તણાવ ઓછો કરી જિંદગીને સરળ બનાવની ટિપ્સ, જાણો ટ્વિન્કલ ખન્ના પાસેથી

Twinkle Khanna Stress Reducing Tip: સ્કિન સ્વસ્થ્ય રાખવા માટે સન સ્ક્રિનનો ઉપયોગ કરવો જોઈએ. રોજ ચહેરા પર, ડોક અને હાથ પર સનસ્ક્રીન જરુર લગાવવું જોઈએ.

Twinkle Khanna Stress Reducing Tip: સ્કિન સ્વસ્થ્ય રાખવા માટે સન સ્ક્રિનનો ઉપયોગ કરવો જોઈએ. રોજ ચહેરા પર, ડોક અને હાથ પર સનસ્ક્રીન જરુર લગાવવું જોઈએ.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update

(Twinkle khanna: File Photo)

તણાવ બધીજ બીમારીઓનું મૂળ છે. તણાવ ન માત્ર આંતરિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે પરંતુ તેની અસર ચહેરા પર પણ દેખાય છે. ચહેરા પર રિંકલ્સ અને લાઇન્સ દેખાવી, ટાઈમ પહેલા ઉંમર દેખાવવી, ચહેરાના ગ્લોમાં કમી આવવી વગેરે તણાવના લક્ષણો છે. તમે જાણો છો કે તાણવાને દૂર કરવા માટે તમે ઘણું કરી શકો છો.

Advertisment

પ્રખ્યાત એક્ટ્રેસ ટ્વીન્કલ ખન્નાએ તણાવ દૂર કરવા માટે અને જિંદગીને સરળ બનાવવા માટે કેટલીક ટિપ્સ અહીં આપેલ છે જેને અપનાવાથી જિંદગી સરળ અને થોડી વધારે આરામદાયક બનાવી શકાય છે. આવો જાણીએ ટ્વીન્કલ ખન્નાની પોસ્ટ થી કે તણાવ કેવી રીતે દૂર કરી શકાય છે.

આ પણ વાંચો: પ્રેગ્નેન્સી દરમિયાન બેસવાની સાચી રીત કઈ? જાણો એક્સપર્ટ પાસેથી

ઘરના ગાર્ડનમાં છોડ વાવો :

તણાવ વધારે હોય તો થોડો સમય ગાર્ડનમાં છોડ અને ઝાડ સાથે પસાર કરી શકો છો. ઘરના ગાર્ડનમાં વૃક્ષો અને છોડ વાવવા એટલે જરૂરી છે. જો ઘરે ગાર્ડન નથી તો તમે તમારી બારી કે બાળકનીમાં પણ પ્લાન્ટ્સ રાખી શકો છો, પ્લાન્ટ્સની આસપાસ રહેવાથી તમારો મૂડ ઝડપથી ઠીક થઇ જાય છે, એકાગ્રતા વધશે અને તણાવ દૂર રહેશે.

Advertisment
ડિનર કરવાની રીત બદલો :

ટ્વિન્કલએ કહ્યું કે તણાવને દૂર કરવા માટે ડિનરમાં બદલાવ કરવો જોઈએ, રાત્રે ઓછું જમવું જોઈએ. એક સાથે પેટ ભરીને ન ખાવું જોઈએ. જ્યારે તમે રાત્રે ઓછું ખાઓ છો તો તમારું શરીર જમવાનું પચાવવામાં વધારે એનર્જી ખર્ચ કરશે નહી અને બોડીને આરામ મળશે. રાત્રે વહેલા જમવું જોઈએ અને 10 વાગે સુવાનો પ્રયત્ન કરવો જોઈએ.

નવું શીખવાનો ટ્રાય કરવો:

ટ્વિન્કલ ખન્નાએ કહયુ કે જો તમે તણાવ દૂર કરવા ઈચ્છો છો તો નવું શીખવાની આદત રાખો, કોઈ પણ ઉંમરે શીખવાનું ચાલુ રાખવું જોઈએ. ઘરમાં ગિટાર વગાડવાથી તણાવ દૂર થાય છે, ટ્વિન્કલ એક વિડીયોમાં ગિટાર વગાડી રહી છે. ટ્વિન્કલે કહ્યું કે તેને ગાતા નથી આવડતું છતાં તે ગિટાર વગાડવાનું શીખી રહી છે.

આ પણ વાંચો: સવારે ઉઠતા ગરદન અને ખભાના દુખાવાથી પરેશાન છો? આ યોગ દુખાવામાં આપશે રાહત

હસવાની અને હસવાનીના પ્રયત્ન કરવા :

ટ્વિન્કલ ખન્નાએ કહ્યું કે જો તમે ખુશ રહેવાનો અને હસવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમે હસવા માટે જોક્સ સાંભળો. તમે કોઈ ગીત પણ ગાઈ શકો છો. તણાવ દૂર કરવા અંતે ખુશ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.

સ્કિન પર સનસ્ક્રિનનો ઉપયોગ કરવો :

ટ્વિન્કલએ કહ્યું કે સ્કિન સ્વસ્થ્ય રાખવા માટે સન સ્ક્રિનનો ઉપયોગ કરવો જોઈએ. રોજ ચહેરા પર, ડોક અને હાથ પર સનસ્ક્રીન જરુર લગાવવું જોઈએ. જો તમારે બપોરે બહાર જવાનું થાય તો વધારે સુરક્ષા માટે દુપટ્ટો કે ટોપી પહેરી શકો છો.

health tips