માફિયા ડોન અતીક અહેમદ અને અશરફ અહેમદને કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે. છેલ્લીઘડીએ અતીક અહેમદના બંને પુત્રો કસારી મસારી કબ્રસ્તાન પહોંચ્યા હતા. તંત્રએ બંનેને કબ્રસ્તાન મોકલવાનો નિર્દેશ કર્યોહતો. અહઝામ અને અબાનને કબ્રસ્તાન લાવવામાં આવ્યા હતા. જ્યાં બંને પુત્રોએ પોતાના પિતાને અંતિમ વખત માટી આપી હતી.
બંને પુત્રોને બાળ સુધાર ગૃહથી કબ્રસ્તાન લઇ જવાયા
બંને પુત્રોને બાળ સુધાર ગૃહથી કબ્રસ્તાન લઇ જવાયા હતા. અશરફની બંને પુત્રીઓ પણ કબ્રસ્તાન પહોંચી હતી. કસારી મસારી કબ્રસ્તાનમાં અતીક અને અશરફ બંને દફનાવવામાં આવ્યા હતા. પરિવાર ઉપરાંત અન્ય કોઇને પણ અંદર જવાની મંજૂરી ન્હોતી. બધાને બહાર રોકવામાં આવ્યા હતા. કોઈ ગમેતેટલો નજીકનો મિત્ર કેમ ના હોય કોઇન કબ્રસ્તાનની અંદર જવાની મંજૂરી ન્હોતી.
અતીક અહમદના જનાજાની નમાજમાં માત્ર નજીકના લોકોને હાજર રહેવાની મંજૂરી હતી. પોલીસકર્મી દરેક સાથે પૂછપરછ કર્યા બાદ અંદર જવા દેતા હતા. જેના કારણે અનેક લોકો પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણમાં આવી ગયા હતા. કારણ કે તે માટી આપવા માગતા હતા. તેમને અંદર જવાની મંજૂરી ન્હોતી. અને પોલીસ ચોખ્ખું કહી દીધું હતું કે કોઇ ગમેતેટલો નજીકનો મિત્ર હશે તો પણ તેને અંદર જવાની મંજૂરી નથી. અહેમદના પરિવારના લોકોને જ અંદર જવાની મંજૂરી હતી.
આ પણ વાંચોઃ- અતીક અહમદ અને અશરફની હત્યા બાદ ઉત્તરપ્રદેશમાં કલમ- 144 લાગુ, CM યોગીએ હત્યાકાંડની તપાસ માટે સમિતિ રચી
અતીકની પત્ની શાઇસ્તા પરવીન પણ કબ્રસ્તાન પહોંચવાની ખબર હતી. સુત્રોના જણાવ્યા અનુસાર તેઓ સરેન્ડર કરી શકતી હતી પરંતુ એવું ન થયું. શાઇસ્તા પરવીન ઉપર 50 હજારનું ઇનામ રાખવામાં આવ્યું છે. જે 24 ફેબ્રુઆરીથી ફરાર છે.
દફનાયા પહેલા અતીક અહેમદ અને અશરફ અહેમદના ચહેરાને તેમના પરિવારના લોકોને દેખાડવામાં આવ્યો હતો. ત્યારબાદ બંને ભાઇઓની દફન પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. બંને ભાઈઓની કબરમાં એકની 7.3 ફૂટ હતી અને બીજાની 7.4 ફૂટ કબર હતી.
આ પણ વાંચોઃ- અતીક અહમદના ‘આતંક’નો અંત : વાંચો રાજનેતા થી ગેંગસ્ટર બનવા સુધીની કહાણી
ત્રણ હુમલાખોરોએ ચલાવી હતી ગોળી
અતીક અહેમદ અને અશરફ ઉપર ગોળી ચલાવનારના નામ લવલેશ વારી, સની સિંહ અને અરુણ મૌર્ય છે. ત્રણે હુમલો કરનાર આરોપી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. સની સિંહનું સુંદર ભાટી ગ્રૂપ સાથે કનેક્શન સામે આવ્યું છે.