scorecardresearch

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અતીક-અશરફની હત્યાનો કેસ, યુપીમાં 183 એન્કાઉન્ટરની પૂર્વ જજની દેખરેખ હેઠળ તપાસની માંગ

atiq ahmed case in supreme court : સુપ્રીમ કોર્ટના વકિલ વિશાલ તિવારીએ આ મામલે અરજી દાખલ કરીને પૂર્વ જજની દેખરેખ હેઠળ તપાસની માંગ કરી છે. એટલું નહીં અરજીમાં 2017થી લઇને અત્યાર સુધીમાં થયેલા 183 એન્કાઉન્ટરની તપાસની માંગણી કરી છે.

Supreme Court India
સુપ્રીમ કોર્ટ (File)

માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પોલીસ કસ્ટડીમાં હત્યાનો કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટના વકિલ વિશાલ તિવારીએ આ મામલે અરજી દાખલ કરીને પૂર્વ જજની દેખરેખ હેઠળ તપાસની માંગ કરી છે. એટલું નહીં અરજીમાં 2017થી લઇને અત્યાર સુધીમાં થયેલા 183 એન્કાઉન્ટરની તપાસની માંગણી કરી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર તપાસ સમિતિની રચના કરવાની માંગણી કરી છે.

વિશાલ તિવારીએ પોતાની અરજીમાં કહ્યું છે કે 2020માં કાનપુરના બિકરુ હત્યાકાંડ બાદ વિકાસ દુબે અને તેના સહિયોગીઓને પણ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા. આ મામલે પણ અરજી દાખલ કરીને આખા કેસની સીબીઆઇ તપાસની માંગણી કરવામાં આવી હતી.

અરજી કર્તાએ કહ્યું કે તેમની જાહેર હિતની અરજી કાયદા અને વ્યવસ્થાનું ઉલ્લંઘન અને પોલીસની બર્બરતા વિરુદ્ધ છે. અતીક અહેમદ અને તેના ભાઈ ખાલિદ અજીમ ઉર્ફે અશરફની શનિવારે એ સમયે હત્યા કરવામાં આવી જ્યારે અતીક પત્રકારોના પ્રશ્નના જવાબ આપી રહ્યા હતા. પોલીસ કસ્ટડીમાં થયેલા મોત બાદ ઉત્તર પ્રદેશ પોલીસ પર અનેક પ્રશ્નો ઉઠાવાયા હતા.

પુત્રના અંતિમ સંસ્કારના દિવસે જ થયો હત્યાકાંડ

અતીકના પુત્ર અસદનું પોલીસે 13 એપ્રિલના રોજ એન્કાઉન્ટર કરી દીધું હતું. તેની સાથે જ શૂટર મોહમ્મદ ગુલામ પણ માર્યો હતો. બંનેના શનિવારે જ અંતિમ સંસ્કાર કસારી મસારી કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સદરની દફનવિધિના 12 કલાકની અંદર જ શનિવારે રાત્રે અતીક અને તેના ભાઇ અશરફની પણ હત્યા કરવામાં આવી હતી. મોડીરાત્રે પોલીસના કડક બંદોબસ્ત બાદ અતીક અને અશરફને કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ- અતીક અહમદના ‘આતંક’નો અંત : વાંચો રાજનેતા થી ગેંગસ્ટર બનવા સુધીની કહાણી

આ પણ વાંચોઃ- અતીક અહેમદ હત્યાકાંડઃ અતીક અને અશરફને કસારી-મસારી કબ્રસ્તાનમાં દફનાવાયા, બંને પુત્રો રહ્યા હાજર

અતીકની હત્યા કરીને પ્રસિદ્ધિ મેળવવા માંગા હતા ત્રણ આરોપીઓ

પ્રયાગરાજના ઘૂમનગંજ પોલીસ સ્ટેશનના એસએચઓ ઇન્સ્પેક્ટર રાજેશ કુમાર મૌર્ય દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં બાંદા નિવાસી લવલેશ તિવારી, હમીરપુર નિવાસી મોહતિ ઉર્ફે સની અને કાસગંજ જિલ્લાના અરુણ કુમાર મૌર્ય પર અતીક અહેમદ અને અશરફ અહેમદની ગોળી મારીને હત્યા કર્યાનો આરોપ છે.

ત્રણેય આરોપીઓએ પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું હતું કે અતીક અને અશરફ અને તેના ગ્રૂપનો સફાયો કરવા અને રાજ્યમાં પોતાનું નામ બનાવવા માટે તેમની હત્યા કરી હતી. એફઆઇઆર પ્રમાણે ત્રણે હુમલાખોરોએ પોલીસને જણાવ્યું કે સુરક્ષા વ્યવસ્થા તપાસમાં નિષ્ફળ રહ્યા એટલા માટે ઘટના સ્થળથી ભાગી શક્યા નહીં અને પકડાઇ ગયા. તેમણે એ પણ કહ્યું કે આરોપીઓને પોલીસ રિમાર્ડમાં મોકલવામાં આવ્યા તે પત્રકારોની ભીડ સાથે અહેમદ અને અશરફનો પીછો કરી રહ્યા હતા.

Web Title: Atiq ashrafs murder case reached the supreme court crime news uttar pradesh

Best of Express