Yoga health benefits: આ 3 આસાન સ્નાયુ, હાથ, કરોડજ્જુને પુરી પાડે છે લવચીકતા, જાણો ફાયદા

Yoga health benefits: બટરફ્લાય પોઝ (બદ્ધ કોણાસન) (Butterfly pose (Baddhakonsasana))તમારો થાક દૂર કરે છે. મેનોપોઝ અને માસિકસ્રાવની તકલીફમાં રાહત આપે છે.

Written by shivani chauhan
Updated : December 20, 2022 10:46 IST
Yoga health benefits: આ 3 આસાન સ્નાયુ, હાથ, કરોડજ્જુને પુરી પાડે છે લવચીકતા, જાણો ફાયદા
(Source: Shilpa Shetty/Instagram; designed by Gargi Singh)

Yoga health benefits : ડેસ્ક જોબ કે બેઠાડુ જીવન જીવતા મોટાભાગના લોકોને હાથ, બેક પેઈન અને સોલ્ડરનો દુખાવાની ફરિયાદ સામાન્ય રીતે રહેતી હોય છે. તો જો આવી તકલીફમાંથી છુટકારો મેળવવા આપણે ઘણા ઉપાય કરતા હોઈએ છીએ, એમાં જો તમે રોજ યોગાસન કરવામાં આવે છે તો તકલીફમાંથી છુટકારો તરત મળે છે. રોજ આ 3 યોગાસન કરવાથી તમારી હાથ, બેક પેઈન અને સોલ્ડરનો દુખાવો દૂર થશે અને સ્નાયુઓ અને શરીરને મજબૂત પુરી પાડવામાં મદદ કરે છે.

બટરફ્લાય પોઝ (બદ્ધ કોણાસન) :

કરોડરજ્જુને ટટ્ટાર રાખીને બેસો અને પગને ફેલાવો, હવે તમારા ઘૂંટણને વાળો અને પેડુ તરફ લાવો, તમારા પગના તળિયા એકબીજાને સ્પર્શતા હોવા જોઈએ. હવે હાથથી પગને ચુસ્તરીતે પકડો, આધાર માટે હાથને પગની નીચે રાખી શકો છો. હીલ્સને શક્ય તેટલી જનનાંગોની નજીક લાવવાનો પ્રયત્ન કરવો, ઊંડા શ્વાસ લો. શ્વાસ છોડી જાંઘ અને ઘૂંટણને નીચેની તરફ ફ્લોર પર દબાવો, હવે બટરફ્લાયની પાંખોની જેમ બંને પગ ઉપર અને નીચે ફફડાવાનું શરૂ કરો. ધીમે ધીમે ઝડપ વધારો અને શ્વાસ લેતા રહો.

Butterfly Pose is good for the body.

આ પણ વાંચો: શિયાળામાં કરો આ 3 યોગાસન, કેટલા ફાયદાકારક, જાણો

આંતરિક જાંઘ, ઘૂંટણ અને હિપને લવચીકતા પુરી પડે છે.થાક દૂર કરે છે.મેનોપોઝ અને માસિકસ્રાવની તકલીફમાં રાહત આપે છે.જો ગર્ભાવસ્થાના અંત સુધી નિયમિત પ્રેક્ટિસ કરવામાં આવે તો સરળ ડિલિવરીમાં મદદ કરે છે.

ખુરશી પોઝ (ઉત્કતાસ્ના) :

પગને સહેજ થોડા અલગ અને ટટ્ટાર રાખીને ઉભા રહો. કોણી વળ્યા વગર હથેળીને નીચેની તરફ રાખીને આગળની દિશામાં હાથ લંબાવો. ઘૂંટણ વાળો અને કમર ભાગથી હળવેથી નીચે વળો જેમ કે તમે ખુરશી પર બેઠા હોવ એવો પોઝ બનાવો. ખાતરી કરો કે તમારા હાથને જમીનની સમાંતર રાખવા. હવે ધોમે ધીમે શ્વાસ લો અને છોડો.

Shilpa Shetty doing chair pose

કરોડરજ્જુ, હિપ્સ અને છાતીના સ્નાયુઓની મજબૂત બનાવે છે.પીઠ અને ધડ માટે ફાયદાકારક સાબિત થાય છે.ઘૂંટણ, પગ અને સ્નાયુઓને ટોન કરવામાં મદદ કરે છે.શરીરને સંતુલિત કરે છે અને નિર્ણયશક્તિ મજબૂત વધારે છે.

આ પણ વાંચો: Yoga benefits: તણાવમુક્ત અને સ્વસ્થ જીવનનું સરનામું છે આ 3 યોગાસન, યોગાસનના થશે પુષ્ક્ળ ફાયદા

અર્ધ ચક્રાસનપાછળ વાળવું (પાછળ વળવું) :

પગ એકસાથે અને તમારા વજનને તમારા બંને પગ પર સંતુલિત કરો. તમારા હાથને માથા પર લંબાવો, હથેળીઓ એકબીજાની સામે રાખો, પેટના પગને આગળ ધકેલી પાછળ તરફ વળો, હાથને કાન, કોણી અને ઘૂંટણને સીધા રાખો, માથું ઉપર કરો અને તમારી છાતી છત તરફ રાખો. હવે આ પોઝમાં શ્વાસ લો અને છોડો. હવે હાથ નીચે કરો અને આરામ કરો.

ધડ ,હાથ અને ખભાના સ્નાયુઓને ટોન કરે છે.કરોડરજ્જુની અને હિપની ગંભીર સમસ્યાઓ ધરાવતા લોકોએ આ આસન ન કરવું જોઈએ.હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ પણ આ આસાન કરવાનું ટાળવું જોઈએ.સગર્ભા મહિલાઓને આ પોઝ એક્સપર્ટ ન કરવાની સલાહ આપે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ