Weight Loss Diet Plan : દિવસ દરિયાન આ રીતે ડાયટ લેવું જરૂરી, વજન ઝડપથી ઘટશે, અહીં જાણો

Weight Loss Diet Plan : વજન ઘટાડવા માટે ડાયટ (Weight Loss Diet Plan)માં રાત્રે દૂધ પીધા પછી 2 રોટલી, સબ્જી, સલાડ ખાવું જોઈએ, જેનાથી તમારા શરીરને 370 કેલરી મળશે. અહીં તમને જણાવી દઈએ કે દિવસભરમાં થોડા થોડા સમયે ખાવું જોઈએ. આ રીતે ડાયટ લેવાથી તમારા શરીરને 1200 કેલરી મળી રહે છે, જે તમારા શરીર માટે પૂરતી છે અને શરીર માટે ફાયદાકારક પણ છે.

Written by shivani chauhan
January 01, 2023 07:59 IST
Weight Loss Diet Plan : દિવસ દરિયાન આ રીતે ડાયટ લેવું જરૂરી, વજન ઝડપથી ઘટશે, અહીં જાણો
યોગ્ય ડાયટ લેવું જરૂરી

Weight loss diet plan: આજે રોજ નવા વર્ષ ( 1 january 2023)ની શરુઆત થઇ છે, તેમાં મોટાભાગના લોકોના ન્યુ યર રિસોલ્યુશનમાં વજન કંટ્રોલ અને ઘટાડવા માટે ડાયટિંગ કરવાનો વિચાર કર્યોજ હશે. પણ જો તમે વજન ઘટવા ઈચ્છો છો કે વજન કંટ્રોલ કરવા ઈચ્છો છો તો સૌથી પહેલું જરૂરી છે તમારું ડાયટ (Diet), તમે તમારું ડાયટ બેલેન્સ કરી વજન કંટ્રોલ અને ઘટાડી પણ શકો છો અને આ બેલેન્સ્ડ ડાયટથી તમારે ડાયટિંગ કરવી પડશે નહિ અને શરીરની જરૂરી કેલરી પણ મળશે.

જો એક ભારતીય ની વાત કરીએ તો તેને એક દિવસમાં લગભગ 1200 કેલરીની જરૂર હોય છે, જેનાથી તે સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય રહી શકે છે અને વજન પણ વધશે નહિ. જો તમે સાચી રીતે 1200 કેલરી લો છો તો તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય રહેશે. આવો જાણીએ કે તમારે 1200 કેલરી કેવી રીતે લેવી જોઈએ અને ક્યાં સમયે અને કેટલી માત્રામાં ભોજન લેવું જોઈએ. ચાલો જાણીએ,

આ પણ વાંચો: રકૂલ પ્રીત સિંહ કહ્યું,”હેલ્થીએ બોરિંગ નથી”, અભિનેત્રીને લાગી આ ચટપટી હેલ્થી ચાટની લત

આ રીતે કરો નાસ્તો :

હેલ્થ લાઈનમાં આપેલ માહિતી મુજબ, જો તમે 1200 કેલરી લેવા ઈચ્છો તો સવારે સૌથી પહેલા હૂફાળામાં થોડો લીંબુનો રસ મિક્ષ કરીને સવારે પીવો. સવારે ગરમ લીંબુ પાણી પીવાનું કારણએ છે કે તમે ઘણી બધી બીમારીઓથી દૂર રહેશો. ત્યારબાદ ખાંડ વગરની ચાની સાથે 2-3 બિસ્કિટ ખાવો જેમાં તમે રાગી બિસ્કિટ કે ઓટ્સ બિસ્કિટ, ખાખરા કે મમરા પણ ખાઈ શકો છો. તેનાથી તમને 90 કેલરી મળશે, નાસ્તો કર્યા પછી પનીર, 2 રોટલી ( બાજરી, જુવાર, મકાઈ કે મલ્ટી ગ્રેન લોટ માંથી બનાવેલી રોટલી ખાઈ શકો છો), સવારે પ્રોટીન નાસ્તમાં જરીરથી લેવું જોઈએ. તેનાથી તમને 330 કેલરી મળશે. નાસ્તો હેલ્થી હોવો જરૂરી છે. નાસ્તા પછી સવારે 10-11 વાગ્યા કોઈ ફ્રૂટ ખાઈ શકો છો. જેનાથી તમને 50 કેલરી સુધી મળી શકે છે.

આ પણ વાંચો: Weight Loss: વજન ઘડવામાં મદદ પપૈયું

લન્ચમાં આ વસ્તુનો કરો સમાવેશ :

લન્ચ ફળ ખાધા પછી લેવું જોઈએ અને લન્ચમાં એક કપ બ્રાઉન રાઈસ અને શાકભાજી, સલાડ, રાયતું વગેરે લેવું જોઈએ. હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે દિવસે પેટ ભરીને ખાવું પંરતુ રાત્રે ઓછું જમવું જોઈએ અને જો રાત્રે વધારે જમવું હોઈ તો વહેલા જમી લેવું જોઈએ. તેનાથી શરીરને 345 કેલરી મળી છે. રાત્રે જમ્યા પછી એક કપ દૂધ પીવું જોઈએ. એક કપ દૂધમાં 35 કેલરી હોય છે તેથી એટલી કેલરી શરીર માટે પૂરતી છે.

ડિનર આવું હોવું જોઈએ :

રાત્રે દૂધ પીધા પછી 2 રોટલી, સબ્જી, સલાડ ખાવું જોઈએ, જેનાથી તમારા શરીરને 370 કેલરી મળશે. અહીં તમને જણાવી દઈએ કે દિવસભરમાં થોડા થોડા સમયે ખાવું જોઈએ. આ રીતે ડાયટ લેવાથી તમારા શરીરને 1200 કેલરી મળતી રહે છે, જે તમારા શરીર માટે પૂરતી છે અને શરીર માટે ફાયદાકારક પણ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ