scorecardresearch

World Hypertension Day 2023 : આજે વિશ્વ હાયપરટેંશન ડે, ભારતમાં ચારમાંથી ઓછામાં ઓછા એક પુખ્ત વયના વ્યક્તિને હાયપરટેંશન પરંતુ માત્ર 10% જ કંટ્રોલમાં

World Hypertension Day 2023 : વર્લ્ડ હાઇપરટેન્શન લીગ એ હાયપરટેન્શન સોસાયટીઓ અને લીગ સાથે કામ કરતી 85 દેશોની સંસ્થાઓની છત્ર છે. વર્લ્ડ હાઇપરટેન્શન લીગ દ્વારા વર્ષ 2005માં 14મી મેના રોજ વિશ્વ હાયપરટેન્શન દિવસની રજૂઆત કરવામાં આવી હતી.

hypertension
હાયપરટેન્શન

વિશ્વ હાયપરટેન્શન દિવસ 17 મેના રોજ ઉજવવામાં આવે છે. વર્ષ 2023 માં, આ મહત્વપૂર્ણ વિશ્વવ્યાપી દિવસની થીમ છે “તમારા બ્લડ પ્રેશરને સચોટ રીતે માપો, તેને નિયંત્રિત કરો, લાંબા સમય જીવો”, ખાસ કરીને ઓછી આવક ધરાવતા વિસ્તારોમાં, વિશ્વભરમાં ઓછી જાગરૂકતા સામે લડવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને સચોટ બ્લડ પ્રેશર માપનની પદ્ધતિઓ અપનાવો.

હાઇપરટેન્શન શું છે?

હાઈપરટેન્શન એ એવી સ્થિતિ છે જ્યારે ધમનીની દિવાલો સામે લોહીનું બળ હોવું જોઈએ તેના કરતા વધુ હોય છે. આનાથી આગળ હાઈ બ્લડ પ્રેશર થાય છે. હાઈપરટેન્શનના કેટલાક મુખ્ય કારણોમાં ખરાબ લાઈફ સ્ટાઇલ, પુઅર ડાયટની પસંદગીઓ અને જીવનશૈલી જેમાં વધુ વર્કઆઉટ્સ સામેલ નથી. જો કે, હાયપરટેન્શન, જ્યારે સમયસર સંબોધવામાં ન આવે તો, હૃદય રોગ અથવા સ્ટ્રોક થવાનું જોખમ પરિણમી શકે છે. તેથી, જાગૃતિ લાવવા અને લોકોને સ્થિતિની ગંભીરતા સમજવા માટે, વિશ્વ હાયપરટેન્શન દિવસ દર વર્ષે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. ઘણીવાર હાયપરટેન્શનના દર્દીઓમાં યોગ્ય જાણકારીના અભાવ સ્થિતિની વધુ ગંભીરતા તરફ દોરી જાય છે. વિશ્વ હાયપરટેન્શન દિવસનો ઉદ્દેશ્ય તેને રોકવાનો છે.સમગ્ર વિશ્વમાં 1 અબજથી વધુ લોકો હાયપરટેન્શનમાં જીવી છે. જે રક્તવાહિની રોગનું મુખ્ય કારણ છે.

આ પણ વાંચો: કેરીના રેસમાં આ બે ચીજ ઉમેરો, ટેસ્ટની સાથે હેલ્થ માટે પણ બેસ્ટ રહેશે, વધારે રસ પીવાય જાય તો શું કરવું? જાણો અહીં

ઇતિહાસ:

વર્લ્ડ હાઇપરટેન્શન લીગ એ હાયપરટેન્શન સોસાયટીઓ અને લીગ સાથે કામ કરતી 85 દેશોની સંસ્થાઓની છત્ર છે. વર્લ્ડ હાઇપરટેન્શન લીગ દ્વારા વર્ષ 2005માં 14મી મેના રોજ વિશ્વ હાયપરટેન્શન દિવસની રજૂઆત કરવામાં આવી હતી. 2006થી 17 મેના રોજ વિશ્વ હાયપરટેન્શન દિવસ મનાવવામાં આવે છે.

ભારત હાઇપરટેન્શનને કંટ્રોલ કરવા માટેની પહેલ શું છે?

અંદાજ છે કે ભારતમાં ચારમાંથી ઓછામાં ઓછા એક પુખ્ત વયના લોકોને હાયપરટેન્શન હોય છે પરંતુ માત્ર 10% જ તે નિયંત્રણમાં હોય છે. IHCI ની શરૂઆત 2017 માં કરવામાં આવી હતી જેથી વધેલા બ્લડ પ્રેશરના વ્યાપમાં 25% સંબંધિત ઘટાડાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આવે. આ માટે અંદાજે 4.5 કરોડ વધારાના લોકોને તેમના બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાની જરૂર છે.

આ પ્રોજેક્ટનો હેતુ 15 કરોડથી વધુ લોકો માટે ગુણવત્તાયુક્ત હાયપરટેન્શન સારવારના અમલીકરણને વેગ આપવાનો છે.

આ પણ વાંચો: Health Tips : સારા આંતરડાના સ્વાસ્થ્ય માટે, તમારે આ છ ફૂડ અવોઇડ કરવા જોઈએ

તાજેતરના વિશ્લેષણ મુજબ, પાંચ તબક્કા, રાજ્યોમાં કુલ અંદાજિત હાયપરટેન્શન દર્દીઓમાંથી લગભગ 23% પ્રોગ્રામમાં નોંધાયેલા છે. મહારાષ્ટ્રમાં 29.1%, કેરળમાં 25.3%, મધ્ય પ્રદેશમાં 22.4%, તેલંગાણામાં 20.8% અને પંજાબમાં 16.3% દર્દીઓ નોંધાયેલા છે.

પ્રોગ્રામ હેઠળના હસ્તક્ષેપોમાં દવાઓની અવિરત પુરવઠો અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી, હાઈપરટેન્શનના સંચાલન માટે પ્રમાણભૂત દવા અલ્ગોરિધમનો ઉપયોગ, તમામ સ્તરે સ્ટાફની તાલીમ અને દર્દીઓ જ્યારે અન્ય રોગોની સારવાર માટે આવે છે ત્યારે તકવાદી તપાસનો સમાવેશ થાય છે.

જો બ્લડ પ્રેશર કાબૂમાં ન રહે તો શું થાય?

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સૌથી મોટો પડકાર એ છે કે ઘણા લોકો અજાણ છે કે તેમને હાયપરટેન્શન છે અને જેઓ જાણે છે તેઓ નિયમિત સારવાર હેઠળ નથી. મેદાંતા-ધ મેડિસિટી હોસ્પિટલના ક્લિનિકલ અને પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી વિભાગના ચેરમેન ડૉ આર આર કાસલીવાલે જણાવ્યું હતું કે, “તે સાયલન્ટ કિલર છે. જ્યાં સુધી તમને સ્ટ્રોક, હાર્ટ એટેક, કિડની ડેમેજ ન થાય ત્યાં સુધી લોકોને ખબર નથી હોતી કે તેમને હાયપરટેન્શન છે.”

આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો ખોલવાની સરકારની પહેલ સ્થાનિક આરોગ્ય સુવિધાઓ પર હાયપરટેન્શનનું વહેલું નિદાન કરીને આ રોગોના ભારણને ઘટાડવામાં મદદ કરી શકે છે.

Web Title: World hypertension day 2023 theme date significance awareness health tips ayurvedic life style

Best of Express