિંકલ ખન્ના શા માટે તેની સાડીઓને સિલાઈ કરે છે? શું ‘આ વિવાદાસ્પદ છે’? શું કહે છે અભિનેત્રી?

Twinkle Khanna sari stitching : ટ્વિન્કલ ખન્નાએ કહ્યું હતું કે, "જ્યારે હું તેને મારી પુત્રીને આપવાની થશે, ત્યારે તેને ફક્ત બે હૂક ગોઠવવા પડશે અને તે મારી પુત્રીને ફિટ આવી શકે છે.''

Written by shivani chauhan
March 21, 2023 08:32 IST
ટ્વિંકલ ખન્ના શા માટે તેની સાડીઓને સિલાઈ કરે છે? શું ‘આ વિવાદાસ્પદ છે’?  શું કહે છે અભિનેત્રી?
ટ્વીંકલ સિલાઇ કરેલી સાડીઓ પર તેણીનો અભિપ્રાય શેર કરે છે (સ્રોત: ટ્વિંકલ ખન્ના/ઇન્સ્ટાગ્રામ)

ટ્વિંકલ ખન્નાને તેના જીવનના દરેક પાસાઓ વિશે ખૂબ જ નિખાલસ રહેવામાં માને છે. આરવ અને નિતારાને ઉછેરતી વખતે તેના વાલીપણાના અનુભવોથી માંડીને જીવન અને લોકો વિશેના તેના રોજિંદા અવલોકનો સુધી, લેખિકાએ ‘ફનીબોન્સ’ બુક પણ લખી છે,આવી જ રીતે, ટ્વિંકલે તાજેતરમાં એક “વિવાદાસ્પદ” કબૂલાત શેર કરી હતી. આશ્ચર્ય શું છે? તેમણે કહ્યું કે, “મિલોર્ડ, હું મારી સાડીઓ સિલાઇ કરાવું છું.”

ટ્વિંકલે તેની સાડીઓ સ્ટીચ કરાવવાના વિવિધ ફાયદાઓ શેર કર્યા હતા,

તે સારી એકથી વધુ વાર પહેરે છે:

તેના મતે, તેની સાડીઓ સિલાઇ કરાવવાથી તેને વધુ વખત પહેરવાની તક અને સ્વતંત્રતા મળે છે.

સાડી તેની પુત્રી માટે મદદરૂપ:

તેની સાડીઓ તેની પુત્રીને આપવાનો તેનો ઇરાદો વ્યક્ત કરતા, ટ્વિંકલે લખ્યું હતું કે, “જ્યારે હું તેને મારી પુત્રીને આપું છું, ત્યારે તેણીએ ફક્ત બે હૂક ગોઠવવા પડશે અને તે મારી પુત્રીને ફિટ આવી શકે છે.”

આ પણ વાંચો: ગુજરાત: એક-બે મહિનામાં જ ક્રિકેટ રમતા હાર્ટ એટકથી સાત યુવાનોના મોત, કેમ આવે છે હાર્ટ એટેક? શું કાળજી રાખવી?

પહેરવામાં સરળતા:

સાડી પહેરવી એ ઘણા લોકો માટે, ખાસ કરીને નવા નિશાળીયા માટે એક બોજારૂપ કાર્ય હોઈ શકે છે. સિલાઇવાળી સાડી પહેરવાથી, તમારે “અડધો ડઝન સેફટી પીનને બદલે બે સેફ્ટી પિનની જરૂર છે.”

હલનચલનની સરળતા:

સાડી પહેર્યા પછી પણ, કેટલાક લોકો તેને ભૂલથી ગૂંચવાઈ જવાનો સતત ડર રાખે છે. જો કે, કોઈ સિલાઈ કરેલી સાડીમાં આ સમસ્યા ઉભી થતી નથી. ટ્વિન્કલે કહ્યું હતું કે, “આ સાડીમાં તમે જે ઇચ્છો તે કરી શકો છો – 11 જમ્પિંગ જેક પણ કરી શકો છો.”

દરજીઓ માટે વધુ સારું:

ટ્વિંકલે કહ્યું કે તમારી સાડીઓ સિલાઇ કરાવવાથી “અમારા અદ્ભુત ટેલર માસ્ટર્સને વધુ કામ મળે છે”.

આ પણ વાંચો: હેલ્થ ટિપ્સ : શું મીઠાનું સેવન પુરુષો અને સ્ત્રીઓને અલગ રીતે અસર કરે છે?

ટ્વિંકલનો સાડીઓ સિલાઇ કરાવવાનો વિચાર રસપ્રદ લાગે છે, ઘણી સ્ત્રીઓએ તેમના વિરોધાભાસી મંતવ્યો વ્યક્ત કરવા ટિપ્પણી વિભાગમાં પ્રવેશ કર્યો હતો. એક વપરાશકર્તાએ લખ્યું હતું કે, “મને પરંપરાગત રીતે તેને પહેરવાનું અનુકૂળ લાગે છે. મને લાગે છે કે તે આપણને પલ્લુને આપણે ઈચ્છીએ તેમ છોડી દેવાની સ્વતંત્રતા આપે છે. પછી અમુક પ્રસંગોએ ગુજરાતી શૈલી એ પણ કારણ છે કે તેને સિલાઈ કરવી પડતી નથી.

બીજાએ ટિપ્પણી કરી હતી કે, “હું મારી (નાની)ને દરરોજ સવારે સાડીમાં જોતા જોઈને મોટી થઇ છું અને તેમણે સાડીતને સરળ, આકર્ષક, સહજ અને સુંદર બનાવી છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ