Yoga darshan : ‘વૃક્ષાસન’થી તન-મન વચ્ચે સંતુલન સધાય છે, જાણો આ આસન કરવાની રીતે અને ફાયદાઓ

Yoga darshan Vrikshasana benefits : યોગ (yoga) એક રક્ષાકવચ સમાન છે, જે શારીરિક (physical disorder) અને માનસિક વિકારોને (mental disorder) દૂર કરીને તંદુરસ્તી બક્ષવાની સાથે સાથે આધ્યાત્મિક (spiritual) દ્રષ્ટિએ પણ માનવ જીવનને સભ્ય બનાવે છે. જાણો ‘વૃક્ષાસન’ (Vrikshasana yoga) કરવાની રીત (Vrikshasana yoga Steps) અને તેના ફાયદાઓ (Tree pose yoga benefits) વિશે

Written by Ajay Saroya
Updated : January 22, 2023 12:04 IST
Yoga darshan : ‘વૃક્ષાસન’થી તન-મન વચ્ચે સંતુલન સધાય છે, જાણો આ આસન કરવાની રીતે અને ફાયદાઓ

યોગ દર્શનમાં આજે આપણે ‘વૃક્ષાસન’ આસન (Vrikshasana yoga) વિશે જાણકારી મેળવીશું. ‘વૃક્ષાસન’ (Tree pose yoga) એ ધ્યાનાત્મક શ્રૈણીનું આસન છે અને તેનો અભ્યાસ કરવાથી હાથ-પગના હાડકાં અને માંશપેશીઓ મજબૂત બને છે. શારીરિત – માનસિક સંતુલન પ્રાપ્ત થાય છે અને સ્મરણ શક્તિમાં વધારો થાયો છે. તો ચાણો જાણીયે ‘વૃક્ષાસન’ કરવાની રીત અને તેના ફાયદાઓ વિશે…

આસન પરિયય – ‘વૃક્ષાસન’

આસન કરવાની રીતઃ-

  • સર્વ પ્રથમ સીધા ઉભા રહેવું તથા બંને પગ વચ્ચે સમાન અંતર રાખવું. ત્યારબાદ જમણાં પગને ઉપરની તરફ વાળી ડાબા પગની જાંગની બાજુ પર એડી ઉપરની તરફ રહે તેવી રીતે મુકો.
  • ત્યારબાદ બંને હાથ ઉપર આકાશ તરફ લઇ જઇને નમસ્કાર મુદ્રા બનાવવી.
  • આ પ્રકારના આસનનું બીજા પગથી પુનરાવર્તન કરવું.

આસન ક્યારે અને કેટલી વખત કરવું?

  • આ આસન સવારે કે સાંજે ખાલી પેટ ત્રણથી ચાર વાર કરવું. જેમાં એક પગ પર 10થી 15 સેકન્ડ સુધી રોકાવવું.

શ્વસન ક્રિયાઃ-

  • બંને હાથ ઉપરની તરફ ઉઠાવતી વખતે શ્વાસ લેવો.
  • આસનની મધ્ય સ્થિતિમાં શ્વાસ સામાન્ય રાખવો.
  • આ આસન અભ્યાસ પૂર્વ કે ઉત્તર દિશામાં કરી શકાય.

આ પણ વાંચોઃ Yoga darshan : ‘તાડાસન’ કરવાની રીત અને તેના ફાયદાઓ

‘વૃક્ષાસન’ આસન કરવાના ફાયદાઃ-

  • આસન કરતી વખતે આજ્ઞાચક્ર પર ધ્યાન આપવું
  • આ આસન ધ્યાનાત્મક શ્રૈણીનું છે.
  • આ આસનનો અભ્યાસ કરવાથી યાદ શક્તિ વધે છે.
  • આ આસનનો અભ્યાસ કરવાથી હાથ, પગ તથા માંશપેશીઓ મજબૂત બને છે.
  • આ આસન કરવાથી શારીરિક, માનસિક સંતુલન પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચોઃ Yoga Darshan : યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસની ચાવી છે

આ આસનની મર્યાદાઓઃ-

  • હાથ-પગના સાંધામાં નાની મોટી સર્જરી કરાવેલી હોય તથા હાથ-પગમાં અસહ્ય દુખાવો હોય તેવા લોકોએ આ આસનનો અભ્યાસ કરવો નહીં.
  • હાથ પગના હાડકાં કે સાંધા નબળાં હોય તેવા વ્યક્તિઓએ યોગ શિક્ષકની દેખરેખ હેઠળ જ યોગાસનનો અભ્યાસ કરવો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ